Saturday, April 13, 2024
Google search engine
HomeBollywoodબોલિવૂડમાં પ્રિયંકા ચોપરાથી લઈ કરીના કપૂર સુધી, આ એક્ટ્રેસિસ ચલાવે છે સૌથી...

બોલિવૂડમાં પ્રિયંકા ચોપરાથી લઈ કરીના કપૂર સુધી, આ એક્ટ્રેસિસ ચલાવે છે સૌથી મોંઘી કાર

બોલિવૂડ એક્ટ્રેસની ફેશન, સ્ટાઇલ, અને તેમની સુંદરતાની ચર્ચા થતી રહે છે. પણ શું તમે જાણો છો કે તેમની નેટવર્થ કેટલી હોય છે અથવા સ્ટાઇલિશ કપડાં ઉપરાંત તે કઈ મોંઘી વસ્તુઓનો ઉપયોગ કરે છે? બોલિવૂડ એક્ટ્રેસની એક ઝલક માટે ઘણા ફોટોગ્રાફર અને તેમના ફેન્સ કલાકો સુધી રાહ જુએ છે. ત્યારે સ્ટાઇલિશ એક્ટ્રેસની એક ઝલક મળે છે. ક્યારેક તેમની ઝલકની સાથે તેમની મોંઘી ગાડીઓની પણ ઝલક મળે છે. જ્યાં સુધી મોંઘી ગાડીનો સવાલ છે ત્યાં સુધી બોલિવૂડની હિરોઈન પાસે પણ મોંઘીદાટ ગાડીઓ છે. GQ ઇન્ડિયાના એક લીસ્ટ મુજબ સૌથી મોંઘી ગાડી બોલિવૂડ એક્ટ્રેસ પાસે છે. તો અમે તમને જણાવીએ કે કઈ હિરોઈન પાસે કેટલી મોંઘી કાર છે.

પ્રિયંકા ચોપરા (રોલ્સ રોયસ ઘોસ્ટ)
પ્રિયંકા ચોપડાને નોર્મલ ગાડીઓનો શોખ નથી. તમને સૌથી મોંઘી કાર જોઈએ છે. હાલમાં જ જોનસે Mercedes S 650 Maybachનો ફોટો શેર કર્યો હતો. પણ પ્રિયંકા ચોપડા પાસે ખુદની રોલ્સ રોયસ ઘોસ્ટ કાર છે. આ ગાડી 5.65 કરોડ રૂપિયાની છે. જેમાં બી.એમ.ડબલ્યુ બનાવેલું ટ્વીન ટર્બો V12 એન્જિન છે. જેના હોર્સ પાવર 563 bph છે. એક ઇન્ટરવ્યૂમાં પ્રિયંકા ચોપડાએ કહ્યું હતું કે, તેમને રીક્લાઈનર સીટ ખુબ જ પસંદ છે. અને કારમાં કમ્ફર્ટેબલ માહોલ હોવો જોઈએ.

મલ્લિકા શેરાવત (લેમ્બોર્ગીની એવેન્ટાડોર )
મલ્લિકા શેરાવત છેલ્લા ઘણા સમયથી બોલિવૂડથી દૂર છે. હાલમાં જ તે પેરિસમાં પોતાના ફ્રેન્ડ બિઝનેસમેન બોયફ્રેન્ડ Cyrille Auxenfans સાથે રહે છે.તે કાન્સમાં હંમેશા પોતાનો જલવો દેખાડતી રહે છે. તેમની રેડ કાર્પેટ વોક લોકોને ખૂબ જ પસંદ છે. તેવી બોલિવૂડ એક્ટ્રેસમાંથી છે જેમની પાસે મોંઘી ગાડી છે. તમને એક મોંઘી ગાડી છે લેમ્બોર્ગીની એવેન્ટાડોર જેની કિંમત 5.1 કરોડ રૂપિયા છે

દીપિકા પાદુકોણ (મર્સિડીઝ મેયબેક S500)
દીપિકા પાદુકોણ ઇન્ડસ્ટ્રીની સૌથી ટેલેન્ડ એક્ટ્રસમાંથી એક છે. દીપિકા પાદુકોણ પાસે મર્સિડીઝ મેયબેક S500 કાર છે. આ ગાડીમાં 4.7 લીટરનું એન્જિન છે. જે 453 bhpનો પાવર આપે છે. આ ઉપરાંત દીપિકા પાસે Audi Q7, Audi A8 L અને મિની કપૂર કન્વર્ટિબલ સહિતની કાર પણ છે. તેમની પાસે બીએમડબલ્યુ સેડાન પણ છે. તેમની સૌથી મોંઘી કારની કિંમત 2.6 કરોડ રૂપિયા છે.

કૅટરીન કૈફ (રેન્જ રોવ વોગ)
છેલ્લાં કેટલાય વર્ષ પહેલાં કૅટરીના ખુદ માટે રેન્જ રોવર વોગ ગાડી ખરીદી હતી. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ફોટો પણ શેર કર્યાં હતાં. રેન્જ રોવ એસયુવી બોલિવૂડમાં શાહરૂખ ખાન, અજય દેવગન, કરીના કપૂર અને અક્ષય કુમાર સહિતના સ્ટાર પાસે છે. કૅટરીના કૅફની આ કારની કિંમત 2.37 કરોડ રૂપિયા છે અને સાથે જ તેમાં 4.4 લીટરનું SDV8 ડીઝલ એન્જિન પણ છે. જેમાં ઇલેક્ટ્રોનિક પાવર સ્ટિયરિંગ સહિતની સુવિધા છે.

જાહ્નવી કપૂર (મર્સિડીઝ મેયબેક S650)
બોલિવૂડની સૌથી યંગ એક્ટ્રસમાંથી એક જાહ્નવી કપૂર પાસે પણ દીપિકાની જેમ મર્સિડીઝ મેયબેક સીરિઝની કાર છે. તેમની બ્લેક બ્યૂ઼ટી કારનો રજિસ્ટર્ડ નંબર છે MH 02 FG 7666, આ એટલે ખાસ છે કેમ કે, 4 નંબર મા શ્રીદેવીની કારના નંબર જેવો જ છે. આ કારની કિંમત 2 કરોડ રૂપિયા છે.

કરિના કપૂર (રેન્જ રોવ સ્પોર્ટ)
બોલિવૂડની બેગમ એટલે કે કરીના કપૂર પાસે ઘણી કાર છે. તેમની પાસે રેન્જ રોવર સ્પોર્ટ કાર પણ છે. તેમની સફેદ કલરની રેન્જ રોવરની કિંમત 1.56 કરોડ રૂપિયા છે અને તે પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન સાથે આવે છે. 0થી 100 કિલોમીટર સુધીની સ્પીડ આ કાર માત્ર 5.3 સેકન્ડમાં જ હાંસલ કરે છે. આ ઉપરાંત બેબો પાસે બીજી ઘણી કાર છે.

સની લિયોની (માસેરાતી ધિબ્લી નેરિસ્મો)
સની લિયોની પાસે માસેરાતી ગાડી છે. વર્ષ 2017માં સની લિયોની પોતાના ઘરે માસેરાતી ધિબ્લી નેરિસ્મો લિમિટેડ એડિશન લઈને આવી હતી. આ ગાડીના માત્ર 450 મોડેલ જ દુનિયામાં ઉપલબ્ધ છે અને સની લિયોની તેમાંથી એક છે. આ કાર 0થી 100 કિલોમીટર સુધીની સ્પીડ માત્ર 4.7 સેકન્ડમાં જ પહોંચી જાય છે અને 283 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી દોડે છે. આ કારની કિંમત 1.36 કરોડ રૂપિયા છે.

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page