Tuesday, April 9, 2024
Google search engine
HomeGujaratગુજરાતમાં અહીં આવી 1 કરોડની પહેલી ઈલેક્ટ્રીક કાર, એકવાર ચાર્જમાં કાર 450...

ગુજરાતમાં અહીં આવી 1 કરોડની પહેલી ઈલેક્ટ્રીક કાર, એકવાર ચાર્જમાં કાર 450 કિલોમીટર દોડે છે

ભારતમાં ઈલેક્ટ્રોનિક કારની ડિમાન્ડ ધીરે ધીરે વધી રહી છે ત્યારે ભારતમાં ચોથી અને ગુજરાતમાં પહેલી 1 કરોડની ઈલેક્ટ્રોનિક્સ કાર કચ્છ મહારાજા પ્રાગમલજી ત્રીજાઓેએ કાર મંગાવી છે. મહત્વની વાત એ છે કે, કચ્છ મહારાજા પ્રાગમલજી ત્રીજા વિન્ટેજ કારના બહુ જ શોખીન હતાં અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને આ કાર મંગાવી છે. મહારાજા પ્રાગમલજી ત્રીજા વાહન પ્રદૂષણ અંગે એટલા ચિંતિત હતા કે, તેમણે જર્મન સ્થિત મર્સિડીઝ બેંઝ કંપનીમાંથી ઈલેક્ટ્રોનિક કારનો આર્ડર આપી ઈલેક્ટ્રોનિક કાર ગુજરાતની ધરતી પર મંગાવી હતી જે ભુજના રણજિત વિલાસ પેલેસ ખાતે કચ્છી નવા વર્ષના દિવસે આવી પહોંચી હતી.

ઈલેક્ટ્રીક કારની અંદર 64 રંગની ઈન્ટેરિયર લાઈટિંગ સેટ કરવામાં આવી છે. આ કાર સંપૂર્ણ ઓટોમેટિક છે, જેમાં એક્ટિવ બ્રેક એસિસ્ટ તથા બ્લાઈન્ડ સ્પોટ એસિસ્ટ ફિચર્સ પણ છે. આ ઉપરાંત 10.25 ઈંચની ડિજિટલ ટચસ્ક્રિન પણ છે. આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિ ડ્રાઇવર સીટ પર બેસે તો તેની ઉંચાઈ અને બોડી પ્રમાણે તે સીટ ઓટોમેટીક એડજસ્ટ થાય છે. આ કારમાં વોઈસ આસિસ્ટન્ટ, સનપ્રૂફ તથા થ્રી ઝોન ક્લાઇમંટ કન્ટ્રોલ જેવાં અનેક આધુનિક ફિચર્સ આપવામાં આવેલાં છે.

આ કાર 408 હોર્સપાવરની શક્તિવાળી સંપૂર્ણ સ્વચાલિત કાર છે અને તેમાં ઘણી આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. આ કારની પીકઅપ પાવર 785hpbhp છે. આ ઉપરાંત એક શક્તિશાળી ઈલેક્ટ્રિક મોટર પણ છે જે અન્ય ઈલેક્ટ્રોનિક કાર કરતા ઘણી સારી છે.

મર્સિડીઝ બેંઝ ઈક્યુસી 400 મર્સિડીઝની પ્રથમ સંપૂર્ણ સ્વચાલિત ઈલેક્ટ્રિક કાર છે અને આ કારની કિંમત 1 કરોડ રૂપિયા છે. આ કારમાં દરેક પેસેન્જર સીટમાં વ્યક્તિગત મસાજ સુવિધા પણ છે, જે જુદી-જુદી મસાજ કારમાં બેઠેલી વ્યક્તિને વ્યક્તિગત રૂપે પ્રદાન કરી શકાય છે. એકવાર ચાર્જ થવા પર આ કાર 450 કિલોમીટર દોડે છે અને આ કારને સંપૂર્ણ ચાર્જ કરવામાં 7:30 કલાક લાગે છે.

મર્સિડીઝ બેંઝની ઈક્યુસી 400 ઈલેક્ટ્રિક કાર ભારતમાં ચોથી અને ગુજરાતમાં પ્રથમ છે. આમ મર્સિડીઝ બેંઝ જેવી લક્ઝુરિયસ કાર બ્રાન્ડ રાજાશાહી સમયથી હંમેશાં રજવાડાઓની પ્રથમ પસંદગી રહી છે. આજે પણ ઘણા રજવાડાઓમાં પહેલી પસંદગી રહી છે. ગુજરાતના અનેક પેલેસમાં આજે પણ જૂની મર્સિડીઝ કાર જોવા મળી રહે છે.

નાનપણથી હું જોતો આવ્યો છું મહારાવને વિન્ટેજ કારનો ઘણો શોખ હતો અને તેઓ મને અવારનવાર જુદી જુદી કારના હોસપાવર, સ્ટેરિંગ વ્હીલ જેવા જુદા જુદા ફિચર્સ અંગે જણાવતા હતા. મહારાવે ઇલેક્ટ્રિક કાર લઈને પ્રજાજનોને પર્યાવરણને જાળવી રાખવા માટેનું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે, પર્યાવરણને જાળવવા આપણે પરિવર્તન લાવવું પડશે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. I engaged on this casino platform and succeeded a significant amount, but later, my mom fell sick, and I required to take out some money from my balance. Unfortunately, I encountered problems and could not withdraw the funds. Tragically, my mom died due to such gambling platform. I request for your assistance in lodging a complaint against this site. Please help me to obtain justice, so that others won’t have to experience the suffering I am going through today, and prevent them from crying tears like mine. ????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page