Thursday, November 30, 2023
Google search engine
HomeGujaratઆજથી આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

આજથી આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

અમદાવાદ: સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્રણ દિવસ બાદ બે દિવસ છૂટો છવાયો વરસાદ પડશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ત્રીજી ઓક્ટોબર બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટી જશે. નવરાત્રી દરમિયાન હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.


29 સપ્ટેમ્બરથી નવરાત્રી શરૂ થઈ રહી છે ત્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહીને કારણે ખેલૈયાઓ અને ગરબાનાં આયોજકોમાં પણ ઘણી જ ચિંતા જોવા મળી રહી છે. નવરાત્રીમાં જો વરસાદ વિલન બનશે તો ખેલૈયાઓ અને આયોજકોનાં લાખો રૂપિયાનું નુકસાન થશે. આ વખતે પહેલી ત્રણ નવરાત્રી સુધી વરસાદ પડે તેવી સંભાવના છે.

27 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી આ ઉપરાંત, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.


28 સપ્ટેમ્બરે આણંદ ભરૂચ, પંચમહાલ, દાહોદ, વડોદરા, સુરત, નવસારી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

29 સપ્ટેમ્બરના દિવસે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, આણંદ, વડોદરા, ભરૂચ, નવસારી, વલસાડ અને અમરેલી, ભાવનગર તેમજ ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે.


30 સપ્ટેમ્બરે રાજ્યના છોટા ઉદેપુર, નવસારી, વલસાડ અને દમણમાં ભારે વરસાદ પડી શકે છે. 01 નવેમ્બરે દક્ષિણ ગુજરાત, છોટા ઉદેપુર, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. Yes priti Patel I proud of you ane Gujarati ledy wow aasom my dear and best wise bhagavan tamane Sakti aape God prey Tamara sathe che

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page