જમ્મુ-કાશ્મીરમાં એક પ્લોટની કેટલી છે કિંમત? હાલ મળી રહ્યો છે મફતના ભાવે લક્ઝુરિયસ બંગલો?
નવી દિલ્હી: અનુચ્છેદ 370ના પ્રાવધાન ખતમ થયા બાદ કાશ્મીરમાં અન્ય રાજ્યના કોઈપણ વ્યક્તિ ત્યાં જમીન ખરીદી શકશે. પહેલા માત્ર કાશ્મીરમાં રહેતા લોકો જ જમીન ખરીદી અને વહેંચી શકતા હતા. જોકે હવે બિલ પાસ થયા બાદ જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદવાને લઈને સોશિયલ મીડિયામાં મેસેજ વાયરવ થઈ રહ્યા છે.
જમ્મુ-કાશ્મીર અંગે મોદી સરકારે ઐતિહાસિક નિર્ણય લેતા આર્ટિકલ 370ની તમામ જોગવાઈ લાગુ નહીં કરવાની દરખાસ્ત રજૂ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિએ મંજૂરી પણ આપી દીધી છે. મોદી સરકારના આ નિર્ણયને કોંગ્રેસ અને પીડીપી જેવા પક્ષો ભલે જમ્મુ-કાશ્મીરના લોકો સાથે દગો ગણાવી રહ્યાં હોય પરંતુ આ નિર્ણયથી જમ્મુ-કાશ્મીરમાં પ્રોપર્ટીના ભાવમાં 50 ટકાનો ઉછાળો આવી શકે છે.
પ્રતિબંધને કારણે જમ્મુ-કાશ્મીરમાં રિયલ એસ્ટેટનો વેપાર વધતો નહોતો પરંતુ હવે તમામ માટે દરવાજા ખૂલી ગયા છે. આથી જમ્મુ-કાશ્મીરમાં પણ પ્રોપર્ટીના ભાવ વધશે. દેશના અન્ય હિસ્સાના લોકો પણ કાશ્મીરમાં રોકાણ માટે આવશે.
જમ્મુ કાશ્મીરમાં દેશની તુલનાએ પ્રોપર્ટીના ભાવ બહુ જ ઓછા છે. શ્રીનગરના પંથા ચોક વિસ્તારમાં 2300 રૂપિયે ચોરસફૂટના ભાવે ઘર મળી રહ્યું છે. જ્યારે આ વિસ્તાર લોકેશનની રીતે શ્રેષ્ઠ માનવામાં આવે છે. પંથા ચોક વિસ્તારમાં સ્ટેડિયમ અને કેન્દ્રીય વિદ્યાલય પણ છે. આમ છતાં અહીં આટલા ઓછા ભાવ છે.
બીજી બાજુ જમ્મુના પક્કી ઢક્કી વિસ્તારમાં પ્રોપર્ટીના ભાવમાં ઉછાળો આવવાની શક્યતા જોવા મળી રહી છે. અહીંના નજીકના વિસ્તારમાં 40 લાખ રૂપિયામાં 1634 ચોરસફૂટનું છ માળનું મકાન આરામથી મળે છે. દેશના અન્ય શહેરોની તુલનાએ જમ્મુ-કાશ્મીરમાં પ્રોપર્ટીના ભાવ બહુ જ ઓછા છે. ઉત્તર પ્રદેશના મેરઠમાં પણ જમ્મુ-કાશ્મીર કરતાં વધારે ભાવ છે.
જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધી બહારના લોકો ઘર-જમીન ખરીદી શકતા નહોતા. જેના કારણે તેના ભાવ નોનમેટ્રો શહેર કરતાં પણ બહુ ઓછા છે. નોન મેટ્રો શહેરમાં ઘરની કિંમત 60 લાખ રૂપિયાની આસપાસ છે. જ્યારે દિલ્હી-મુંબઈ જેવા મેટ્રો સિટીમાં ઘરની કિંમત 10 કરોડ રૂપિયા જેટલી છે.