Wednesday, April 10, 2024
Google search engine
HomeBollywoodમોદી કેબિનેટમાં હેમામાલિની-સની પાજી નહીં, બોલિવૂડના માત્ર આ 2 સેલેબ્સને જ મળી...

મોદી કેબિનેટમાં હેમામાલિની-સની પાજી નહીં, બોલિવૂડના માત્ર આ 2 સેલેબ્સને જ મળી જગ્યા

મુંબઈઃ પીએમ મોદીએ 30 મે (ગુરૂવાર)ના રોજ દેશ-વિદેશની જાણીતી હસ્તીઓની હાજરીમાં બીજીવાર પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતાં. કેબિનેટમાં સામેલ મંત્રીઓએ પણ શપથ લીધા હતાં. ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સ્મૃતિ ઈરાની તથા બાબુલ સુપ્રીયોને જ મંત્રી બનાવવામાં આવ્યા છે. આ બંને નેતા ગઈ સરકારમાં પણ કેબિનેટ મંત્રી હતાં. સ્મૃતિ ઈરાનીને મહિલા અને બાળ વિકાસ ખાતુ આપવામાં આવ્યું છે. જ્યારે બાબુલ સુપ્રીયોને રાજ્યકક્ષાના હેવી ઈન્ડસ્ટ્રી એન્ડ પબ્લિક એન્ટરપ્રાઈઝ ખાતુ આપવામાં આવ્યું છે.

હેમામાલિની 2004થી ભાજપ સાથે જોડાયેલા છે અને લોકસભામાં બીજીવાર મથુરા બેઠક પરથી જીત્યા છે.
રવિકિશને ગોરખપુર પરથી ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી હતી. રવિ કિશન જંગી બહુમતીથી જીત્યો હોવા છતાંય મંત્રીપદ મળ્યું નથી.
સની દેઓલે પહેલી જ વાર પંજાબની ગુરદાસપુર બેઠક પરથી ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી હતી. જોકે, સની દેઓલને પણ મંત્રીપદ આપવામાં આવ્યું નથી.
કિરણ ખેર બીજીવાર ભાજપની ટિકિટ પરથી ચંદીગઢ બેઠક પર જીત મેળવી છે.
બાબુલ સુપ્રિયોએ પ.બંગાળમાંથી આસનસોલ સીટ પરથી બીજીવાર જીત મળેવી છે. આ વખતે તેમણે TMC ઉમેદવાર મુનમુન સેનને હરાવ્યા હતાં.
સ્મૃતિ ઈરાનીએ આ વખતે અમેઠી બેઠક પરથી કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને હરાવી ઈતિહાસ રચ્યો હતો. સ્મૃતિ ઈરાનીને આ વખતે મહિલા અને બાળ વિકાસ ખાતુ આપવામાં આવ્યું છે.
RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of endless possibilities! ? The mind-blowing content here is a captivating for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of inspiring insights! #MindBlown ? into this cosmic journey of discovery and let your mind soar! ? Don’t just read, experience the thrill! #BeyondTheOrdinary Your mind will thank you for this thrilling joyride through the realms of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page