Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratફેમસ ઠક્કર ખમણ હાઉસના માલિકની પત્નીનું ગળા પર દબાણથી મોતનો ઘડાકો

ફેમસ ઠક્કર ખમણ હાઉસના માલિકની પત્નીનું ગળા પર દબાણથી મોતનો ઘડાકો

આણંદ જિલ્લાનાં બોરસદ તાલુકામાં ઠક્કર ખમણ હાઉસના નામે વ્યવસાય કરતાં વેપારીની પુત્રની 35 વર્ષિય પત્ની રોક્ષા ઉર્ફે નિશાનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યું હતું. આ મામલે સુરત સ્થિત રહેતા પેનલ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. જેમાં ગળા પર દબાણ આવવાથી મૃત્યુ નિપજ્યું હોવાનું જણાવાયું છે. હાલમાં પોલીસ દ્વારા મૃતક પરિણીતાના સાસરીયાઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જોકે, તેણીના મોતને લઈને કોકડું હજુ પણ ગુંચવાયેલું છે.

આ અંગે વાત તપાસ અધિકારી પીએસઆઈ કે.એમચૌધરીએ જણાવ્યું હતું કે, મંગળવારે સવારે 10 વાગે પત્નીનું ન્હાવા જતાં સમયે બાથરૂમમાં પડી જવાથી મોત નિપજ્યું હોવાની ટેલિફોનિક વર્ધી બોરસદ પોલીસ મથકે મળી હતી. આ દરમિયાન, એ પછી સાંજના સમયે મૃતકના પિયરીઓ દ્વારા શંકા સેવવામાં આવી હતી અને તેમણે પોસ્ટમોર્ટમ કરવાની માંગણી કરી હતી. કરમસદ ખાતે તેનું પેનલ પીએમ કરાવ્યું હતું. જેમાં તબીબ દ્વારા fatal pressure over the neek લખેલો રિપોર્ટ આપવામાં આવ્યો છે. આ સિવાય શરીરના અન્ય ભાગ પર કોઈ ઈજા મળી નથી.

પીએસઆઈ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું, તબીબે આપેલા રિપોર્ટને જોઈએ તો એવું કહી શકાય કે, ગળાના ભાગે દબાણ આવવાથી મોત થયું છે. પરંતુ મોત કેવી રીતે થયું છે એ હાલ તપાસનો વિષય છે. સમગ્ર બનાવ સંદર્ભે હાલમાં સાસરીપક્ષના લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

મૃતકના ભાઈ ધવલભાઈ ગંગદેવે જણાવ્યું હતું કે, ગત નવમી ડિસેમ્બરે મારા લગ્ન હતાં. બીજી ડિસેમ્બરે જ મારી બહેન ભાણા-ભાણી સાથે આવી ગઈ હતી અને લગ્ન પછીના બે દિવસ સુધી રોકાઈ હતી. પરંતુ મારા બનેવી લગ્નમાં જ આવ્યા નહોતા. મારી બહેન અને મેં સતત ફોન કર્યાં હતાં. પરંતુ તેઓ ફોન ઉપાડતાં જ નહોતા. બાદમાં તેમણે તેઓની તબિયત સારી નહોતી એટલે તેઓ આવી શક્યા નહોતા.

બોરસદ ગ્રામ્યના પીએસઆઈ કે.એમ.ચૌધરીએ જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનામાં હાલમાં સાસરીયા પક્ષની પૂછપરછ શરૂ કરાઈ છે. મૃતકના પતિ ઉપરાંત તેના જેઠ-જેઠાણીની પૂછપરછ કરાઈ છે. પરંતુ તેઓ બાથરૂમમાં પડી જવાથી તેનું મોત નિપજ્યું હોવાનું રટણ કરી રહ્યાં છે. મૃતકના સંતાનોએ જણાવ્યું હતું કે, તેઓ જ્યારે ઉધમાંથી ઉઠ્યા ત્યારે તેમની મમ્મી બાથરૂમમાં પડેલા જોવા મળ્યાં હતાં.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of wonder! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exciting insights! #InfinitePossibilities Dive into this cosmic journey of imagination and let your imagination fly! ✨ Don’t just read, savor the excitement! #FuelForThought ? will be grateful for this exciting journey through the worlds of endless wonder! ?

  2. I played on this casino website and won a substantial amount of earnings. However, afterward, my mother fell critically ill, and I needed to take out some earnings from my wallet. Unfortunately, I experienced difficulties and was unable to finalize the cashout. Tragically, my mother passed away due to the gambling platform. I earnestly plead for your assistance in addressing this situation with the site. Please help me to obtain justice, to ensure others do not face the hardship I’m facing today, and avert them from facing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page