Friday, April 12, 2024
Google search engine
HomeNationalVideo: કેરળમાં પૂરમાં ફસાઈ ગર્ભવતી મહિલા, દોરડાની મદદથી બચાવ્યો જીવ

Video: કેરળમાં પૂરમાં ફસાઈ ગર્ભવતી મહિલા, દોરડાની મદદથી બચાવ્યો જીવ

કેરળમાં પૂરથી હાલત બહુ જ ખરાબ છે. રાજ્યમાં સવા લાખ લોકો વિસ્થાપિત થયા છે. હજારો લોકો ઘરવિહોણા થયા છે. બીજી તરફ, અત્યાર સુધી 42 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં ભારતીય સેના અને એનડીઆરએફની ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે. ત્યારે કેરળના પૂરમાં રાહત અને બચાવનો એક વીડિયો સામે આવ્યો છે જે રૂંવાડા ઊભી કરી દે તેવો છે.

આ વીડિયોમાં એક મહિલાને દોરડાના સહારે પૂરમાંથી રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ વીડિયો કેરળના પલક્કડ જિલ્લાના અગાલીનો છે. વીડિયોમાં જે મહિલાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું કે તે મહિલા ગર્ભવતી છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેવી રીતે મહિલાને દોરડાના સહારે ખેંચીને એક પારથી બીજી તરફ લઈ જવામાં આવી રહી છે. મહિલાની નીચે તીવ્ર પાણીનો પ્રવાહથી પાણી ભરાયેલું હતું.


નોંધનીય છે કે, ફરી એકવાર વરસાદ આફત બનીને આવી છે. વરસાદ અને પૂરની સૌથી વધુ અસર વાયનાડ અને કોઝિકોડ પર પડી છે. કેરળના 8 જિલ્લામાં ગત બે દિવસોમાં ભૂસ્ખલનની લગભગ 80 ઘટનાઓ સામે આવી છે.

અર્નાકુલમ, ઇડુક્કી, પલક્કડ, મલપ્પુરમ, કોઝિકોડ, વાયનાડ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કાવલપ્પરામાં બચાવ અભિયાન દરમિયાન શનિવારે ત્યાં ફરીથી ભૂસ્ખલન થયું જેના કારણે શોધખોળ અભિયાનને રોકવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

2 COMMENTS

  1. I participated on this online casino site and won a considerable amount, but later, my mother fell sick, and I needed to take out some money from my balance. Unfortunately, I encountered problems and was unable to withdraw the funds. Tragically, my mother passed away due to this gambling platform. I request for your help in reporting this online casino. Please assist me to achieve justice, so that others do not face the suffering I am going through today, and prevent them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page