Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratઅહીં રહસ્યમય 300 પગલાં દેખાયા, બે પગલાં વચ્ચે 6 ફુટ લાંબુ અંતર,...

અહીં રહસ્યમય 300 પગલાં દેખાયા, બે પગલાં વચ્ચે 6 ફુટ લાંબુ અંતર, અચંબિત કરી દેતી આ ઘટના

ક્યારેક એવી ઘટનાઓ સામે આવતી હોય છે જેનો જવાબ શોધવો માનવજતા માટે અઘરો બની જાય છે. કંઈક આવી જ કુતહુલભરી ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં સામે આવી છે. પાટડી નજીક રહસ્યમય રાક્ષસી પગલા મળી આવ્યા છે. જેમાં બે પગલા વચ્ચેનું અંતર છ ફુટનું છે. અચંબિત કરી દેતી આ ઘટના આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.

પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકના રણ વિસ્તારમાં ઓડુ ગામથી મીઠાઘોડા ગામ વચ્ચે માણસના રાક્ષસી આકારના પગલા મળી આવ્યા છે. જેમાં બે પગલાં વચ્ચેનું અંતર અંદાજે 6 ફૂટનું છે. સામાન્ય રીતે માણસના પગલાંઓ વચ્ચે દોઢથી બે ફૂટનું અંતર હોય છે. પરંતુ અહીં 6 ફૂટના અંતરના પગલાં દેખાતા કૌતુકનો વિષય બન્યો છે.

આવા રહસ્યમય પગલાં એક બે નહીં પણ 300 જટેલા મળી આવ્યા છે. આ પગલાની દિશા જોતા પુર્વ દિશા તરફથી આવેલા રાક્ષસી માનવ ખારી વિસ્તાર ઓળંગી અને રણ તરફ ગયો હોય તેવો અંદાજ છે.

લોકોનું કહેવુ છે કે કોઈ વ્યક્તિ કુદકા મારીને જાય તો પણ ત્રણસો જેટલા પગલા ન હોઇ શકે તેમજ બે પગલાઓ વચ્ચે છ ફુટનું અંતર ન હોય. લોકોનું કહેવું આ છ ફુટના અંતરના પગલાઓ કોઇ સામાન્ય માનવીના ન હોઇ શકે. લોકોમાં ચર્ચા છે કે આટલી મોટી ફલાંગ કોઇ પરગ્રહવાસી, એલિયનની હોય શકે છે.

સ્થાનિક લોકો પગલાઓ ફરતે રાઉન્ડ કરી અને આ પગલાઓ ભુસાંય નહી તેની તકેદારી રાખી રહ્યા છે. પરંતુ હવે આ સ્થાનિક લોકોની પણ માંગ છે કે, તંત્ર આ બાબતે તપાસ આરંભી લોકોની આશંકા પરથી પડદો પાડે.

લોકોએ ટેપ વડે માપીને બે પગલા વચ્ચેનું અંતર 6 ફૂટનું હોવાની ખાત્રી કરી હતી. આ રહસ્યમય પગલાંને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે.

બીજી તરફ રણકાંઠા વિસ્તારમાં પવનના સૂસવાટા અને વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા રણમાં જોવા મળેલા આ રહસ્યમયી રાક્ષસી પગલા ભૂંસાવા લાગ્યા છે. ત્યારે તંત્ર જલદીથી તપાસ કરે તેવી માંગ લોકો કરી રહ્યા છે.

લોકોનું કહેવું છે કે વિદેશમાં આવી કોઈ અલૌલિક ઘટના બને તો તંત્ર તરત જ તપાસ આરંભી દે છે, ત્યારે આપણે પણ આ અંગે તરત કાર્યવાહી હાથ ધરવી જોઈએ.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the galaxy of excitement! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exhilarating insights! #InfinitePossibilities ? into this exciting adventure of imagination and let your imagination fly! ✨ Don’t just enjoy, immerse yourself in the thrill! #BeyondTheOrdinary ? will be grateful for this thrilling joyride through the realms of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page