Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratમાતા-પિતાએ મજુરી કરીને પુત્ર સફીન હસનને બનાવ્યો ગુજરાતનો યંગેસ્ટ IPS, જાણો આ...

માતા-પિતાએ મજુરી કરીને પુત્ર સફીન હસનને બનાવ્યો ગુજરાતનો યંગેસ્ટ IPS, જાણો આ અધિકારી વિશે

અમદાવાદ: ગુજરાતને નવા 8 આઈપીએસ અધિકારી મળ્યાં છે જે અલગ-અલગ રાજ્યોના છે અને તે તમામે ગુજરાત કેડર લેવાનું પસંદ કર્યું હતું. ગુજરાતમાં 2018ની બેચના કુલ 8 IPSને પ્રેક્ટિકલી ASP તરીકે પોસ્ટિંગ આપી દેવામાં આવ્યું છે. જેમાં શૈફાલી બરવાલને સુરેન્દ્રનગર, સુશીલ અગ્રવાલને અમરેલી, લવીના સિન્હાને સાબરકાંઠા, અભય સોનીને બનાસકાંઠા, હસન સફીન મુસ્તુફાઅલીને જામનગર, પૂજા યાદવને પંચમહાલ, વિકાસ સુંદાને વડોદરા ગ્રામ્ય અને ઓમ પ્રકાશ જાટને વલસાડ ASP તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

જોકે આપણે વાત કરીએ સૌથી યંગ આઈપીએસ સફીન હસનની. સફીન હસને માત્ર 22 વર્ષની ઉંમરે UPSC પહેલા પ્રયત્ને પાસ કરી છે અને આઈપીએસ કેડરમાં પસંદગી મેળવી છે. સફીન હસનને પહેલું પોસ્ટિંગ જામનગર આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકે મળ્યું છે. જોકે મહત્વની વાત એ છે કે, સફીન હસનના ઘરની પહેલીવાર તસવીરો સામે આવી છે.

બનાસકાંઠાના કાણોદર ગામના ઈલેક્ટ્રિશિયન પિતા અને રોટલી વણતી માતાનો પુત્ર સફીન હસન UPSC ક્રેક કરીને આઈપીએસ બન્યો છે. માત્ર 22 વર્ષની ઉંમરે UPSCમાં 570મો રેન્ક મેળવતાં સફીન હસનને ગુજરાતનાં યંગેસ્ટ આઈપીએસનો ખિતાબ હાંસલ કર્યો છે. આ યંગેસ્ટ સફીન હસને જણાવ્યું હતું કે, તેના પિતા મુસ્તુફાભાઈ ઈલેક્ટ્રિશયન છે અને તેમના માતા નસીમબેન કોન્ટ્રાક્ટ પર રોટલી વણવાનું કામ કરે છે. હાલ સફીન હનની સગાઈ થઈ થઈ છે જે ટૂંક સમયમાં નિકાહ કરશે. પોલીસમાં મારા રોલ મોડેલ હસમુખ પટેલ, પ્રદીપ સેજુલ અને અતુલ કરવાલ છે અને આઈએએસમાં તેજસ પરમારને હું શ્રેષ્ઠ માનું છું.

સફીન હસને પ્રાથમીક અને માધ્યમિક શિક્ષણ બનાસકાંઠાના કાણોદર ગામમાં જ મેળવ્યું હતું. ત્યારબાદ પાલનપુરમાં સાયન્સનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો ત્યાર બાદ સુરતની એક કોલેજમાં બી.ટેકનો અભ્યાસ કર્યો હતો. સફીન હસને UPSCમાં મુખ્ય વિષય ગુજરાતી સાહિત્ય હતો.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket launching into the universe of excitement! ? The captivating content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a source of exhilarating insights! #MindBlown Dive into this exciting adventure of imagination and let your imagination fly! ? Don’t just enjoy, savor the excitement! ? Your brain will be grateful for this thrilling joyride through the dimensions of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page