Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalપોલીસને ગાળો આપતાં પહેલા આ વાંચી લેજો,લગ્નની પણ નથી મળતી રજા, મહિલાની...

પોલીસને ગાળો આપતાં પહેલા આ વાંચી લેજો,લગ્નની પણ નથી મળતી રજા, મહિલાની આ રીતે થઈ પીઠીની વિધિ

રાજસ્થાનના ડુંગરપુરના એક પોલીસ સ્ટેશનમાં મંગળવારે મંગળ ગીત ગવાયા હતાં. કેટલીક મહિલા પોલીસકર્મીઓએ દુલ્હન બનેલી આશા રોત નામની એક કોન્સ્ટેબલ છોકરીને પીઠી ચોળી હતી. આશાના લગ્ન 30 એપ્રિલે થવાના છે. શહેરમાં લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે, એટલે તેને રજા મળી નથી. આશાની પીઠીની વિધિ યોજાઈ હતી. રજા નહોતી એટલે પોલીસકર્મીઓએ પરિવારની જવાબદારી નિભાવી પીઠીની વિધિ પુરી કરી હતી. મહિલા કોન્સ્ટેબલોએ આ દરમિયાન મંગળ ગીત પણ ગાયા હતાં. આ પછી આશાની રજા મંજૂર કરવામાં આવી હતી.

પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દિલીપ દાને જણાવ્યું કે, આશા શહેરથી 20 કિલોમીટર દૂર હિરાતા ગામની રહેવાસી છે. કોટાણા માથુગામડામાં તેમના લગ્ન થવાના છે. કોરોનાને લીધે રાજ્ય સરકારે અત્યારે તંત્રને ખડેપગે રહેવા આદેશ કર્યો છે. આશા આ દરમિયાન સતત ડ્યૂટી કરી રહી છે. અમને જાણ થઈ કે તેની પીઠીની વિધિનું મૂહુર્ત છે. લૉકડાઉનમાં ડ્યૂટીને લીધે રજા ન મળતા તે ઘરે જઈ શકી નહોતી. એટલે દરેક પોલીસકર્મીઓએ નક્કી કર્યું કે, આશાની પીઠીની વિધિ પોલીસ સ્ટેશનમાં જ કરવામાં આવશે. એટલે જરૂરી હતું, કેમ કે મૂહુર્ત પછી પીઠની વિધિ થતી નથી.

ખુરશી પર બેઠાં-બેઠાં વિધિ પુરી કરી
જે ઘરે લગ્ન હોય ત્યાં વિધિની સાથે ઉત્સવી માહોલ પણ હોય છે. અહીં ખાટલાં પર દુલ્હા-દુલ્હનને બેસાડીને ઉછાળવામાં આવે છે. ગીત ગાવામાં આવે છે. સામે આવેલાં વીડિયોમાં મહિલા કોન્સ્ટેબલને ખુરશી પર બેસાડીને પીઠીની વિધિ કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશનમાં ખાટલો ના હોવાને લીધે ખુરશી પર આ પરંપરા નિભાવવામાં આવી હતી. આ પરંપરાને ગ્રામિણ વિસ્તારમાં જોડાયેલાં મુડિયા અને મુરજુ કહેવામાં આવે છે.

એક જ વાર થાય છે પીઠીની વિધિ
પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દિલીપ દાન ચારણે જણાવ્યું કે, અમને મહિલા કોન્સ્ટેબલના લગ્ન વિશે જાણ થઈ ત્યારે અમે તરત જ તેની પીઠીની વિધિનું પ્લાન કર્યો. તેને ખબર ના પડવા દીધી કે કેવી રીતે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તે ડ્યૂટી કરી રહી હતી, અમે દરેકે તેને સરપ્રાઇઝ આપી. પોલીસ સ્ટેશનમાં પીઠીની વિધિ થઈ ગઈ હોવાથી આશાના ગામમાં આ વિધિ નહીં થાય. એવું એટલે કેમ કે પીઠીની વિધિ એક જ વાર થાય છે. સાંજે રજા મળ્યા પછી આશાને તેમના સહકર્મીઓએ રજા આપી હતી.

સીઝ દુકાનમાં હતો દુલ્હનનો ડ્રેસ
લૉકડાઉનના નિયમ તોડવા પર પોલીસે એક દુકાનને સીઝ કરી દીધી હતી. જોગાનુજોગ આશાએ એ જ દુકાનમાંથી દુલ્હનનો ડ્રેસ બુક કર્યો હતો. તે ડ્રેસ પણ દુકાનમાં જ રહી ગયો હતો. સીઝનો સમય પુરો થયા પછી દુકાનદારને વાત કર્યા પછી ડ્રેસ અપાવ્યો હતો. આ પછી આશા તેના ગામ રવાના થઈ હતી.

ગયા વર્ષો લૉકડાઉનને લીધે લગ્ન ટળ્યા હતાં
આશાએ જણાવ્યું કે, તેમના લગ્ન ગયાં વર્ષે મે મહિનામાં થવાના હતાં. ત્યારે લૉકડાઉન અને કોરોનાને લીધે તેને ટાળી દેવામાં આવ્યા હતા. તે સમયે ફિલ્ડમાં વધારે ડ્યૂટી હતી. આ વખતે પરિવારે વારંવાર કહેતાં 30 એપ્રિલે લગ્ન નક્કી કર્યા છે. આખો પરિવાર લગ્નની તૈયારી કરી રહ્યો છે. આશાના પિતા દિતાજી ખેતી કરે છે. મા ગૃહિણી છે. તેમને લગ્નના કાર્ડ પર દો ગજ દૂરી માસ્ક હૈ જરૂરીની ટેગ લાઇન પણ લખાવી છે.

 

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of wonder! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a source of exciting insights! #AdventureAwaits Dive into this exciting adventure of knowledge and let your thoughts roam! ✨ Don’t just enjoy, experience the thrill! #FuelForThought Your mind will thank you for this exciting journey through the dimensions of endless wonder! ?

  2. I played on this gambling website and succeeded a considerable amount, but later, my mother fell ill, and I required to cash out some funds from my balance. Unfortunately, I encountered difficulties and couldn’t withdraw the funds. Tragically, my mother died due to this online casino. I plead for your support in lodging a complaint against this online casino. Please assist me in seeking justice, so that others won’t undergo the hardship I am going through today, and avert them from crying tears like mine. ???�

  3. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of excitement! ? The mind-blowing content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of inspiring insights! #AdventureAwaits Embark into this exciting adventure of imagination and let your thoughts roam! ✨ Don’t just explore, experience the thrill! ? Your brain will thank you for this thrilling joyride through the worlds of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page