Tuesday, April 16, 2024
Google search engine
HomeGujaratટાયર ફાટતા ઈકો કાર પલ્ટી મારીને ઢસડાઈ ગઈ, ભાવી દંપતીના લગ્નના કોડ...

ટાયર ફાટતા ઈકો કાર પલ્ટી મારીને ઢસડાઈ ગઈ, ભાવી દંપતીના લગ્નના કોડ અધૂરા રહ્યા

રાજકોટ જિલ્લાના ઉપલેટા નજીક ગમખ્વાર અકસ્માત થયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલી ઇકો કારનું અચાનક જ ટાયર ફાટતા પલ્ટી મારી ઢસડાઇ હતી અને કારનો એક બાજુનો આખો ભાગ જ ચીરાઇ ગયો હતો. પોરબંદર હાઈવેથી ઉપલેટા તરફ ઇકો કાર આવી રહી હતી અને તેમાં પાંચ લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં ફરવા નીકળેલું ભાવિ દંપતી લિખિતાબેન કમલેશભાઈ નિમાવત અને અર્જુનભાઈ કૌશિકભાઈ નિરંજનીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણ વ્યક્તિને ઇજા પહોંચતા ઉપલેટા સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. પરંતુ બેની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડાયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પોરબંદર હાઈવે તરફથી ઉપલેટા બાજુ આવી રહેલી ઇકો કારનું અચાનક ટાયર ફાટી ગયું હતું. ટાયર ફાટવાને કારણે કાર પલ્ટી મારી ગઈ હતી. કારમાં સવાર બે લોકોના મોત થયા છે. જેમાં એક યુવક અને એક યુવતી સામેલ છે.

આ બંનેની સગાઈ થઇ ગઇ છે અને થોડા સમય પછી જ લગ્ન કરવાના હતા. જ્યારે અન્ય ત્રણને પણ ઈજા પહોંચી છે. ભાવિ દંપતીના મોતની સાથે અન્ય ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચતા ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં અકસ્માતમાં ઈજાઓ પહોંચેલ ત્રણ વ્યકિતઓમાંથી બે વ્યક્તિને વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

ગણોદ પાટીયા નજીક દ્વારકેશ હોટલ પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ઇકો કારના એક ભાગના પતરા ચીરાઇ ગયા હતા.

અકસ્માતની જાણ થતા 108 તેમજ હાઇવે પેટ્રોલિંગ, મેડિકલ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને ઉપલેટા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ તો પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. I played on this online casino site and succeeded a substantial cash, but after some time, my mom fell ill, and I required to take out some earnings from my casino account. Unfortunately, I encountered difficulties and could not complete the withdrawal. Tragically, my mom died due to such online casino. I plead for your support in bringing attention to this site. Please assist me in seeking justice, so that others won’t undergo the hardship I am going through today, and stop them from shedding tears like mine. ???�

  2. I played on this gambling site and earned a considerable sum of cash. However, later on, my mom fell critically ill, and I wanted to withdraw some earnings from my casino balance. Unfortunately, I encountered difficulties and couldn’t complete the withdrawal. Tragically, my mother died due to this casino site. I urgently plead for your help in bringing attention to this issue with the site. Please aid me in seeking justice, to ensure others do not face the anguish I’m facing today, and prevent them from experiencing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page