Thursday, April 11, 2024
Google search engine
HomeNationalમાતા-પિતા ચેતજો: સીડીની રેલિંગ વચ્ચેથી માસૂમ નીચે પટકાયો, પરિવાર તેના બર્થ-ડેની તૈયારીમાં...

માતા-પિતા ચેતજો: સીડીની રેલિંગ વચ્ચેથી માસૂમ નીચે પટકાયો, પરિવાર તેના બર્થ-ડેની તૈયારીમાં વ્યસ્ત હતો

કહેવાય છે કે નાના ભૂલકાઓ ફુલ જેવા હોય છે. ઉછળકૂદ કરતાં નાના બાળકો જ્યાં સુધી સમજણા ન થાય ત્યાં સુધી તેનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. ક્યારેક થોડીક ગફલતથી પણ આખી જિંદગી રડવાનો વારો આવે છે. આવો જ એક હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. એક દર્દનાક ઘટનામાં એક વર્ષનો બાળક 12માં માળેથી સીડીની રેલિંગના ગેપમાંથી નીચે પટકાઈને મોતને ભેંટ્યો હતો. આજે બાળકનો પહેલો જન્મ દિવસ હતો અને પરિવાર જન્મદિવસની ઉજવણની તૈયારીમાં વ્યસ્ત હતો. આઘાતજનક વાત તો એ છે કે બાળકો નીચે પટકાયાના અઢી કલાક બાદ પરિવારને જાણ થઈ હતી.

આ હચમચાવી દેતો બનાવ ગ્રેટર નોઈડામાં બન્યો છે. અહીંની ‘કાસા ગ્રીન 1’ નામની લક્ઝુરિયર્સ સોસાયટીના 12માં માળે સત્યેન્દ્ર કસાના નામનો યુવક તેના પરિવાર સાથે રહે છે. તેમનો એક વર્ષનો દીકરો રિવાન કસાના 12માં માળના ફ્લોર પર રમી રહ્યો હતો. રમતા-રમતા તે પરિવારની નજરથી દૂર થઈને સીડીની રેલિંગ વચ્ચેથી નીચે પડ્યો હતો.

બર્થ-ડેની તૈયારી ચાલતી હતી: ઘટના સમયે સત્યેન્દ્ર કસાના અને તેમનો પરિવાર દીકરાના બર્થ-ડેની તૈયારીઓ કરી રહ્યો હતો. દરમિયાન એક વર્ષનો રિવાન કોઈક રીતે ઘરની બાહર નીકળીને લિફ્ટની પાસે રમવા લાગ્યો હતો. ત્યાર બાદ તે રમતો રમતો સીડી નજીક આવ્યો હતો. રિયાન અચાનક સીડીની રેલિંગ વચ્ચે નીકળીને નીચે ફસડાયો હતો. રિયાન થોડી વાર રેલિંગમાં ફસાઈ રહ્યો તો અને બાદમાં નીચે પડ્યો હતો.

ઘરે મહેમાન આવ્યા હતા: ચોંકાવનારી વાત એ છે કે પરિવારને બે-અઢી કલાક સુધી બાળક અંગે કોઈ જાણકારી નહોતી. મીડિયા રિપોર્ટ મુજબ પરિવારના બિલ્ડિંગમાં બે ફ્લેટ છે. બાળકના જન્મદિવસ પર તેના નાના, નાની અને બીજા સંબંધીઓ આવ્યા હતા. બાળક ફ્લેટની બહાર નીકળી ગયો હતો અને સીડી અને રેલિંગ વચ્ચેના ગેપમાંથી નીચે પટકાયો હતો.

પરિવારને બહુ મોડી ખબર હતી: રિયાન અંદાજે 1.30 વાગ્યે નીચે પડ્યો હતો. જોકે પરિવારના આ સોસાયટીમાં બે ફ્લેટ હોવાથી એક ફ્લેટના લોકોને લાગ્યું કે એ બીજા ફ્લેટમાં હશે. સાંજે અંદાજે 4 વાગ્યે ગાર્ડે લોહીથી લથપથ બાળક જોયું ત્યારે ઘટનાની જાણ થઈ હતી. સોસાયટીના લોકો પણ બિલ્ડરની ભૂલો કાઢીને સીડીઓની રેલિંગ વચ્ચે આટલો મોટો ગેપ ન હોવો જોઈએ.

RELATED ARTICLES

7 COMMENTS

  1. I participated on this online casino site and succeeded a considerable sum of money, but after some time, my mom fell sick, and I required to cash out some funds from my account. Unfortunately, I encountered difficulties and could not withdraw the funds. Tragically, my mom died due to this casino site. I request for your help in reporting this site. Please help me in seeking justice, so that others won’t have to experience the hardship I am going through today, and prevent them from shedding tears like mine. ????

  2. I engaged on this casino platform and managed a considerable cash, but eventually, my mom fell sick, and I required to cash out some money from my casino account. Unfortunately, I encountered problems and was unable to withdraw the funds. Tragically, my mother died due to such casino site. I implore for your assistance in reporting this online casino. Please help me to achieve justice, so that others won’t experience the suffering I am going through today, and prevent them from crying tears like mine. ???�

  3. I participated on this casino platform and succeeded a substantial sum of money, but later, my mother fell sick, and I required to cash out some earnings from my balance. Unfortunately, I encountered difficulties and was unable to finalize the cashout. Tragically, my mom died due to the casino site. I plead for your assistance in lodging a complaint against this website. Please help me to obtain justice, so that others won’t experience the suffering I am going through today, and stop them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page