પ્રીતિ બ્રહ્મભટ્ટ, અમદાવાદઃ હાલમાં વરસાદી માહોલ જામ્યો છે. આવા માહોલમાં ટેસ્ટી ને સ્પાઈસી ખાવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે. જોકે, વરસાદી માહોલમાં તબિયત ના બગડે તેનું પણ એટલું જ ધ્યાન રાખવાનું હોય છે. એટલે આજે અમે હેલ્થી રેસિપી લઈને આવ્યા છીએ. આજે બનાવા એકદમ હેલ્થી ગ્રીન પરાઠા.
સામ્રગીઃ
1 કપ રાગીનો લોટ
1 કપ જુવારનો લોટ
1 કપ બાજરીનો લોટ
1/2 કપ પાલકની પેસ્ટ
લાલ મરચું,
હળદર
ધાણાજીરું
1/2 કપ દહીં
1 ચમચી અજમો
આદુ-મરચા-લસણની પેસ્ટ
કોથમીર (બારીક સમારેલી)
તેલ
રીતઃ
1. સૌ પહેલાં કથરોટમાં તમામ લોટ ભેગ કરીને સૌ પહેલાં પાલકની પેસ્ટ, આદુ-મરચા-લસણની પેસ્ટ તથા થોડું તેલ નાખીને બરોબર મિક્સ કરવું
2. ત્યારબાદ હળદર, મરચું, ધાણાજીરું, કોથમીર, દહીં, અજમો, મીઠું નાખીને પરોઠા જેવો લોટ બાંધવો.
3. લોટ બંધાઈ જાય એટલે નાના નાના લૂવા કરીને પરોઠાં વણવા
4. નોન સ્ટીક તવી પર સહેજ તેલ લગાવીને પરોઠા શેકી લેવા.
5. ગરમાગરમ પરોઠા તૈયાર.
6. પરોઠા ગ્રીન ચટણી અથવા મસાલા ચા સાથે સર્વ કરો
આવી જ હેલ્થી રેસિપી માટે લાઈક અને સબસ્ક્રાઈબ કરો ફેસબુક તથા યુ ટ્યૂબ ચેનલ.
https://www.facebook.com/Nutrifooddiary/
https://youtube.com/channel/UCeSaotJ_O03qqhtxfCgjwhQ
Health green paratha recepi by preeti brahmbhatt is very useful for healthy diet lovers. Congratulation
very nice recipe…. simple, easy ND healthy…. will definitely try it… thank you for sharing it… keep sharing with new more interesting and healthy recipes… ?
Thank u priti mam for healthy recipies which is combination of proper nutrians and taste..i am always waiting for ur new videos for healthy stuff..