Sunday, September 1, 2024
Google search engine
HomeGujaratખેડૂતનો દીકરો DySP બન્યો, તલાટીથી લઈને ડઝનેક પરીક્ષાઓ કરી ચૂક્યો છે પાસ

ખેડૂતનો દીકરો DySP બન્યો, તલાટીથી લઈને ડઝનેક પરીક્ષાઓ કરી ચૂક્યો છે પાસ

સાંતલપુર તાલુકાના નાનકડા વૌવા ગામના ખેડૂત પુત્ર નવીન પૂંજાભાઈ આહિર ફક્ત 25 વર્ષની ઉંમરમાં ફક્ત 4 વર્ષમાં કલાસ થ્રી ક્લાર્ક, રેવન્યુ તલાટીથી લઈ GPSC સુધીની પરીક્ષામાં પાસ થઈ DYSP બન્યો છે. તેને તમામ પરીક્ષાઓ કોઈપણ કોચિંગ કલાસ વગર અને ચાલુ સરકારી ફરજ સાથે તનતોડ મહેનત કરી પાસ કરી સફળતા મેળવી છે. નવીન આહીર ક્લાસ વન બનવાના સપના સાથે 2017માં જ બી.ઇ મિકેનિકલ એન્જિનિયરિંગના અભ્યાસ સાથે જ સ્પર્ધાત્મક પરીઓની પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે તનતોડ મહેનત શરૂ કરી હતી.

પ્રથમ વર્ષમાં પ્રથમ પ્રયાસમાં કોચિંગ ક્લાસ વગર જ અભ્યાસની સાથે મહેનત કરી સૌ પ્રથમ 2017માં તલાટી રેવન્યુ તલાટી,તલાટી કમ મંત્રી અને ઓફિસ આસિસ્ટન્ટ 3 પરીક્ષાઓ એક જ વર્ષમાં પાસ કરી હતી. સચિવાલય ખાતે ઓફિસ આસિસ્ટન્ટમાં જોડાયા હતા. નોકરીની સાથે ક્લાસ વન બનવાનું સ્વપ્ન આંખમાં લઇ ફરજ બાદ વધતા સમયમાં તૈયારીઓમાં આપી રોજની 5થી 7 કલાકની મહેનત કરી 2020 GST ઇસ્પેક્ટરની પરીક્ષા પાસ કરી ત્યારબાદ એમાં જોડાઈ એટલામાં સંતોષ ન માની તૈયારીઓ શરૂ રાખી હતી. ફરી GPSC પરીક્ષા બીજા પ્રયાસમાં T. D. O અને PIની પરીક્ષા પાસ કરી હતી.

બંને ક્લાસ ટુની પરીક્ષા પરિણામ આવ્યા બાદ પણ સંતોષ ના માની કલાસ 1 નું સ્વપ્ન પૂર્ણ કરવા મહેનત શરૂ રાખી હતી. ત્રીજા પ્રયાસમાં સમગ્ર રાજ્યમાં 16મો ક્રમ પ્રાપ્ત કરી સીધો DYSPમાં પસંદગી પામ્યા છે. ત્યારે ફક્ત ચાર વર્ષમાં જ નોકરીની સાથે તનતોડ મહેનત કરી 7 સ્પર્ધાત્મક પરીક્ષાઓ એ પણ પ્રથમ પ્રયાસોમાં જ પાસ કરી સમગ્ર ચોરાડ પંથકમાં સૌપ્રથમ નાની વયના અને સીધા DYSP બનનાર પ્રથમ યુવાન છે. જેને લઈ સમગ્ર સમાજમાં અને જીલ્લામાં ગૌરવની લાગણી જોવા મળી હતી.

ચાર ભાઈઓ બધા એક સાથે 2017 માં નોકરીમાં લાગ્યા હતા
પૂંજાભાઈ આહીરને ચાર પુત્રો હતાં.જેમાં નવીનભાઈ સૌથી નાના છે.તેમના ત્રણ મોટા ભાઈ છે.જેમાં કે.પી.આહીર જે બાંધકામ ઈજનેર, બાબુભાઇ ગ્રાહક સુરક્ષા વિભાગમાં ક્લાર્ક અને માણદાભાઈ વનરક્ષક છે.જોગાનું જોગ તમામ ચારેય ભાઈઓ એકસાથે મહેનત કરતા હોય 2017માં જ એકસાથે નોકરીમાં લાગ્યા હતાં.

લોકોનું સાંભળી મેદાન છોડશો નહિ,ધીરજ સાથે મહેનત કરો મંઝીલ મળશે : નવીન આહીર
નવીન આહિરે જણાવ્યું હતું કે મારા પિતા મીઠું પકવતાં 2001માં ભૂકંપ આવતા અમે કચ્છમાં મજૂરી માટે ગયા હતા. જ્યાં મારા પિતા વાડીઓમાં ખેત મજૂરી કરતા હોય દર વર્ષે અલગ અલગ ગામમાં જતા. જેથી ધો 1થી7 હું અલગ અલગ ગામમાં જ ભણ્યો છું. બાદમાં 12 પાસ અને ગવર્મેન્ટ એન્જીનીયરિંગમાં અભ્યાસ કર્યો.અને ડીગ્રી કરી ડીગ્રી દરમ્યાન અભ્યાસ ખર્ચે કાઢવા પ્રાઇવેટ કોચિંગ કલાસ ચાલવતો જેમાંથી આવક આવતી એ અભ્યાસમાં ખર્ચ કરતો હતો.

મારા પરિવારનું સ્વપ્ન હતું છોકરો મારો મોટો અધિકારી બને એજ સ્વપ્ન પૂર્ણ કરવા તનતોડ મહેનત શરૂ કરી. હું બોલતો તો થોડી જીભ અટકાતી મિત્રો કહેતા તું ઇન્ટરવ્યૂમાં નપાસ થઈશ. મેં હિંમત ન હારી. એકબાદ એક ક્લાસ 3 અને 2 પ્રથમ પ્રયાસમાં પરીક્ષાઓ પાસ કરતો ગયો. પરંતુ GPSC પ્રથમ પ્રયાસમાં 20 ગુણ માટે નપાસ થયો એટલે હતાશ થવાના બદલે મહેનત વધારી ઇન્ટરવ્યૂમાં ભલે ઓછા આવે લેખિતમાં ગુણો વધારવા માટે બીજા પ્રયાસમાં મહેનત વધારી. TDO અને PI બન્ને પરીક્ષાઓ પાસ કરી.

હાલમાં PIમાં ડોક્યુમેન્ટ જમા કરાવ્યા એટલા માં જ GPSC પરિણામ આવ્યું અને પાસ થતાં મારુ સ્વપ્ન પૂર્ણ થયુ છે.હું સૌને કહેવા માગું છું.સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી.બસ ધીરજ રાખો અને મેદાન ન છોડો મંઝીલ અવશ્ય મળશે.મારુ એક લક્ષ છે.મારા વિસ્તારના વંચિત યુવાનોને શિક્ષણ મળે મદદરૂપ બનવું છે.ખાસ કરીને છોકરીઓનું ઉજ્જવળ ભવિષ્ય બને માટે મારો પ્રયાસ રહેશે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of wonder! ? The captivating content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of inspiring insights! #InfinitePossibilities ? into this cosmic journey of imagination and let your mind soar! ✨ Don’t just read, immerse yourself in the excitement! #BeyondTheOrdinary Your brain will be grateful for this exciting journey through the worlds of discovery! ?

  2. I played on this gambling site and earned a substantial sum of cash. However, later on, my mom fell critically sick, and I needed to take out some money from my casino balance. Unfortunately, I encountered issues and could not complete the withdrawal. Tragically, my mom passed away due to such online casino. I urgently request your assistance in bringing attention to this situation with the site. Please assist me to obtain justice, to ensure others do not endure the hardship I’m facing today, and prevent them from facing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments