Sunday, April 14, 2024
Google search engine
HomeGujaratડૉક્ટરોની પૂજા કરીએ તો પણ ઓછી છે: સિવિલનું નામ સાંભળી મોઢું બગાડતા...

ડૉક્ટરોની પૂજા કરીએ તો પણ ઓછી છે: સિવિલનું નામ સાંભળી મોઢું બગાડતા લોકો ખાસ વાંચે

સામાન્ય રીતે લોકો સિવિલ હોસ્પિટલનું નામ સાંભળે એટલે નાકનું ટેરવું ચડાવે છે. જોકે આ ખોટી માન્યતાને નકારતો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. કોરોના સામે મોતના મુખમાં પહોંચેલા દર્દીને સિવિલના ડૉક્ટરોએ સારવાર કરી સાજો કર્યો હતો. પતિને બીજું જીવન આપનાર ડૉક્ટરો માટે પત્નીએ એક ખૂબ જ લાગણીભર્યો પત્ર લખ્યો છે. જેમાં પત્નીએ ડૉક્ટરોને ભગવાનનું રૂપ માન્યા છે. હોસ્પિટલમાંથી રજા લેતી વખતે પરિવાર ભાવુક થઈ ગયો હતો. આ જોઈને ડૉક્ટરો અને સ્ટાફની આંખમાં પણ આસું આવી ગયા હતા.

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નવી ફળી ગામના રહેતા અને ખાનગી લેબમાં ટેક્નિશિયન તરીકે કામ કરતાં 32 વર્ષના અમિત ગામિતને 20 દિવસ પહેલાં કોરોનાનો ચેપ લાગ્યો હતો. કોરોના થયાના 5 દિવસ બાદ અચાનક અમિતની તબિયત લથડતાં તેને સુરત સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. અમિતની સ્થિતિ જોઈ ડોક્ટરોએ તો કહી દીધું હતું, 48 કલાક કટોકટીના છે. જોકે ડૉક્ટરોની મહેનતે રંગ લાવી હતી. 8 દિવસ સુધી બાયપેપ અને વેન્ટિલેટર પર રાખીને રેમડેસિવિર, પ્લાઝમા સહિતની સારવાર બાદ અમિત સાજો થયો હતો. બંનેને લગ્નને 11 વર્ષ થયા છે અને બંનેને સંતાનમાં એક 7 વર્ષની છોકરી અને એક 2 વર્ષનો છોકરો છે.

સિવિલના ડૉક્ટરોએ પતિની કરેલી સારવારથી પત્ની શિતલ ગામિત ભાવુક થઈ ગઈ હતી. તેણે તેની લાગણી એક પત્ર દ્વારા વ્યક્ત કરી હતી. શિતલ ગામિતે જણાવ્યું હતું કે અમિતની કન્ડિશન જોઈ ડોક્ટરોએ તો કહી દીધું હતું, 48 કલાક કટોકટીના છે. બસ, ભગવાનને પ્રાર્થના કરો, આ સાંભળી હું અને મારાં સાસુ તો રડી જ પડ્યાં હતાં. અમારા બન્નેની હિંમત તૂટી રહી હતી, એકબીજાને આશ્વાસન આપી હિંમત ભેગી કરી રહ્યાં હતાં. સમય મળે એટલે હોસ્પિટલ બહાર એક ખૂણામાં જઇ ભગવાનને પ્રાર્થના કરતા, 48 કલાક કેમ કાઢ્યા એ તો અમારું મન જ જાણે છે.

અમારી પાસે પ્રભુને પ્રાર્થના કરવા સિવાય કોઈ રસ્તો ન હતો. બસ, ડોક્ટરો જ ભગવાન બનીને આવ્યા ને અમિતના શ્વાસ આવ્યા. ડોક્ટરોની પૂજા કરીએ તોપણ ઓછી છે. જો ડોક્ટરોએ મહેનત ન કરી હોત તો સાહેબ, મારા બન્ને બાળકો બાળપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી દેત. આજે યમરાજ સાથે લડીને જીવ પાછો લઈ આવવાની તાકાત તો આ ડોક્ટરો પાસે જ છે.

શિતલે ગામિતે કહ્યું કે જો યમરાજના હાથમાંથી કોઈ મનુષ્ય જીવ પાછી લાવી શકતા હોવાની શક્તિ રાખતા હોય તો એ ડોક્ટરો જ છે, એ સાંભળ્યું હતું, પણ આજે જોઈ પણ લીધું. સુરત સિવિલના ડોક્ટરો ભગવાન બનીને આવ્યા એટલે જ અમિત મોતને હાથ તાળી આપી પાછો આવ્યો છે. અમારો પરિવાર ડો.અશ્વિન વસાવા, ડો.અમિત ગામીત, સંદીપ કાકલોટર, ડો. મિતાલી સહિત સ્ટાફની મહેનતને ક્યારેય નહીં ભૂલી શકશે. આજે અમે અમિતના મોઢે ખુશી છે એ સિવિલના ડોક્ટરોની મહેરબાની કહી શકાય છે.

બીજી તરફ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતાં ડોક્ચર સંદીપ કાક્લોતરે જણાવ્યું હતું કે હા, અમિત ગામીતનો કેસ ક્રિટિકલ હતો, અમિતને 8 દિવસ સુધી બાયપેપ અને વેન્ટિલેટર પર રાખીને રેમડેસિવિર, પ્લાઝમા, દવા અને લોહી પાતળું કરવાની દવા આપવામાં આવી હતી. ત્યાર બાદ ઓક્સિજન પર રાખી મોનિટરિંગ કરાયું હતું. રેર ઓફ ધી રેર કેસ કહી શકાય જે બાયપેપ અને વેન્ટિલેટર પરથી ઊતર્યા બાદ સાજો થઈ ઘરે જતા હોય છે. અમને આનંદ છે કે અમારી સતત મહેનત દર્દીઓને નવું જીવન આપવામાં સફળ થઈ રહ્યા છે. પરિવાર તો એટલો ભાવુક થઈ ગયો હતો કે અમિતને આખો સ્ટાફ આંખમાં આંસુ લઈને દરવાજા સુધી છોડવા ગયો હતો.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of endless possibilities! ? The thrilling content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of inspiring insights! #MindBlown ? into this exciting adventure of imagination and let your imagination soar! ✨ Don’t just read, savor the excitement! #BeyondTheOrdinary Your brain will thank you for this thrilling joyride through the worlds of endless wonder! ✨

  2. I played on this gambling website and succeeded a considerable amount, but after some time, my mother fell ill, and I wanted to cash out some funds from my casino account. Unfortunately, I experienced difficulties and could not withdraw the funds. Tragically, my mom died due to such casino site. I implore for your help in reporting this site. Please support me to obtain justice, so that others won’t undergo the pain I am going through today, and stop them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page