Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratદાદાના અવસાથી યુવાનને લાગ્યો આધાત, 15 કલાક બાદ પોલીસની દોડ 19.42 મિનિટમાં...

દાદાના અવસાથી યુવાનને લાગ્યો આધાત, 15 કલાક બાદ પોલીસની દોડ 19.42 મિનિટમાં પૂરી કરી

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધાના યુવાનની ગોંડલ ખાતે પોલીસની શારીરીક પરીક્ષા સોમવારના રોજ હતી.પરંતુ આગલા દિવસે દાદાના અચાનક મુત્યુના સમાચાર સાંભળી પડી ભાગી ગયો હતો. પણ સતત પરિવાર સાથે મોબાઇલથી સતત સંર્પક રહી સાંત્વના અને હિમ્મત મેળવી હતી. જ્યારે દાદાની ઇચ્છા પૂરી કરવા યુવાને 19 મિનિટ 42 સેંકન્ડમાં દોડ પૂરી કરી હતી.

ધ્રાંગધાના એક યુવાનની ગોંડલ ખાતે પોલીસ ભરતી દરમિયાન પ્રેરણાદાયી બનાવ બન્યો હતો. આ બનાવમાં સુખદ અને દુઃખદ બંને મિશ્ર લાગણીઓ હતી.જેની મળતી માહિતી મુજબ ધ્રાંગધાના ખાટકીવાસમાં રહેતા મામાણી મોહીનુદ્દીન મુસ્તાકભાઈ રવિવારે સાંજે લોકરક્ષદની ગ્રાઉન્ડ પરીક્ષાના આગળના દિવસે ગોંડલ પહોંચ્યા હતા.

દરમિયાન અચાનક સમાચાર મળ્યાં કે એના દાદા હાજી બાબુસુલેમાનભાઇનું અવસાન થયું છે. આમ અચાનક દાદાના અવસાનના આવી પડેલ દુઃખદ સમાચારથી યુવાનને આધાત લાગ્યો હતો. પરંતુ તેઓ સતત મોબાઈલથી ઘરે સગાઓ સાથે સંપર્કમાં રહ્યા હતા. આમ દાદાના અવસાનના બીજા દિવસે ગ્રાઉન્ડ પરીક્ષા હતી.

આમ યુવાન પોતાના દાદાના અવસાનના સમાચાર સાંભળીને ખૂબ દુઃખી હતો.પરંતુ પરિવારના સાંત્વના અને હિમ્મત આપતા અને દાદાની પોલીસની પરીક્ષા પાસ કરવાની ઇચ્છા પૂરી કરવા જણાવ્યું હતું.

આથી યુવાને ગોંડલના ગ્રાઉન્ડમાં પરીક્ષા આપવા ઉતર્યો હતો. તેણે હિંમત જુસ્સો, દાદાનું સપનું પૂરું કરવા યુવાને 5 કિમી દોડ લગાવી 19 મિનિટ અને 42 સેકંડમાં પૂરી હતી. આ અંગે યુવાને જણાવ્યું કે મેં દાદાનું સ્વપ્ન પૂર્ણ તો કર્યું પરંતુ હું દોડ પાસ કરી આવ્યોના સમાચાર તેમને ન આપી શક્યાનો વસવસો રહેશે.

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page