Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratસવજીભાઈએ 185 કરોડમાં છ માળનું આખું બિલ્ડિંગ જ ખરીદી લીધું, જાણો કોણ...

સવજીભાઈએ 185 કરોડમાં છ માળનું આખું બિલ્ડિંગ જ ખરીદી લીધું, જાણો કોણ રહેશે અહીં?

બે દિવસ પહેલાં હાર્દિક અને કૃણાલ પંડ્યાએ મુંબઈમા 30 કરોડનો ફ્લેટ ખરીદી ધમાકો મચાવ્યો હતો. હવે સુરતના જાણીતા હિરાના બિઝનેસમેન સવજીભાઈ ધોળકિયાએ ધમાકો ચમાવ્યો છે. સવજીભાઈ ધોળકિયાએ મુંબઈના વરલી સીમાં અધધ 185 કરોડનો બંગલો ખરીદ્યો છે.

અંગ્રેજી અખબર ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે સવજીભાઈ ધોળકિયાની હરે કૃષ્ણ (એચકે) એક્સપોર્ટે છ માળનું આખે આખું બંગલા ટાઈપનું બિલ્ડિંગ ખરીદ્યું છે. જે પહેલાં એસ્સાર ગ્રુપની માલિકીનું હતું. 20 હજાર સ્કવેર ફૂટની આ રેસિડન્ટ પ્રોપર્ટી સવજીભાઈના નાનાભાઈ ઘનશ્યામભાઈ ધોળકિયાના નામે રજીસ્ટર કરવામાં આવી છે. આ બિલ્ડિંગમાં અંદાજે 15 એપાર્ટમેન્ટ છે.

અંગ્રેજી અખબર ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં ધોળકિયાએ જણાવ્યું હતું કે અમે અમારા સ્ટાફ અને પરિવારના સભ્યોને રહેવા માટે મુંબઈમાં અમુક પ્રોપર્ટી શોધી રહ્યા હતા. આ પ્રોપર્ટી અમે એસ્સાર ગ્રુપ પાસેથી ખરીદી છે. આ પ્રોપર્ટીનું લોકેશન એવી જગ્યાએ છે, જ્યાંથી અમારા વર્કપ્લેસ અને ઓફિસ સુધી પહોંચવામાં ખૂબ સરળતા રહેશે.

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે અમારું મેન્યુફેક્ચરિંગ યુનિટ સાંતાક્રુઝ ઈલેક્ટ્રોનિક એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન ((SEEPZ) SEZમાં છે. જ્યારે અમારી ઓફિસ બાન્દ્રા કુર્લા કોમ્પલેક્ષમાં છે. મુંબઈમાં અમારી પહેલાંથી જ અમુક રેસિડન્ટ પ્રોપર્ટી છે. પણ આ નવી પ્રોપર્ટીથી વધુ કર્મચારીઓ અને પરિવારના સભ્યોને રહેવાની સગવડ મળશે.

નોંધનીય છે કે સવજીભાઈ ધોળકિયા સારુ પર્ફોર્મ કરનારા કર્મચારીઓને કાર અને ઘર ગિફ્ટ આપીને દેશભરમાં લાઈમ લાઈટમાં આવ્યા હતા. આજે સવજીભાઈ ધોળકિયાની હરે કૃષ્ણ (એચકે) એક્સપોર્ટેનું આજે વાર્ષિક 7000 કરોડનું ટર્નઓવર છે.

મૂળ અમરેલીના દુધાળા ગામના વતની સવજીભાઈ ધોળકિયાએ આ મુકામ સુધી પહોંચવામાં ખૂબ સંઘર્ષ કર્યો છે.સવજીભાઇ 1977માં 12.50 રૂપિયાની એસટી ટિકિટ ખર્ચીને સુરત આવ્યા હતા. સવજીભાઈએ 1978માં હીરાઘસુ તરીકે કામ શરૂ કર્યું હતું. તેમને મહિને 169 રૂપિયા પગાર મળતો હતો.

સવજીભાઈએ 1980માં સુરતના મહિધરપુરા લીમડા શેરી ખાતે બે હીરાની ઘંટી શરૂ કરી હતી અને રૂપિયા 25 હજાર કમાણી કરી હતી. રૂપિયા 10 હજાર ઉછીના લઇને વરાછા રોડ ઘનશ્યામ નગરમાં રૂપિયા 35 હજારમાં મકાન ખરીદ્યુ હતું. સવજીભાઈએ બાદમાં મહિને એક લાખ રૂપિયા કમાવાનું લક્ષ્ય બનાવ્યું હતું. આ માટે 1 લાખ વ્યાજે લઇને નવેસરથી હીરાનું કારખાનું શરૂ કર્યું હતું. બાદમાં સવજીભાઈએ ક્યારેય પાછું વળીને જોયું નથી.

સવજીભાઈ અનેક સેવાકીય પ્રવૃત્તિ પણ કરે છે. તેમણે વતન દુધાળામાં અનેક તળાવો બાંધ્યા છે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of endless possibilities! ? The thrilling content here is a thrilling for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a source of exciting insights! #MindBlown Dive into this exciting adventure of discovery and let your imagination fly! ✨ Don’t just read, savor the thrill! #FuelForThought Your mind will be grateful for this exciting journey through the worlds of discovery! ?

  2. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of excitement! ? The mind-blowing content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exhilarating insights! #InfinitePossibilities Embark into this thrilling experience of imagination and let your imagination roam! ? Don’t just read, immerse yourself in the thrill! #BeyondTheOrdinary Your mind will thank you for this exciting journey through the dimensions of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page