Saturday, April 13, 2024
Google search engine
HomeFeature Rightઆ તસવીર જોઈને શું લાગે છે? યુવતીએ દાદીની ઉંમરની મહિલા સાથે કર્યા...

આ તસવીર જોઈને શું લાગે છે? યુવતીએ દાદીની ઉંમરની મહિલા સાથે કર્યા લગ્ન

લંડન: લંડનમાં હાલમાં એક લગ્નએ મીડિયાનું ધ્યાન ખેંચ્યું છે. લંડનમાં 24 વર્ષીય યુવતીએ 61 વર્ષની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે. ડેટિંગ સાઈટ ટીન્ડર પર એક વર્ષ પહેલાં થયેલી મુલાકાત હવે લગ્નગ્રંથીમાં ફેરવાઈ છે.

મૂળ બ્રાઝિલની 24 વર્ષીય યુટ્યુબ સ્ટાર અને સિંગર જુલિયા ફ્રેસ્ટે મૂળ અમેરિકાની 61 વર્ષીય પોલિટિકલ કોરેસપોન્ડેન્ટ એલીન સાથે લગ્ન કર્યા છે. બંનેની આજથી એક વર્ષ પહેલા ટીન્ડર પર મુલાકાત થઈ હતી. લંડનના લિવરપુલ સ્ટ્રીટમાં આવેલી ફાઈવ સ્ટાર હોટેલમાં વેડિંગ સેરેમની યોજાઈ હતી. બંનેએ વ્હાઈટ કલરનો ડ્રેસ પહેર્યો હતો અને પિંક કલરના વાળ કરાવ્યા હતા.

બંને વચ્ચે 37 વર્ષની ઉંમરનો તફાવત છે. જોકે બંનેના ફેમિલીને આ લગ્ન સામે કોઈ વાંધો નથી. બંનએ એ વાતનો એકરાર કર્યો હતો કે ઉંમરમાં 40 વર્ષનો તફાવત હોવાથી લગ્નમાં ઉપસ્થિત લોકો તેમને કન્યાની દાદી સમજતા હતા.

જુલિયાએ કહ્યું હતું કે ”અમને બંનેને લોકો તરફથી ખરાબ કમેન્ટ્સ જ મળે છે, કારણ કે અમારી વચ્ચે ઉંમરનો તફાવત બહુ છે અને અમે બંને લેસ્બીયન છીએ. હજી સોસાયટીમાં ઘણા હોમોફોબિક લોકો છે. ”

જુલિયાએ ક્હ્યું હતું કે લગ્નમાં ઉપસ્થિત રહેવા માટે તેના મમ્મી , આન્ટી અને બેસ્ટ ફ્રેન્ડ બ્રાઝિલથી આવ્યા હતા. એક આન્ટી જર્મની પણ આવ્યા હતા. જ્યારે એલીનના સંબંધીઓ અમેરિકાથી લગ્નમાં ભાગ લેવા આવ્યા હતા. આમ અલગ-અલગ દેશોથી લોકો લગ્નમાં ઉપસ્થિત રહ્યા હોવાથી અમને ખૂબ જ આનંદ થયો હતો.

 

 

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of endless possibilities! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of inspiring insights! #AdventureAwaits Dive into this exciting adventure of imagination and let your imagination fly! ? Don’t just enjoy, savor the excitement! #FuelForThought Your brain will be grateful for this thrilling joyride through the realms of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page