Friday, April 12, 2024
Google search engine
HomeNationalચાલતી બાઇક પર પ્રેમી-પ્રેમિકા એકબીજાને ચીપકીને કિસ કરવામાં હતા મશગૂલ, જુઓ તસવીરો

ચાલતી બાઇક પર પ્રેમી-પ્રેમિકા એકબીજાને ચીપકીને કિસ કરવામાં હતા મશગૂલ, જુઓ તસવીરો

એક યુવક તથા યુવતીએ ચાલતી બાઈક પર એકબીજાને કિસ કરી હતી. ચાલતી બાઈકની ટાંકી પર યુવતી પોતાના પ્રેમીને તસોતસ ચોટી ગઈ હતી. એક કાર ચાલકે જ્યારે તેમનો વીડિયો બનાવ્યો તો યુવકે બાઈકની સ્પીડ વધારીને જતો રહ્યો હતો. જાહેરમાં બિભત્સ વર્તનોનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયો બહાર આવતા પોલીસે લવબર્ડની શોધખોળ આદરી છે.

આ કિસ્સો મધ્યરપ્રદેશની રાજધાની ભોપાલનો છે. અહીંના વીઆઈપી રોડ પર લક્ઝુરિયર્સ બાઈક પર એક લવબર્ડ ફરવા નીકળ્યું હતું. યુવતી બાઈકની ટાકી પર અવડી બેસી ગઈ હતી અને યુવકને બાથ ભીડી લીધી હતી.

વીડિયો સોમવાર, 6 સપ્ટેમ્બર હોવાનું ચર્ચાય છે. અંદાજે 13 સેકન્ડના આ વીડિયોથી પોલીસ પણ આ અંગેની તપાસ કરે છે. પોલીસે વીડિયોના આધારે અન્ય સીસીટીવી ફૂટેજ શોધવાનું શરૂ કર્યું છે. ગાડી નંબરના આધારે યુવકની ઓળખ કરી શકાય.

બેદરકારીથી બાઈક ચલાવવાનો ગુનો બની શકે છેઃ એસી નોર્થ વિજય ખત્રીએ કહ્યું હતું કે જોખમી રીતે એક યુવક તથા યુવતી ગાડી ચલાવતા હોવાનો કેસ સામે આવ્યો છે. વીડિયોને આધારે યુવકની ઓળખ થાય તેવી શક્યતા છે. અત્યાર સુધી કોઈએ પોલીસને આ અંગે ફરિયાદ કરી નથી. યુવક જે રીતે બાઈક ચલાવતો હતો તે પોતાના તથા અન્ય માટે જોખમી હતું. તેના વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

બાઈક સ્ટંટના કેસ વધી રહ્યા છેઃ VIP રોડ હંમેશાં યુવકો બાઇક પર સ્ટંટ કરતા હોય છે. અહીંયા મોડી રાત્રે યુવક બાઇક પર મસ્તી કરતાં પકડાઈ ચૂક્યા છે. ત્યારબાદ પોલીસે આ રોડના બંને પોઇન્ટ પર ઊભા રહેવાનું નક્કી થયું હતું. જોકે, હવે માત્ર સાંજે જ પોલીસ ઊભી રહે છે.

એસપી નોર્થે પણ સ્ટંટ કરનારા વિરુદ્ધ કાર્યવાહી કરી હતીઃ આ પહેલાં નોર્થ એસીપી તરીકે કામ કરતાં આઈપીએસ અરવિંદ સક્સેનાના સમયમાં બાઇક પર સ્ટંટ કરનારા વિરુદ્ધ અનેક કાર્યવાહી કરવામાં આવી હતી. એસપી નોર્થે બાઇકને મોડીફાઇ કરાવીને સાયલેન્સરનો અવાજ બદલનારા વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ હતી. સ્ટંટ કરનારા સાયલન્સરને મોડી ફાઇ કરાવે છે. સાયલન્સરમાં બંદૂકમાંથી ગોળીનો અવાજ એવો અવાજ આવતો હતો. આનાથી અન્ય વાહનચાલકો ડરી જતા હતા. અરવિંદ સક્સેનાએ આ લોકો પર કડક કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page