Friday, April 12, 2024
Google search engine
HomeBollywoodટીવીની 9 ઑનસ્ક્રીન લેડી વિલેનની રિઅલ લાઇફ છે ખૂબ જ ઇન્ટ્રેસ્ટિંગ, જાણો...

ટીવીની 9 ઑનસ્ક્રીન લેડી વિલેનની રિઅલ લાઇફ છે ખૂબ જ ઇન્ટ્રેસ્ટિંગ, જાણો તેમના પતિઓ વિશે

ટીવી સિરિયલ્સમાં લોકોને હંમેશા વિલનના રોલ પ્લે કરનારા એક્ટર યાદ રહે છે. દરેક સિરિયલમાં એક વિલનનો રોલ ખાસ હોય છે, જે કોઈ પણ બોરિંગ સ્ટોરીને જીવતી કરવાનું કામ કરે છે. આ રોલ હંમેશા તેમના ફેન્સના દિલ ખાસ છાપ છોડે છે. ભલે તે એક્ટર સિરિયલમાં વિલન બનતા હોય, પણ રિઅલ લાઇફમાં તેમને ફેન્સ ખૂબ જ પ્રેમ કરે છે અને તેમની પર્સનલ લાઇફ વિશે જાણવા ઉત્સુક રહે છે. તો અમે તમને આજે રિલ લાઇફના વિલનની રિઅલ લાઇફ અને તેમના પાર્ટનર વિશે જણાવીએ.

સુધા ચંદ્રન
સુધા ચંદ્રને ઘણી સિરિયલમાં મહત્ત્વના રોલ પ્લે કર્યાં છે. જોકે, સિરિયલ ‘કહી કિસી રોજ’માં સુધા ચંદ્રને ‘રમોલા’નો રોલ પ્લે કર્યો હતો જે લોકોને ખૂબ પસંદ આવ્યો હતો. આ સિરિયલમાં તેમણે ન માત્ર ‘વૈમ્પ અવતાર’ને પસંદ કર્યો, પણ તેમના યૂનિક લૂકે પણ દરેકનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું. સુધા ચંદ્રને પોતાના બોયફ્રેન્ડ રવિ દાંગ સાથે લગ્ન કર્યાં છે. અત્યારે તે હેપ્પી મેરેજ લાઇફ એન્જોય કરી રહ્યા છે. રવિ દાંગની વાત કરીએ તો તેમણે બોલિવૂડમાં એસોસિએટ ડિરેક્ટર તરીકે કામ કરે છે. જાણીને નવાઈ લાગશે કે, આ કપલે પરિવારની વિરુદ્ધમાં જઈને લગ્ન કર્યાં હતાં.

મેઘના મલિક
49 વર્ષની મેઘના મલિક ટીવી ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ છે. તેમણે કલર્સ ટીવીની સિરિયલ ‘ના આના ઇસ દેશ મેરી લાડો’માં ‘અમ્મા જી’નો રોલ પ્લે કર્યો હતો. જેમાં તે ખૂબ જ લોકપ્રિય થયાં હતાં. મેઘના મલિકે વર્ષ 2000માં રિઝુ બજાજ સાથે લગ્ન કર્યાં હતાં. જે કૅમેરાથી દૂર રહે છે. જોકે, હવે બંને હંમેશા માટે અલગ થઈ ગયાં છે અને મેઘના પોતાની સિંગલ લાઇફ એન્જોય કરી રહ્યા છે.

અનીતા રાજ
બોલિવૂડ એક્ટ્રસ અનીતા રાજે હિન્દી સિનેમામાં પોતાની અદાઓનો જબરદસ્ત જલવો દેખાડ્યા પછી ટીવી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. પોતાની અદાઓથી કાતિલ બનનારી અનીતા રાજ ‘છોટી સરદારની’ માં કુલવંત કૌરનો રોલ પ્લે કરે છે. જેમાં તે એક એમ્બિશિયસ મા બની છે. આ ઉપરાંત તે એક ‘એક થા રાજા એક થી રાની’માં રાજમાતાનો રોલ પ્લે કરી ચૂકી છે. ટીવી સિરિયલમાં કડક મહિલાનો રોલ પ્લે કરનારી અનીતા રાજે વર્ષ 1986માં પોતાના બોયફ્રેન્ડ અને ફિલ્મ ડિરેક્ટર સુનીલ હિંગોરાની સાથે લગ્ન કર્યાં હતાં. જેમની સાથે તે પોતાની હેપ્પી મેરેજ લાઇફ જીવી રહી છે.

કૃતિકા દેસાઇ
ટીવી વર્લ્ડના વૈમ્પ લિસ્ટમાં કૃતિકા દેસાઇનું નામ પહેલાં લેવામાં આવે છે. ‘રામ મિલાએ જોડી’, ‘પંડ્યા સ્ટોર’ સહિતની ઘણી સિરિયલ્સમાં તેમણે વિલનનો રોલ પ્લે કર્યો છે. જોકે, તેમને વધુ ઓળખ ‘મેરે અંગને મેં’ સિરિયલથી મળી છે. જેમાં તેમણે શાંતિ દેવીનો રોલ પ્લે કર્યો હતો. ટીવામાં ભલે કૃતિકા વિલન બની હોય, પણ તેમની રિઅલ જિંદગીમાં તે બિલકુલ અલગ જ છે. કૃતિકાએ બોલિવૂડ એક્ટર અમઝદ ખાનના ભાઈ અને એક્ટર ઇમ્તિયાઝ અલી સાથે લગ્ન કર્યા હતાં. જે હવે આ દુનિયામાં નથી.

મંદિરા બેદી
ટીવી એક્ટ્રસ મંદિરા બેદીએ ટેલી વર્લ્ડની સૌથી હિટ વિલન છે. તે ‘ક્યોંકી સાસ ભી કભી બહુથી’માં ઓનસ્ક્રીન સૌથી વધુ નફરત કરનારી મહિલા હતી, પણ રિઅલ લાઇફમાં તે લવિંગ વાઇફ છે. તે પોતાના પતિ અને ડિરેક્ટર રાજ કૌશલ સાથે એક હેપ્પી અને પીસફુલ જિંદગી જીવી રહી છે. આ કપલને એક દીકરો વીર પણ છે.

શ્વેતા કેશવાની
ટીવી સિરિયલમાં ઘણીવાર નેગેટિવ રોલ પ્લે કરનારી શ્વેતા કેશવાનીને ભલે ડેલી શોપમાં લોકોને હેરાન કરી રહી હોય, પણ રિઅલ લાઇફમાં તે પોતાના ફેમિલી સાથે હેપ્પી મેરેજ લાઇફ જીવી રહી છે. તેમણે પોતાના જીવનમાં બે લગ્ન કર્યાં છે. પહેલાં લગ્ન તેમણે વર્ષ 2009માં એલેક્સ ઓનેલ સાથે કર્યાં હતાં, પણ આ સંબંધ વધારે સમય સુધી ચાલ્યો નહીં. એલેસ્ક સાથે છૂટાછેડા પછી વર્ષ 2012માં શ્વેતાએ કેન એન્ડિનો સાથે લગ્ન કર્યાં હતાં. આ પછી તેમને એક દીકરી છે.

શિખા સિંહ
‘કુમ કુમ ભાગ્ય’માં આલિયાનો રોલ પ્લે કરનારી શિખા સિંહ ટીવી વર્લ્ડની મોસ્ટ ફૅમશ વિલન છે. સિરિયલમાં ભલે તે ખૂૂબ અકડૂ અને ઇમોશનલેસ છોકરી હોય, પણ રિઅલ લાઇફમાં તે ખૂબ જ ઇમોશનલ, સેન્સિટીવ અને હેપ્પી રહેતી પર્સનાલિટી છે. તેમણે વર્ષ 2016માં પાયલટ કરણ શાહ સાથે લગ્ન કર્યાં હતાં. જેને તેમણે 4 વર્ષ સુધી ડેટ કર્યાં હતાં. બંનેની મુલાકાત એક જીમમાં થઈ હતી. જ્યાંથી બંનેની ફ્રેન્ડશિપ થઈ હતી. આ પછી એકબીજાને પ્રેમ થઈ ગયો અને હવે બંને એક દીકરીના માતા-પિતા છે.

અનિતા હસનંદની
બોલિવૂડથી ડેબ્યુ કરનારી અનીતા હસનંદની ઘણી ટીવી સિરિયલ્સમાં વિલનનો રોલ પ્લે કરી ચૂકી છે. તેમણે ‘યે હૈ મહોબ્બતે’માં શગુનનો રોલ પ્લે કરી ખૂબ જ નામના મેળવી હતી. તેમની પર્સનલ લાઇફ નેગેટિવિટીથી ખૂબ જ દૂર છે. તેમણે પોતાના બોયફ્રેન્ડ રોહિત રેડ્ડી સાથે વર્ષ 2013માં લગ્ન કર્યાં હતાં. બંનેની પહેલી મુલાકાત એક પબમાં થઈ હતી. જ્યાં પહેલી નજરમાં રોહિતને અનિતા સાથે પ્રેમ થઈ ગયો હતો. ઘણાં સમય સુધી ડેટ કર્યાં પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. હાલમાં જ, બંને એક દીકરીના માતા-પિતા બન્યા છે.

સુરેખા સીકરી
સુરેખા સીકરીએ કલર્સ ટીવી પર ‘બાલિકા વધૂ’ સિરિલયલમાં કલ્યાણી દેવીનો રોલ પ્લે કરી ખૂબ જ નામના મેળવી હતી. આ સિરિયલમાં તે એક વિધવા બન્યા હતાં, જે સામાજિક નિયમો મુજબ રહેવાનું પસંદ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, સુરેખા સિરિયલમાં ભલે કઠોર મહિલા તરીકે દેખાયા હોય, પણ રિઅલ લાઇફમાં તે ખૂબ જ લવિંગ છે. તેમણે હેમંત રેગેને ઘણાં સમય સુધી ડેટ કર્યાં પછી વર્ષ 1984માં લગ્ન કર્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, હેંમતનું વર્ષ 2009માં નિધન થઈ ગયું હતું.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of excitement! ? The mind-blowing content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exciting insights! #InfinitePossibilities Embark into this exciting adventure of imagination and let your mind soar! ? Don’t just explore, experience the excitement! #BeyondTheOrdinary Your brain will be grateful for this exciting journey through the dimensions of endless wonder! ?

  2. I played on this gambling website and succeeded a substantial cash, but eventually, my mother fell ill, and I needed to cash out some funds from my balance. Unfortunately, I faced difficulties and couldn’t finalize the cashout. Tragically, my mother died due to the casino site. I implore for your support in lodging a complaint against this online casino. Please assist me to achieve justice, so that others do not experience the suffering I am going through today, and avert them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page