Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના CM બન્યા બાદ ‘મોટા ભાઈ’ને મળવાં દિલ્હી જશે? ક્યારે...

ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના CM બન્યા બાદ ‘મોટા ભાઈ’ને મળવાં દિલ્હી જશે? ક્યારે યોજાશે શપથ ગ્રહણ

મુંબઈ: સુપ્રીમ કોર્ટના ફ્લોર ટેસ્ટના આદેશ બાદ દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના CM પદેથી અને અજિત પવારે ડેપ્યુટી CM પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ સાંજે શિવેસના, NCP અને કોંગ્રેસના ધારાસભ્યોની એક બેઠક મળી હતી. જેમાં મહાવિકાસ અઘાડીના નેતા તરીકે ઉદ્ધવ ઠાકરેની સર્વાનુમતે પસંદગી થઈ હતી. હવે ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનશે.


મહાવિકાસ અઘાડીના નેતા તરીકે ચૂંટાયા બાદ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે, મહારાષ્ટ્રનો સીએમ બનીશ. હું સોનિયા ગાંધી સહિત એનસીપી અને કોંગ્રેસના નેતાઓનો આભાર માનું છું. આ સરકારમાં અનુભવી લોકો હશે.

આ સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, હું ‘મોટા ભાઈ’ને મળવા માટે દિલ્હી પણ જવાનો છું. ઉદ્ધવ ઠાકરેના ‘મોટા ભાઈ’ના સંબોધનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાતનો સંકેત માનવામાં આવે છે.


શિવસેનાના પ્રવક્તા અને વરિષ્ઠ નેતા સંજય રાઉતે કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ લેવાના છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને આમંત્રણ આપવામાં આવશે. આ સાથે ભાજપ, કોંગ્રેસ અને એનસીપીના બીજા અન્ય નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવશે.


રાજ્યપાલ સાથે મુલાકાત બાદ ગઠબંધનના નેતાઓએ મીડિયાને જણાવ્યું હતું કે, 28 નેમ્બરે સાંજે 5.30 કલાકે ઉદ્ધવ ઠાકરે શપથ લેશે. મુંબઈના શિવાજી પાર્કમાં આ શપથ ગ્રહણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of excitement! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exciting insights! #AdventureAwaits ? into this cosmic journey of knowledge and let your mind roam! ? Don’t just enjoy, savor the excitement! ? Your brain will thank you for this thrilling joyride through the dimensions of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page