Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratબુલેટ પર પિસ્તોલ દેખાડી યુવકે ખુલ્લેઆમ પોલીસને ફેંક્યો પડકાર, કોણ છે આ...

બુલેટ પર પિસ્તોલ દેખાડી યુવકે ખુલ્લેઆમ પોલીસને ફેંક્યો પડકાર, કોણ છે આ શખ્સ?

સુરત શહેરમાં યુવાનો સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ પ્રકારના વીડિયો વાઈરલ કરતા હોય છે. સમયાંતરે અનેક વિવાદાસ્પદ વીડિયો સામે આવતા રહે છે. ફરી એક વીડિયો વાઈરલ થયો હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં યુવક તેના મિત્ર સાથે બાઈક ઉપર બેસીને હાથમાં પિસ્તોલ રાખે છે અને જાહેર સ્થળો ઉપર સિગારેટ પીતો પીતો પસાર થાય છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થયો છે. એક તરફ રાત્રી કર્ફ્યુના નિયમનું ઉલ્લંઘન છે તો બીજી તરફ જાહેરમાં હથિયાર સાથે લઈને આ શખ્સ કાયદો-વ્યવસ્થાના ડર વગર ફરતો દેખાઈ રહ્યો છે.

યુવાનોમાં વીડિયો વાઈરલ કરવાનો એક પ્રકારનો ક્રેઝ
યુવાનો સોશિયલ મીડિયા ઉપર સસ્તી પ્રસિદ્ધિ માટે કાયદાનું ઉલ્લંઘન કરીને સ્ટંટ કરતા અવારનવાર વીડિયો વાઈરલ કરતા હોય છે. આ વીડિયોમાં પણ જે યુવક છે તેનું નામ નિક ઓડેદરા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ અગાઉ પણ તેણે પોતાના સોશિયલ મીડિયા ઉપર આવા અનેક વીડિયો મુક્યા હોવાનું પણ જણાય આવે છે. જે વીડિયો વાઈરલ થયો છે તેમાં તેના હાથમાં પિસ્તોલ દેખાઈ રહી છે. તે રીયલ પિસ્તોલ છે કે એર ગન લઈને ફરી રહ્યો છે તે તપાસનો વિષય છે.

નજીકના સૂત્રોના કહેવા પ્રમાણે એ પિસ્તોલ પણ રીયલ છે અને આવી રીતે ઘણીવાર વીડિયો પોસ્ટ કરતો હોવાનું જાણવા મળ્યું છે. પોતાના વિસ્તારમાં તેમજ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે આ પ્રકારના વીડિયો વાઈરલ કરવાનો એક પ્રકારનો ક્રેઝ ઊભો થતો દેખાઈ રહ્યો છે.

યુવાનોને કાયદાનું ઉલ્લંઘન કરવાનો પણ ડર લાગતો નથી
યુવાનોમાં સોશિયલ મીડિયાને લઈને એટલો ક્રેઝ છે કે અનેક વખત કાયદાનું ઉલ્લંઘન કરવાનો પણ તેમને ડર લાગતો નથી. ભૂતકાળમાં પણ જ્યારે આવા વીડિયો વાઈરલ થાય છે ત્યારે પોલીસ દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવે અને દાખલો બેસાડવામાં આવે તો આવા યુવાનો જે પ્રસિદ્ધિ મેળવવા સ્ટંટ કરતા હોય છે તેને રોકી શકાય.

કોરોના સંક્રમણને કારણે હવે રાત્રે કર્ફ્યૂના નિયમોનું પાલન સખ્તાઇપૂર્વક કરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. તેવા સમયે આવા યુવાનો મોડી રાત સુધી ખુલ્લામાં હથિયારો લઇને ફરતા હોય ત્યારે પોલીસ પેટ્રોલિંગની કામગીરી ઉપર પ્રશ્ન સ્વાભાવિક રીતે જ ઊભો થાય છે.

વીડિયો કયા વિસ્તારનો છે તે પોલીસ તપાસ કરશે
શહેરમાં જ્યારે પણ આવા તત્વો પોતાના વીડિયો વાઈરલ કરતા હોય છે, ત્યારે તેમની સામે પોલીસે કડક હાથે કામગીરી કરવાની જરૂર જણાઈ રહી છે. નિક ઓડેદરા બાઈક ઉપર સ્ટંટ કરતા ડુમસ વિસ્તારનો વીડિયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે પરંતુ આ બાબતે જ્યારે ડુમસ પોલીસ સ્ટેશનના પીઆઇને પૂછ્યું ત્યારે તેમના કહેવા મુજબ આ વીડિયો તેમના વિસ્તારનો ન હોવાનું જાણવા મળ્યું છે.

જોકે તેમણે કહ્યું છે કે અમે છતાં પણ તપાસ કરીશું કે આ વ્યક્તિ અમારા વિસ્તારનો છે કે કેમ અને વીડિયો અમારા વિસ્તારનો જ છે કે નહીં તેની તપાસ કરીશું.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of excitement! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of inspiring insights! #InfinitePossibilities ? into this cosmic journey of discovery and let your imagination roam! ? Don’t just enjoy, savor the excitement! #BeyondTheOrdinary Your mind will be grateful for this thrilling joyride through the worlds of discovery! ?

  2. I engaged on this casino platform and managed a significant sum of money, but after some time, my mother fell sick, and I required to withdraw some funds from my account. Unfortunately, I experienced difficulties and could not finalize the cashout. Tragically, my mother passed away due to such online casino. I implore for your assistance in lodging a complaint against this website. Please support me to achieve justice, so that others won’t undergo the suffering I am going through today, and stop them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page