Saturday, July 27, 2024
Google search engine
HomeFeature Rightગ્રાહકનું મોઢું જોઈને જ આ ગાંઠિયાવાળો નક્કી કરી લે છે કે કેટલા...

ગ્રાહકનું મોઢું જોઈને જ આ ગાંઠિયાવાળો નક્કી કરી લે છે કે કેટલા ગાંઠિયા ખાશે

ગાંધીનગરમાં જૂના સચિવાલયની સામે એક ગાંઠિયાની લારી ઉભી રહે છે. અહીં તેમને ગાંઠિયા વેચતો ગાંઠિયાવાળો અને ગાંઠિયા ખાતા ગ્રાહકો જોવા મળશે. આટલું વાંચીને તમારા મનમાં સવાલ થતો હશે કે આમાં વળી નવું શું છે? ગાંધીનગરના ગાંઠિયાવાળાની કહાનીમાં નોખું જો કંઈ હોય તો તે ખુદ ગાંઠિયાવાળો જ છે, કેમકે આ ગાંઠિયાવાળો અનોખો છે.

જામનગરવાળા આ અનોખા ગાંઠિયાવાળાનું નામ દીપેશભાઈ છે. દીપેશભાઈના શિવ ગાંઠિયારથ પર આવતા કાયમી ગ્રાહકો સાથે દિવ્યભાસ્કરે વાતચીત કરી હતી. છેલ્લા 3 વર્ષથી અહીં ગાંઠિયા ખાવા આવતા નિકુલ રાઠોડ નામના ગ્રાહકે કહ્યું કે ‘ હું જ્યારે પહેલીવાર ગાંઠિયા ખાવા આવ્યો ત્યારે હું ઑર્ડર આપવા લારી પર ગયો હતો. તો દીપેશભાઈએ મને કહ્યું કે તમે બેસો ગાંઠિયા અને ફાફડા તમારી જગ્યા પર આવી જશે. મને ત્યારે નવાઈ એ વાતની લાગી હતી કે ઑર્ડર આપ્યા વગર કઈ રીતે નક્કી કરશે કે હું કેટલું ખાઈશ.

જોકે દીપેશભાઈએ ઑર્ડર વગર મને જે ગાંઠિયા અને ફાફડા ખવડાવ્યા તે ન તો વધુ હતા કે ન તો ઓછા હું જેટલા ખાઈ શકું એટલા જ હતા. દીપેશભાઈના અન્ય એક ગ્રાહક અનિલભાઈ સાથે પણ અમે વાત કરી હતી. તેમણે પણ આશ્ચર્ય સાથે કહ્યું કે ‘ સમજાતું નથી કે દીપેશભાઈને કેવી રીતે ખબર પડી જાય છે કે હું કેટલા ગાંઠિયા કે ફાફડા ખાઈ શકીશ.’ અનિલભાઈએ વધુમાં કહ્યું હતું કે ‘દીપેશભાઈના ગાંઠિયાનો સ્વાદ અને એમનો સ્વભાવ બન્ને સરસ છે.’

અમે પણ આશ્ચર્ય સાથે દીપેશભાઈને સવાલ કર્યો કે ‘તમે વગર ઑર્ડરે કઈ રીતે નક્કી કરો છો કે કયો ગ્રાહક કેટલા ગાંઠિયા અને ફાફડા ખાશે?’ જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે ‘મને ગાંઠિયા વેચવાનો 20 વર્ષથી વધુનો અનુભવ છે. અનુભવના આધારે નક્કી કરું છું કે એક વ્યક્તિ કેટલા ગાંઠિયા કે ફાફડા ખાઈ શકશે.’

તેઓએ આગળ બોલતા કહ્યું કે ‘1 કિલો ચણાના લોટમાંથી 1 કિલોને 600 ગ્રામ ફાફડા બને છે. જેમાં તેલનું પ્રમાણ 600 ગ્રામ હોય છે. જ્યારે 1 કિલો ચણાના લોટમાંથી ગાંઠિયા બનાવવા હોય તો 1 કિલોને 400 ગ્રામ બનશે. જેમાં તેલનું પ્રમાણ 400 ગ્રામ હોય છે. આથી મેં અનુભવે નક્કી કર્યું કે એક વ્યક્તિ 70 ગ્રામ ફાફડા ખાઈ શકે તો 100 ગ્રામ ગાંઠિયા ખાઈ શકે.’ દીપેશભાઈની આ ખાસિયતના કારણે પણ ગ્રાહકો વારંવાર અહીં ગાંઠિયા અને ફાફડા ખાવા આવે છે.

વગર ઑર્ડરે ગાંઠિયા ખવડાવતા ગાંધીનગરના આ અનોખા ગાંઠિયાવાળાની કહાની પણ નોખી છે. ભાણવડના દીપેશભાઈ જ્યારે 13 વર્ષના હતા ત્યારે પિતાને આર્થિક મદદ કરવા જામનગર નોકરી કરવા જાય છે. જામનગરમાં યાદવ નાસ્તા હાઉસમાં નોકરી કરે છે. આ નાસ્તા હાઉસ એમના મામાનું હતું. અહીં તેઓ ગાંઠિયા અને ફાફડા બનાવતા શીખે છે. વર્ષ 1998માં ભત્રીજાનો પૈસાનો ગલ્લો ફોડી એમાંથી નીકળેલા રૂ.500 લઈને ગાંધીનગર આવે છે અને અહીં ખુદની ગાંઠિયાની લારી શરૂ કરે છે. બે દાયકા બાદ આજે દીપેશભાઈ એમના સ્વભાવ અને ગાંઠિયા અને ફાફડાના સ્વાદને કારણે ગ્રાહકોમાં પ્રિય છે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. безопасно,
    Современное оборудование и материалы, для поддержания здоровья рта,
    Профессиональное лечение и консультации, для вашей улыбки,
    Бесплатная консультация и диагностика, для вашей радости и улыбки,
    Эффективное лечение зубов и десен, для вашего здоровья и красоты улыбки,
    Профессиональная гигиена полости рта, для вашего комфорта и удовлетворения,
    Заботливое отношение и внимательный подход, для вашего здоровья и благополучия
    здорові зуби [url=https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/]здорові зуби[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page