Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratસોમવારે દક્ષિણ ગુજરાત અને રાજકોટમાં આભ ફાટ્યું, 11 ઈંચ સુધી પડ્યો વરસાદ

સોમવારે દક્ષિણ ગુજરાત અને રાજકોટમાં આભ ફાટ્યું, 11 ઈંચ સુધી પડ્યો વરસાદ

અમદાવાદ: છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે ત્યારે સોમવારે દક્ષિણ ગુજરાત અને રાજકોટમાં આભ ફાટ્યું છે. 24 કલાકમાં રાજકોટમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. વલસાડના ધરમપુરમાં 11 ઈંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદીઓ ગાડી થઈ છે. વલસાડના કપડારામાં 7 ઈંચ, ડાંગના સાપુતારામાં 7 ઈંચ અને વઘઈમાં 6 ઈંચ વરસાદ પડતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું.

સોમવારે રાજકોટમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજકોટ તાલુકામાં 5 ઈંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના વલસાડમાં આવેલ ધરમપુરમાં 11 ઈંચ વરસાદ પડતાં નદીઓ ગાંડીતૂર બની છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સોમવારે ધોધમાર વરસાદ પડતાં પાણી જ પાણી જ જોવા મળ્યું હતું.

કપરાડા અને સાપુતારામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. વઘઈ અને સુરતના માંગરોળમાં 6 ઈંચ, પારડીમાં 5.5 ઈંચ, આહવામાં 4.5 ઈંચ, પડધરીમાં 4.5 ઈંચ, લોધિકામાં 4 ઈંચ, ઉમરપાડામાં 4 ઈંચ, ખેરગામમાં 4 ઈંચ, વલસાડમાં 4 ઈંચ, વાલીયામાં 4 ઈંચ, અંકલેશ્વરમાં 4 ઈંચ, નેત્રંગમાં 3 ઈંચ, વલ્લભીપુરમાં 3 ઈંચ, ઉમરાળામાં 3 ઈંચ અને બાવળામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે.

ગુજરાતભરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ મેઘરાજા મહેરબાન થયા છે તો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે. મોડી રાત્રે રાજકોટમાં 10 ઈંચ વરસાદથી આખું રાજકોટ પાણી જ પાણી થઈ ગયું છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારના ઘરોમાં 4 ફૂટ પાણી ભરાઈ ગયા હતાં.

મોડી રાત્રે વલસાડ જિલ્લાના ધરમપુરમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં. જોકે 24 કલાકમાં ધરમપુરમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બની હતી.

ઉપરવાસમાં ભારે વરસાદને લઈને દક્ષિણ ગુજરાતની અંબિકા નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારે વરસાદથી નવસારી જિલ્લાનું ધોલ ગામ સંપર્ક વિહોણું થયું છે. આ ઉપરાંત 24 ગામોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે. નવસારીની અંબિકા નદી પણ ગાંડીતૂર બની છે.

RELATED ARTICLES

6 COMMENTS

  1. I played on this online casino platform and earned a significant sum of money. However, afterward, my mom fell seriously ill, and I required to cash out some earnings from my casino balance. Unfortunately, I encountered issues and could not finalize the cashout. Tragically, my mother died due to such casino site. I urgently plead for your assistance in reporting this issue with the online casino. Please assist me to find justice, to ensure others won’t have to face the hardship I’m facing today, and avert them from experiencing similar heartache. ??

  2. I played on this casino website and earned a substantial pile of cash. However, afterward, my mom fell critically ill, and I wanted to withdraw some earnings from my account. Unfortunately, I experienced problems and was unable to withdraw the funds. Tragically, my mother died due to the online casino. I urgently ask for your help in bringing attention to this concern with the online casino. Please assist me in seeking justice, to ensure others won’t have to endure the hardship I’m facing today, and stop them from facing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page