Tuesday, April 9, 2024
Google search engine
HomeFeature Rightભણેલી-ગણેલી યુવતી બની નોકરાણી ને માલિકના ઘરમાં કર્યો આવો કાંડ

ભણેલી-ગણેલી યુવતી બની નોકરાણી ને માલિકના ઘરમાં કર્યો આવો કાંડ

નવી દિલ્હીઃ અલવરના 80 ફૂટ રોડ પર રહેતી એક યુવતી દિલ્હીના પ્રસાદ નગરમાં એક પરિવારના ઘરે કામવાળી તરીકે કામ કરતી હતી. એમએસસી કર્યા બાદ શુકલ પરિવારની મોર્ડન કામવાળી બનેલી યુવતીએ પરિવારની 3 વર્ષીય દીકરીનું અપહરણ કર્યું હતું. તે બાળકીને લઈ અલવર પહોંચે તે પહેલા જ પોલીસે તેની ધરપકડ કરી હતી. 3 વર્ષીય બાળકી હજુપણ ભયભીત છે, પરંતુ તે ગુનેગાર યુવતી સાથે ચિપકેલી છે.

24 વર્ષીય મોડર્ન કામવાળીએ બિઝનેસમેનના પરિવારનની દીકરીનું અપહરણ કર્યું કે તેના અમુક સમયમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. કામવાળી યુવતી અલવરની હોવાથી તે બાળકીને લઈને ત્યાં જ જશે તેવી આશંકાએ દિલ્હી પોલીસે ભિવાડી એસપીને સૂચના આપી હતી. સૂચના મળતા જ તમામ બસમાં તપાસ કરવામા આવી અને માત્ર 35 મિનિટમાં જ યુવતીને બાળકી સાથે ખુશખેડાથી પકડી લેવામા આવી હતી. યુવતી રોડવેઝ બસમાં બેસી બાળકીને લઈને અલવર જ જઈ રહી હતી.

ભિવાડીના ખુશખેડા એસપી રાજેશ યાદવે જણાવ્યું કે, અલવર નિવાસી યુવતી પ્રસાદનગરમાં બિઝનેસમેન શુક્લ પરિવારના ઘરેથી બાળકીને લઈને ભાગી હતી. આ અંગેની સૂચના દિલ્હી પોલીસે સાંજે 5 કલાકે આપી હતી. તાત્કાલિક એસઆઈને આ અંગે માહિતી આપી વાહનોમાં ચેકિંગ શરૂ કરવામા આવ્યું હતું. પોલીસે દિલ્હીથી આવતા વાહનોમાં ચેકિંગ હાથ ધરતા યુવતી બાળકી સાથે પકડાઈ હતી.

ત્યાર બાદ દિલ્હીની સ્પેશિયલ પોલીસ પણ ખુશખેડા પોલીસ સ્ટેશને પહોંચી હતી. હજુ સુધી એ જાણી શકાયું નથી કે, આ શિક્ષિત યુવતીએ બાળકીનું અપહરણ શા માટે કર્યું હતું. અલવરની યુવતીએ પોલીસને પૂછપરછમાં પોતાને 20 હજાર વેતન તરીકે મળતા હોવાની વાત કહી હતી.

પોલીસે જણાવ્યું કે, યુવતીની પૂછપરછ ચાલી રહી છે. યુવતીના બેકગ્રાઉન્ડની પણ તપાસ કરવામા આવી રહી છે. દિલ્હીથી બાળકીના માતા-પિતા પહોંચે ત્યારે તેમને સામે બેસાડી વધુ પૂછપરછ કરવામા આવશે. જેથી અપહરણ પાછળની સંપૂર્ણ કહાણી જાણી શકાય. યુવતીના કપડા અને બોડી લેંગ્વેજ જોઈને એવું નથી કહી શકાતું કે તે ઘરમાં કામવાળી તરીકે કામ કરતી હતી.

RELATED ARTICLES

5 COMMENTS

  1. I engaged on this gambling website and succeeded a significant amount, but later, my mom fell ill, and I wanted to take out some funds from my balance. Unfortunately, I faced difficulties and was unable to finalize the cashout. Tragically, my mom died due to the gambling platform. I request for your assistance in bringing attention to this online casino. Please help me to achieve justice, so that others do not face the suffering I am going through today, and prevent them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page