Monday, April 15, 2024
Google search engine
HomeNationalમાત્ર 24 વર્ષની ઉંમરમાં ચલાવે છે બસ, પેસેન્જર્સ જોતા જ થઈ જાય...

માત્ર 24 વર્ષની ઉંમરમાં ચલાવે છે બસ, પેસેન્જર્સ જોતા જ થઈ જાય છે હેરાન!!!

મુંબઈઃ 24 વર્ષીય પ્રતિક્ષા દાસ મુંબઈની એક માત્ર મહિલા છે, જે બેસ્ટ બસ ચલાવે છે. તેને આ માટે લાઈસન્સ પણ મળ્યું છે. મિકેનિકલ એન્જિનિયરિંગ થયા બાદ પ્રતિક્ષા રિજનલ ટ્રાન્સપોર્ટ અધિકારી બનવા માગતી હતી. જેના માટે તેણે હેવી વ્હિકલ ડ્રાઈવ કરવું ફરજિયાત હતું. તે માટે તેણે ગોરેગાંવ બસ ડેપોમાં ટ્રેનિંગ પણ લીધી હતી. બેસ્ટ બસ ચલાવવ માટે તેણે ટ્રેનિંગ લીધી હતી.

નાનપણથી જ પ્રેમઃ
પ્રતિક્ષાએ કહ્યું હતું, ‘હું છેલ્લાં છ વર્ષથી આમાં માસ્ટર થવા માગતી હતી. મારો ગાડીઓ સાથેનો પ્રેમ જૂનો છે. હું સૌ પહેલાં બાઈક, પછી મોટી કાર અને હવે ટ્રક ડ્રાઈવ કરી રહી છું અને મને ઘણી જ મજા આવે છે. ટ્રેનિંગ દરમિયાન પણ લોકો એમ કહેતા કે એક મહિના કેવી રીતે બસ ચલાવી શકે. કારણ કે કારનું સ્ટીયરિંગ અને બસના સ્ટીયરિંગમાં ઘણો જ ફેર છે. મારા ટ્રેનર્સ પણ વારંવાર પૂછતા કે આ છોકરી બસ ચલાવી શકશે કે નહીં?

લોકો ઘુરીને જોતાઃ
વધુમાં પ્રતિક્ષાએ કહ્યું હતું કે તેણે 30 દિવસની બેઝિક ટ્રેનિંગથી લઈ એડવાન્સ લેવલ્સ સુધીની ટ્રેનિંગ લીધી છે. પ્રતિક્ષાએ પહેલાં દિવસે ફર્સ્ટ ગિયરમાં બસ ચલાવી હતી. બીજા દિવસે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર 16 કિમી સુધી ગાડી ચલાવી હતી. લોકો મને જોઈને ઘૂરતા હતાં પરંતુ મેં તમામને નજર અંદાજ કરીને ડ્રાઈવિંગ પર ફોક્સ કર્યું હતું.

હવે પ્લેન ચલાવવાની ઈચ્છાઃ
પ્રતિક્ષા હવે પ્લેન ચલાવવા માગે છે. તે હાલમાં મુંબઈની ફ્લાઈંગ સ્કૂલમાં એડમિશન લેવા માટે પૈસા બચાવી રહી છે. આટલું જ નહીં તે બાઈક પર લદ્દાખની ટ્રિપ પર જવાનું વિચારી રહી છે.

RELATED ARTICLES

13 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the galaxy of endless possibilities! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exciting insights! #InfinitePossibilities Dive into this exciting adventure of imagination and let your mind roam! ? Don’t just read, immerse yourself in the excitement! #BeyondTheOrdinary Your brain will thank you for this exciting journey through the realms of endless wonder! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page