Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratમાત્ર સાત ચોપડી ભણેલા ગુજરાતી યુવકે શીખવાડ્યું પ્રેમ એટલે શું? જબરજસ્ત છે...

માત્ર સાત ચોપડી ભણેલા ગુજરાતી યુવકે શીખવાડ્યું પ્રેમ એટલે શું? જબરજસ્ત છે લવસ્ટોરી

અમદાવાદ: લોકો ઘણી વખત કહેતાં હોય છે કે જે વસ્તુ ફિલ્મમાં બંને તે હકીકતમાં બનતી નથી. ફિલ્મમાં દર્શાવવામાં આવતો પ્રેમ વાસ્તવિક જિંદગીમાં જોવા મળતો નથી. જોકે, હાલમાં બનેલો એક બનાવ તમને તમારા વિચારોને બદલવા મજબૂર કરી નાખશે. ‘વિવાહ’ ફિલ્મ જેવી જ એક રિયલ ઘટના સામે આવે છે.

આ રીતે કરંટ લાગ્યોઃ
હીરલ પોતાના ઘરે કચરા-પોતા કરતી હતી. આ સમયે તેના ઘરના છાપરામાં 66 કેવીનો વાયર પડ્યો હતો અને તેનો કરંટ બારીમાં ઉતર્યો હતો. જ્યારે હીરલે બારી પર ભીનું પોતું ફેરવ્યું તો તેને કરંટ લાગ્યો હતો અને તે દાઝી ગઈ હતી. તાત્કાલિક રીતે હીરલને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. અહીંયા ચાર દિવસ સુધી હીરલની સારવાર કરવામાં આવી ત્યારબાદ હીરલને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. હરીલના એક હાથ તથા બંને પગમાં ઈન્ફેક્શન વધી જતા ડોક્ટર્સે બે પગ તથા એક હાથ કાપવાનો નિર્ણય લીધો હતો.

સગાઈના બે મહિના બાદ જ બની ઘટના: દુ:ખદ ઘટના એવી છે કે જામનગર જિલ્લાના ડબાસણના તનસુખભાઈ વડગામાની પુત્રી હીરલ વડગામાને વીજ કરંટ લાગતા એક હાથ અને બંને પગ કાપવા પડ્યાં હતાં. જેની સારવાર હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી હતી. હીરલની સગાઈ બે મહિના પહેલાં થઈ હતી. આ વિષમ પરિસ્થિતિમાં હીરલને સાથ આપતાં તેના મંગેતર ચિરાગ ગજ્જરે જણાવ્યું હતું કે તે હીરલનો સાથ જીવનભર નહીં છોડે.
મંગેતર મિસ્ત્રી કામ કરે છે સાત ચોપડી ભણેલા ચિરાગ ગજ્જર સાથે બે મહિના પહેલાં જ હીરલની સગાઈ કરી હતી. હીરલની આવી સ્થિતિ જોઈને મા-બાપ ભાગી પડ્યાં હતાં અને તેમને દીકરીના ભાવિની ચિંતા થવા લાગી હતી. જોકે, આ સમયે ભાવિ જમાઈએ પરિવારને પૂરો સાથ આપ્યો હતો. તેણે હીરલ સાથે સગાઈ તોડી નહીં પરંતુ જીવનભર સાથ આપવાનું વચન આપ્યું હતું. ચિરાગે કહ્યું હતું કે જો આવું જ લગ્ન બાદ થયું હોત તો તે હીરલને છોડવાનો થોડી હતો. છેલ્લાં એક મહિનાથી જમાઈ ચિરાગ સતત હીરલની સેવા કરે છે, તેમ તનસુખભાઈએ એક સમાચારપત્ર સાથેની વાતચીતમાં કહ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે તેમના ઘરની પરિસ્થિતિ સારી નથી. ડબાસણમાં 600 રૂપિયાના ભાડેથી ઘરમાં પરિવાર સાથે રહે છે. કાળમુખા વાયરને કારણે તેમની હસતી રમતી દીકરીનું જીવન બરબાદ કરી નાખ્યું.
RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the universe of excitement! ? The mind-blowing content here is a captivating for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exhilarating insights! #InfinitePossibilities Embark into this thrilling experience of imagination and let your imagination soar! ? Don’t just enjoy, experience the excitement! #BeyondTheOrdinary Your mind will thank you for this exciting journey through the worlds of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page