Wednesday, April 17, 2024
Google search engine
HomeGujaratદિયર સાથે કારમાં જતી ગર્ભવતી ભાભીનું અપહરણ, 10 કિમી દૂર લઈ જઈ...

દિયર સાથે કારમાં જતી ગર્ભવતી ભાભીનું અપહરણ, 10 કિમી દૂર લઈ જઈ રેપ ગુજાર્યો

વલસાડમાં એક ખૂબ જ ધૃર્ણાસ્પદ બનાવ સામે આવ્યો છે. ભીલાડ તાલુકના સરીગામથી કારમાં હોસ્પિટલ જતી ગર્ભવતી મહિલાનું બુધવારની મધ્યરાત્રિએ ત્રણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમોએ અપહરણ કરી 10 કિમી દૂર નિકોલી ખાતે લઈ ગયા હતાં. જયાં બે આરોપીની રાહુલે કારમાં ગર્ભવતી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે નરાધમોને પકડવા વાપી સહિત જિલ્લાના 100 પોલીસકર્મીઓને સાથે રાખી 15 કલાકમાં ઓપરેશન પાર પાડી આરોપીને જેલના સળિયા ધકેલી દીધા હતાં. ઝડપાયેલા ત્રણ આરોપીને શનિવારનાં રોજ કોર્ટમાં રજુ કરતા 12 મી જાન્યુઆરી સુધીનાં રિમાન્ડ મંજૂર કરાયા હતા.

પોલીસ સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ સરીગામ વિસ્તારમાં રહેતી ગર્ભવતી મહિલાને બુધવારની મધ્ય રાત્રિએ પેટમાં દુઃખાવો ઉપડતા દિયર સાથે કારમાં હોસ્પિટલમાં જઈ રહી હતી. કેડી બી હાઈસ્કૂલ નજીક નહેરનાં પુલ પાસે હાજર સુનિલ વિજય વારલી,રાહુલ બાબુરાવ કામલે અને સૂરજ વિધાનંદ ઝાએ કારમાં મહિલાનું અપહરણ કર્યું હતું. સરીગામથી 10 કિમી દૂર નિકોલી ગામ ખાતે ધુમ્મસ નાં લીધે કાર રોડ કિનારે ઉતરી ગઈ હતી.

કાર આગળ વધી ન શકતા કારમાં મહિલાનાં સુનીલ વારલી અને સૂરજ વિધાનંદ ઝાએ હાથ પકડી રાખી રાહુલ બાબુરાવ કામલેએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. મહિલા આરોપીનાં ચુંગલ માંથી ભાગી જઈ નિકોલી ગામ તરફ પગપાળા આગળ વધતા ભીલાડ પોલીસ પહોંચી ગઈ હતી. જ્યારે ત્રણેય આરોપી કાર છોડી બાઈક પર સરીગામ તરફ ભાગી છૂટયા હતાં.ભાભીનું કારમાં અપહરણ થતાં દિયરે વલસાડ કંટ્રોલ રૂમમાં કોલ કરી પોલીસને જાણ કરી હતી. આરોપી મહિલાનાં દિયર અને તેના મિત્રનો ફોનની લૂંટ ચલાવી ભાગી છૂટયા હતા.

2 ઈસમોએ પકડી રાખી 1એ દુષ્કર્મ આચર્યું
મહિલાને તેનો દિયર કારમાં સરીગામની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા હતા. ઘરથી થોડે દૂર પહોંચતા સરીગામ સ્ટેટ હાઇવે પર તૂટેલા જર્જરિત નહેરનાં નાળા પાસે કારને આંતરી આગળ બાઈકની આગળ કરી કાર ચાલક સાથે મારા મારી કરી મહિલાને કારમાં અપહરણ કરી 10 કિમી દૂર ડુંગરાળ વિસ્તારમાં લઇ ગયા હતા.કાર રોડ પરથી ઉતરી જતા મહિલાનાં સુનીલ વિજય વારલી અને સૂરજ વિધાનંદ ઝાએ હાથ પકડી રાખી રાહુલ બાબુરાવ કામલેએ દુષ્કર્મ આચર્યું હતું.

અપહરણ કર્તાને પોલીસે ઝડપી લીધા
સરીગામની ગર્ભવતી મહિલાનું બુધવારની મધ્યરાત્રિએ અપહરણ કરી કારમાં નિકોલી ગામ ખાતે સુમસામ ડુંગરાળ વિસ્તાર માં લઇ ગયા હતા. મહિલા સાથે રાહુલે દુષ્કર્મ આચર્યું હતું. જેમાં સુનીલ અને સૂરજ મદદ પૂરી પાડતા પોલીસે નાકા બંધી કરી સરીગામ જીઆઈડસી નજીકથી નાકાબંધી કરી બાઈક પર જતાં ઝડપી લીધા હતા. જ્યારે અન્ય એકને સરીગામથી ઝડપી પાડયો હતો.જેઓને શુક્રવારનાં રોજ વલવાડા પીએચસી ખાતે કોરાનાં રિપોર્ટ માટે લઈ જવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીને ભીલાડ પીએસઆઈ બીએચરાઠોડે શનિવારે ઉમરગામ કોર્ટેમાં રજુ કરી આરોપી પાસે એક મોબાઈલ તથા ઓળખ પરેડની તપાસને લઈ સાત દિવસનાં રિમાન્ડની માંગણી કરી હતી.કોર્ટે આરોપીનાં 12 મી જાન્યુઆરી સુધી 5 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા.

નાકાબંધીમાં 2 અને ત્રીજો ઘરથી ઝડપાયો
અપહરણના બનાવને લઇ જિલ્લાભરની પોલીસે ઠેરઠેર નાકાબંધી ગોઠવી દીધી હતી. ગુરૂવારે સાંજે આરોપી સુનીલ વારલી અને રાહુલ ફરિયાદીની કાર લઇને મહારાષ્ટ્ર તરફ ભાગી રહ્યા હતા. તે દરમિયાન સરીગામ વિસ્તારમાં પોલીસની નાકાબંધીમાં તેઓ પકડાઇ ગયા હતા. જ્યારે આરોપી સુરજ ઝાને પોલીસ તેના ઘરથી પકડી લાવી હતી.

આરોપીઓ ચોરી અને દારૂના ગુનામાં સંડોવાયેલા છે
સરીગામથી કારને રોકી હોસ્પિટલ જતી ગર્ભવતી મહિલાનું કારમાં અપહરણ કરી કારમાં દુષ્કર્મ આચરનાર આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. સુનીલ વિજય વારલી મોટર સાયકલ ચોરીનાં ગુનામાં ઝડપાયેલો હતો. જ્યારે સૂરજ વિધાનંદ ઝા પોહિબિશન ગુનાનાં ઝડપાયો હતો.પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

પોલીસે અપહરણકર્તા પાસેથી લૂંટની સામગ્રી કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરી
સરીગામથી બુધવારની મધ્યરાત્રિએ હોસ્પિટલમાં જતી મહિલાનું કારમાં અપહરણ કરી મહિલાનાં દિયર અને તેના મિત્રના મોબાઈલની લૂંટ ચલાવી હતી.પોલીસે નિકોલી ગામથી કાર કબજે કરી આરોપી પાસ થી મોબાઈલ કબ્જે લીધા હતા.

FSLની ટીમે કારમાંથી પુરાવા લીધા
ચાર માસનો ગર્ભ ધરાવતી મહિલા નું કારમાં અપહરણ બાદ કારમાં દુષ્કર્મનું કૃત્ય કર્યું હતું. આરોપી વિરુદ્ધ 376 ડી મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.શુક્રવારે એફએસએલની ટીમ ભીલાડ પોલીસ મથક ખાતે પહોંચી જઈ કારમાંથી સાંકેતિક નમૂના તથા અન્ય પુરાવા કબ્જે લીધા હતા.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of excitement! ? The captivating content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exhilarating insights! #InfinitePossibilities Dive into this cosmic journey of discovery and let your mind fly! ✨ Don’t just explore, immerse yourself in the thrill! #FuelForThought Your mind will thank you for this thrilling joyride through the dimensions of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page