Saturday, April 13, 2024
Google search engine
HomeReligionમંગળ દોષથી પીડિત છો? તો અજમાવો આ ઉપાય, બગડેલા કામ સુધરી જશે

મંગળ દોષથી પીડિત છો? તો અજમાવો આ ઉપાય, બગડેલા કામ સુધરી જશે

અમદાવાદઃ મંગળ ગ્રહને તમામ ગ્રહોનો સેનાપતિ કહેવામાં આવે છે. મંગળના પ્રભાવમાં આવતા જાતકો ઘણાં જ સાહસિક તથા મહેનતી હોય છે. તે પોતાના લક્ષ્યને પૂરું કરવામાં વધુ સમય લગાવતા નથી. તો મંગળ ગ્રહની અશુભતાને કારણે જાતકે જીવનમાં તમામ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો કોઈની કુંડળીમાં મંગળ દોષ હોય તો આવા જાતકોને વિશેષ પૂજા અથવા ઉપાય કરવાની સલાહ આપવામાં આવે છે. ગ્રહોની આપણા જીવનમાં ઊંડી અસર પડે છે. તો ચાલો આજે જાણીએ મંગળ દોષને દૂર કરવાના ઉપાયો…

– મંગળ દોષના દુષ્પ્રભાવથી બચવા માટે પ્રતિદિન અથવા મંગળવારે વિશેષ રીતે સંકટમોચન હનુમાનજીની આરાધના કરવી જોઈએ. હનુમત સાધનામાં હનુમાન ચાલીસા અથવા બજરંગબબાણનો પાઠ કરવો જોઈએ.

– મંગળ દોષથી પીડિત વ્યક્તિ રોજ અથવા તો મંગળવારે વાંદરાઓને ગોળ અને ચણા ખવડાવે. સાથે જ પોતાના ઘરમાં લાલ ફૂલનો છોડ લગાવીને તેની સારી રીતે સંભાળ લે.

– મંગળદેવની કૃપા મેળવવા માટે તેમનું વ્રત ઘણું જ અસરકારક છે. સાહસ તથા આત્મવિશ્વસના કારક મંગળ દેવતાની કૃપા માટે મંગળવારનું વ્રત સંયમપૂર્વક કરવું જોઈએ. આ વ્રત 21 અથવા 45 મંગળવાર સુધી કરવું જોઈએ. જેમાં ‘ઓમ અં અંગારકાય નમઃ’નો મંત્રજાપ 3, 5 કે પછી સાત વાર કરવો જોઈએ. આ સિવાય આ દિવસે મીઠું બિલકુલ ખાવું જોઈએ નહીં. આ વ્રતથી દેવામાંથી મુક્તિ તથા સંતાનસુખ પ્રાપ્ત થાય છે.

– મંગળ ગ્રહને મનાવવા માટે તેમની પ્રિય વસ્તુઓ જેવી કે લાલ મસૂરની દાળ, લાલ કપડાંનું દાન કરવું જોઈએ.

– જો તમે મંગળ દોષથી પીડિત છો તો તમારે નાના ભાઈ-બહેનનું ખાસ ધ્યાન રાખવું

– મંગળ દોષથી પીડિત જાતકે પોતાની ખાવા-પીવાની આદતમાં ખાસ ધ્યાન રાખવું. આવા જાતકોએ હંમેશા ગરમ તથા તાજું ભોજન જ કરવું. આ ઉપાયથી મંગળ મજબૂત બને છે.

– જો તમે મંગળ દોષથી વધુ પીડિત હોવ તો તમારે મંગળ દોષની પૂજા કરાવવી.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of excitement! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of inspiring insights! #AdventureAwaits ? into this thrilling experience of imagination and let your thoughts fly! ? Don’t just read, immerse yourself in the thrill! ? Your brain will thank you for this exciting journey through the worlds of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page