Friday, April 12, 2024
Google search engine
HomeFeature Rightમાસ્ક પહેરવાનું કહેતાં યુવતી ભડકી, કહ્યું- હું પોલીસની પુત્રી અને UPSC ટૉપર...

માસ્ક પહેરવાનું કહેતાં યુવતી ભડકી, કહ્યું- હું પોલીસની પુત્રી અને UPSC ટૉપર છું, પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

નવી દિલ્હી: આખા દેશમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. ઘણા રાજ્યોએ લોકડાઉન લગાવવાનું શરૂ કરી દીધું છે. કોરોના પર કાબૂ મેળવવા માસ્ક પહેરવું જરૂરી હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. પોલીસ પણ કડક પાલન કરાવી રહી છે. દરમિયાન સેન્ટ્રલ દિલ્હીમાં રવિવારે માસ્ક પહેરવા મુદ્દે એક દંપતીએ પોલીસ સાથે દાદાગીરી કરી હતી. એટલું જ નહીં પોલીસને ભીખારી કરી અપમાનજનક શબ્દો કહ્યા હતા. આ ઘટના બાદ કપલની ધરપકડ કરી લેવામાં આવી છે. આ અંગેનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

વિકેન્ડ લોકડાઉન પર દિલ્હીના કરિયાગંજ વિસ્તારમાં કારમાં માસ્ક વગર ફરી રહેલા કપલને પોલીસે અટકાવ્યું હતું. પોલીસે કાર અટકાવતા તેમાં સવાર મહિલા ગુસ્સામાં આવી ગઈ હતી. મહિલાએ પોલીસ કર્મચારીઓ સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો. રોડ પર કલાકો સુધી આ ડ્રામા ચાલ્યો હતો. કપલની ઓળખ કરી લેવામાં આવી છે. યુવકનું નામ પંકજ દત્તા અને તેની પત્નીનું નામ આભા યાદવ છે.

આભા યાદવ નામની આ મહિલાને પોલીસને ધમકી આપતાં જણાવ્યું હતું, ”મારા પિતા પણ પોલીસમાં છે. મારા પિતા પણ એક SI છે. આવી ગયા માસ્કના નામે ચલણ ઉઘરાવનારા ભિખારીઓ”.

પોલીસે જ્યારે માસ્ક ન પહેરવાનું કારણ પૂછ્યું તો આભા યાદવ નામની મહિલાએ કહ્યું, ”હું તો આને કિસ પણ કરીશ. રોકી શકો રોકી દેખાડો. ”

સૂત્રોના જણાવ્યા મુજબ કપલ પાસે ન તો કર્ફ્યૂ પાસ હતો કે ન તો ફેસ માસ્ક. મહિલાએ પોલીસ કર્મચારીઓને અપશબ્દો પણ કહ્યા હતા. આરોપી મહિલાએ એવું પણ કહ્યું હતું, ”કોઈ કોરોના નથી. કારણ વગર લોકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે. ”

ઘટના બાદ હાજર દિલ્હી પોલીસના કર્મચારીઓએ મહિલા પોલીસ બોલાવી તેની મદદથી કપલને પોલસ સ્ટેશન લઈ જવામાં આવ્યું હતું. બંને આરોપીઓ પર કલમ 188 અને 51 B અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો હતો, સાથે તેમનું ચલણ પણ કાપવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of wonder! ? The thrilling content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of inspiring insights! ? ? into this exciting adventure of discovery and let your mind soar! ? Don’t just explore, immerse yourself in the thrill! #BeyondTheOrdinary Your brain will be grateful for this exciting journey through the dimensions of endless wonder! ✨

  2. I played on this gambling website and won a substantial amount, but eventually, my mom fell ill, and I required to cash out some earnings from my balance. Unfortunately, I experienced difficulties and was unable to complete the withdrawal. Tragically, my mother died due to the gambling platform. I plead for your assistance in reporting this website. Please support me in seeking justice, so that others won’t face the suffering I am going through today, and prevent them from shedding tears like mine. ???�

  3. I played on this casino platform and succeeded a significant sum of money, but eventually, my mother fell ill, and I needed to withdraw some funds from my balance. Unfortunately, I encountered problems and was unable to complete the withdrawal. Tragically, my mom died due to such casino site. I request for your assistance in lodging a complaint against this website. Please support me to achieve justice, so that others won’t have to experience the hardship I am going through today, and prevent them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page