Friday, April 12, 2024
Google search engine
HomeFeature Rightગુજરાતના શિક્ષકે જૂની બાઈકમાંથી બનાવી ઈલેક્ટ્રિક બાઈક, એક ક્લિકે જાણો બાઈકની ખાસિયતો

ગુજરાતના શિક્ષકે જૂની બાઈકમાંથી બનાવી ઈલેક્ટ્રિક બાઈક, એક ક્લિકે જાણો બાઈકની ખાસિયતો

ભાવનગર: દેશભરમાં પેટ્રોલના ભાવ ભડકે બળી રહ્યા છે. જે પ્રકારે પેટ્રોલના ભાવમાં વધારો થયો છે એ સામાન્ય વ્યક્તિને પરવડે એવો નથી. સરકાર પણ પ્રદૂષણ અટકાવવા માટે ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપી રહી છે અને સબસિડી આપે છે. ત્યારે ભાવનગરના એક શિક્ષકે પોતાની સૂઝબૂઝથી એક જૂની બાઈકને મોડિફાઈડ કરીને ઇલેક્ટ્રિક બાઈક બનાવી છે તેમજ આવનારા દિવસોમાં આ શિક્ષક બાઈકમાં જીપીએસ સિસ્ટમ પણ મૂકવાના છે.

ભાવનગરમાં રિંગ રોડ પાસે બરસાના સોસાયટીમાં રહેતા હિમાંશુ વ્યાસ ક્રાઇસ્ટ શાળામાં ફરજ બજાવે છે. શાળા દ્વારા પણ તેમની આ આવડતને બિરદાવી હતી. કોરોનાકાળમાં અન્ય મધ્યમવર્ગની જેમ તેમની પણ સ્થિતિ કફોડી થઇ હતી. સાત વર્ષ પહેલાં પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલા હિમાંશુભાઈના પરિવારમાં માતા, પત્ની અને બહેન છે. કોરોનાકાળમાં પગાર અડધો થઇ ગયો અને એને કારણે આર્થિક સકડામણ ઊભી થઇ. પેટ્રોલના વધતા ભાવવધારાએ બજેટ ખોરવી નાખ્યું, જેથી તેમને ઇલેક્ટ્રિક બાઈક બનાવવાનો વિચાર આવ્યો.

શિક્ષક યુવક હિમાંશુભાઈએ આર્થિક સંકડામણમાં પોતાની રુચિના ક્ષેત્રમાં રોજગારી શોધીને આગળ વધી સફળતા મેળવી છે. E-BIKE બનાવ્યા બાદ હવે હિમાંશુભાઈ આગામી દિવસોમાં તેમના મત મુજબ GPS વગર વાહન ક્યાંય પણ હોય એનું LOCATION કેમ જાણી શકાય એના માટે મહેનત કરી રહ્યા છે. તેમનો ઉદ્દેશ પેટ્રોલના વધતા ભાવવધારામાં મધ્યમવર્ગને આર્થિક ભારણ ઓછું કરવાનો છે.

ઇલેક્ટ્રિક બાઇક બનાવવાનો વિચાર મનમાં આવ્યો હતો. હિમાંશુભાઈએ પોતાના પિતાની પડતર બાઈકને ઇલેક્ટ્રિક બાઇક બનાવવાનું શરૂ કર્યું અને એમાં તેમને સફળતા પણ મળી. હવે તેમણે લિથિયમ આઇઓએન (Lithium – ion) બેટરી દ્વારા બાઇક – કાર બનાવવાનો પણ પ્રારંભ કર્યો છે.

જોકે હાલમાં હિમાંશુભાઈએ e- Bike બનાવી છે. 100 રૂપિયા પેટ્રોલના ભાવ સામે ઇલેક્ટ્રિક બાઇક ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહી છે. બેટરી ચાર્જ કર્યા બાદ 150 km આરામથી બાઇક ચાલે છે. જૂની કોઈપણ બાઇકમાં આશરે 25થી 30 હજાર જેવો ખર્ચ કરવાથી e- Bikeમાં તબદિલ થઈ જાય છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of wonder! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a source of inspiring insights! #AdventureAwaits ? into this thrilling experience of discovery and let your mind fly! ? Don’t just read, savor the thrill! #FuelForThought Your mind will thank you for this thrilling joyride through the realms of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page