Friday, April 12, 2024
Google search engine
HomeBollywoodજેઠ અને જેઠાણીના લગ્નમાં દેશી લૂકમાં જોવા મળી અભિનેત્રી પ્રિયંકા ચોપરા

જેઠ અને જેઠાણીના લગ્નમાં દેશી લૂકમાં જોવા મળી અભિનેત્રી પ્રિયંકા ચોપરા

અભિનેત્રી પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનસના મોટા ભાઈ જો જોનસ અને સોફી ટર્નર ફ્રાન્સમાં ગ્રાન્ડ સેલિબ્રેશન બાદ લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. નિક અને પ્રિયંકાના પેરિસથી ઘણાં ફોટોઝ પણ વાયરલ થયા હતા. આ પ્રસંગે પ્રિયંકાનો દેશી લૂક જોવા મળ્યો હતો. તેણે લગ્નમાં લાઈટ પિંક કલરની સાડી પહેરી હતી.

પ્રિયંકા લગ્નમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે પોતાના દેશી લૂકથી હાજર તમામ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. તેણે સાથે મેસી બાંધી તેમાં લાઈટ પિન્ક ફૂલ નાંખી લૂકને દેશી ટચ આપ્યો હતો. નિકે બ્લેક સૂટ પહેર્યો હતો. પ્રિયંકાની આ સાડી સબ્યસાચીએ ડિઝાઈન કરી હતી.

 

View this post on Instagram

 

Priyanka was crying ???❤ #jophiewedding

A post shared by Priyanka Chopra Online (@priyankaonline) on


આ લગ્નપ્રસંગના ફોટોઝ ઈન્ટરનેટ પર વાયરલ થયા હતાં. પ્રસંગે પ્રિયંકા ઈમોશનલ થઈ ગઈ હતી અને પોતાના આંસુ રોકી શકી નહોતી. રિપોર્ટ્સ અનુસાર લગ્ન દરમિયાન જો અને સોફી બંનેની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. બધાંએ આ કપલને વધાવી લીધું હતું. નજીકના ફ્રેન્ડ્સ અને ફેમિલીની હાજરીમાં યોજાયેલુ આ ફંક્શન ઘણું ઈમોશનલ હતું.

RELATED ARTICLES

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page