Tuesday, April 16, 2024
Google search engine
HomeGujaratમહેંદીએ પત્ની આરાધનાની હાજરીમાં જ સચિનને લાફા માર્યા હતા, અને પત્નીએ...

મહેંદીએ પત્ની આરાધનાની હાજરીમાં જ સચિનને લાફા માર્યા હતા, અને પત્નીએ…

સચિન-મહેંદી કેસ સમગ્ર રાજ્યમા ચર્ચાસ્પદ બની ગયો છે. હાલમા સચિન વડોદરા પોલીસની કસ્ટડીમા છે. શરૂઆતમાં સચિનનો પરિવાર આ પ્રેમસંબંધને લઈને અજાણ હોવાનું રટણ કરતો હતો. જોકે ધીમે ધીમે રહસ્ય બહાર આવી રહ્યા છે. નવા ખુલાસા મુજબ બંનેના પરિવારને આ પ્રેમસંબંધની પહેલાંથી જ જાણ હતી. એટલું જ નહીં મહેંદીએ સચિનને પત્નીની હાજરીમાં અમદાવાદમા મારમાર્યો હતો. જેમા તેની પત્નિએ માર ખાતા બચાવ્યો હોવાનુ સૂત્રો પાસેથી માહિતી મળી હતી.

દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ અહેવાલ પ્રમાણે અમદાવાદમાં એક વખત સચિનને તેની પ્રેમિકા મહેંદીએ તેની પત્ની આરાધનાની હાજરીમાં લાફા ઝીંકી દીધા હતા. આ વખતે પત્ની આરાધનાએ પતિ સચિનને માર ખાતા પણ બચાવ્યો હતો.

આ પહેલા સચિન દિક્ષિતનો પરિવાર મહેંદી સાથે કોઇ બાબતે પરિચિત નહિ હોવાનુ રટણ રટવામા આવતુ હતુ. ત્યારે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સચિન દિક્ષિતની પત્નિ આરાધનાએ સચિનનો ફોન ચેક કર્યો હતો, તે સમયે આરાધનાએ ફોન કર્યો હતો. ત્યારબાદ સચિન સાથે આ બાબતે વાત કરતા સચિને કહ્યુ હતુ કે, હુ હવે આ રસ્તે નહિ જાઉ.

સચિનનો મોબાઈલ હાથમાં આવી ગયો અને…
ગાંધીનગર પોલીસની તપાસમાં શિવાંશ પ્રકરણમાં મહેંદી ઉર્ફે હિના સચિન દીક્ષિત પરણિત હોવાની વાતથી વાકેફ હતી. સચિનના મોબાઈલમાં તેની પત્નીનો ફોન નંબર મહેંદીના હાથમાં આવી ગયો હતો. જે હકીકત બહાર આવતા મહેંદી અને સચિન વચ્ચે ઝગડા થવા લાગ્યા હતા. અને બન્ને છૂટા પણ પડી ગયા હતા.

હેલ્પ લાઈને પૂર્વ પતિ સાથે સમાધાન કરવાની અપીલ કરી હતી
બીજી તરફ સચિનના ગળાડૂબ પ્રેમમાં મહેંદી તેને ભૂલી શકતી ન હતી. બન્ને વચ્ચે વારંવાર ઝઘડા પણ થયા કરતા હતા. જેનાં પરિણામે એકલી પડી ગયેલી મહેંદી ગત. 1 નવેમ્બર 2019 ના રોજ જીવન આસ્થા હેલ્પ લાઈનમાં ફોન કરીને પોતાના અને સચિન સંબંધો વિશે 54 મિનિટ સુધી ચર્ચા કરીને સલાહ પણ મેળવી હતી. ત્યારે જીવન આસ્થા ધ્વારા મહેંદીને અવૈધ સંબંધોનો અંત લાવી તેના પૂર્વ પતિ સાથે વાતચીત કરીને સમાધાન કરી લેવાની સલાહ આપી હતી. અને મહેંદીને એ પણ કહેવામાં આવેલું કે તે સચિન દીક્ષિત પાસે ફરી પાછી જાય નહીં. મહેંદી ત્યાં સુધી કહેલું કે સચિન યુપીનો છે તો મારે શું કરવું.

આ બધી વિગતોની વિસ્તૃત ચર્ચા કર્યા પછી જીવન આસ્થાએ સચિન પાસે જવાની સ્પષ્ટ ના પાડી હતી. તેમ છતાં મહેંદીએ સચિન દીક્ષિત સાથે પુનઃ સંબંધો પ્રસ્થાપિત કરી દીધા હતા. પરંતુ બંને વચ્ચે તકરાર ચાલુ જ રહેતી હતી. જેનાં પગલે એકલી પડી ગયેલી મહેંદીએ અમદાવાદ મહિલા પોલીસ મથકમાં સચિન દીક્ષિત વિરુદ્ધ અરજી પણ દાખલ કરી હતી. જે અન્વયે સચિન સામે અટકાયતી પગલાં પણ ભરવામાં આવ્યા હતા.

મહેંદી અને સચિનના પ્રેમસંબંધનની બંનેના પરિવારોને જાણ હતી
મહેંદી અને સચિનનું સમગ્ર પ્રેમ પ્રકરણ બંને પરિવારોમાં જાહેર થઈ ગયું હતું. એ દરમિયાન સચિનની બદલી વડોદરામાં થઈ હતી. અને તે મહેંદી સાથે બાપોદ ખાતે દર્શનમ ઓએસિસમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યો હતો. અને અંતે શુક્રવારે તા. 8 મી ઓક્ટોબરે સચિન દીક્ષિતે મહેંદીનું ગળું દબાવી લાશને બેગમાં પેક કરી રસોડામાં મૂકી દીધી હતી. અને શિવાંશને ગૌ શાળામાં તરછોડી દીધો હતો.

નોંધનીય છે કે ગત 8 ઓક્ટોબર મોડી રાત્રે પેથાપુરની ગૌશાળામા એક માસૂમને તરછોડવામા આવ્યો હતો. આ માસૂમના કેસથી મર્ડર સુધીનો કેસ ખુલવા પામ્યો હતો. બાળકની માના પ્રેમીએ તેને તરછોડતા પહેલા મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ કેસમા પોલીસે 20 કલાક બાદ માસુમને તરછોડનાર પિતાને ઝડપી લીધો હતો. ત્યારબાદ સમગ્ર બાબતે પડદો ઉંચકાયો હતો.

RELATED ARTICLES

3 COMMENTS

  1. I participated on this casino platform and managed a significant cash, but after some time, my mom fell ill, and I needed to take out some earnings from my account. Unfortunately, I faced difficulties and couldn’t finalize the cashout. Tragically, my mother passed away due to the casino site. I request for your support in reporting this online casino. Please assist me in seeking justice, so that others won’t have to undergo the hardship I am going through today, and stop them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page