Wednesday, April 10, 2024
Google search engine
HomeBollywoodનેહા કક્કરે બાળકોને 500-500ની નોટો વહેંચી, અચાનક સિંગર ડરી ગઈ

નેહા કક્કરે બાળકોને 500-500ની નોટો વહેંચી, અચાનક સિંગર ડરી ગઈ

બોલિવૂડ સિંગર નેહા કક્કરનો એક વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં નેહા ગરીબ બાળકોને 500-500ની નોટ આપે છે. જોકે, આ સમયે બાળકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને તેનાથી નેહા ઘણી જ ડરી જાય છે અને તે કાર લઈને જતી રહે છે.

રેસ્ટોરાંમાંથી બહાર આવી
થોડાં સમય પહેલાં જ નેહા કક્કર મિત્રો સાથે રેસ્ટોરાંમાંથી ડિનર કરીને બહાર આવી હતી. પરત આવ્યા બાદ જ્યારે તે કારમાં બેઠી તો ગરીબ બાળકોએ કારને ઘેરી લીધી હતી. બાળકોને મદદ કરવા માટે નેહાએ 500નું બંડલ કાઢીને ગરીબ બાળકોને 500-500 રૂપિયા આપવાનું શરૂ કર્યું હતું. નેહાએ રૂપિયા વહેંચવાનું શરૂ કરતાં જ અન્ય બાળકો પણ ઉમટી પડ્યા હતા અને ધક્કા-મુક્કી થવા લાગી હતી.

બાળકોએ કારમાં હાથ નાખી દીધો
નેહા બાળકોને પૈસા આપતી હતી ત્યારે કેટલાંક બાળકોએ કારની અંદર હાથ નાખ્યો હતો. આ જોઈને નેહા ઘણી જ ડરી ગઈ હતી. એકવાર તો નેહાએ પોતાની કારની વિન્ડો જ બંધ કરી દીધી હતી. થોડીક ક્ષણો બાદ નેહાએ ફરી વાર કારની વિન્ડો ઓપન કરીને પૈસા આપવાનું શરૂ કર્યું હતું.

જોકે, પછી પણ મોટી સંખ્યામાં લોકો આવતા નેહા ડરી ગઈ હતી અને ત્યાંથી નીકળી ગઈ હતી. નેહાની મદદ માટે સિક્યોરિટી ગાર્ડ પણ આવ્યા હતા, પરંતુ સ્થિતિ બેકાબૂ થતાં નેહાએ ત્યાંથી જતા રહેવું પડ્યું હતું.

હાલમાં જ પેરિસમાં વેકેશન મનાવ્યું
બોલિવૂડ સિંગર નેહા કક્કરે થોડાં સમય પહેલાં જ પતિ રોહનપ્રીત સાથે પેરિસમાં વેકેશન મનાવ્યું હતું. નેહાએ વેકેશનની તસવીરો સો.મીડિયામાં શૅર કરી હતી.

ગયા વર્ષે લગ્ન કર્યાં
નેહાએ ગયા વર્ષે સિંગર રોહનપ્રીત સાથે દિલ્હીમાં 24 ઓક્ટોબરે ગુરુદ્વારામાં લગ્ન કર્યા હતા. તેમની પહેલી મુલાકાત નેહુ દા વ્યાહ’ ‘ના સેટ પર થઈ હતી. સેટ પર જ બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા અને ત્યારબાદ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. રોહનપ્રીત સિંહ ‘ઇન્ડિયાઝ રાઇઝિંગ સ્ટાર’ની ત્રીજી સિઝનમાં સ્પર્ધક તરીકે દેખાયો હતો. આ ઉપરાંત તેણે વેડિંગ રિયાલિટી શો ‘મુઝસે શાદી કરોગે’માં પણ સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. આ શો ‘બિગ બોસ 13’ની સ્પર્ધક રહી ચૂકેલી શહનાઝ ગિલને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

2 COMMENTS

  1. I played on this gambling website and managed a substantial cash, but after some time, my mother fell ill, and I wanted to take out some money from my balance. Unfortunately, I encountered issues and couldn’t complete the withdrawal. Tragically, my mom died due to such casino site. I implore for your assistance in reporting this site. Please support me to achieve justice, so that others do not experience the hardship I am going through today, and prevent them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page