Saturday, April 20, 2024
Google search engine
HomeBollywoodનેહા કક્કરને ભાઈએ રક્ષાબંધન પર આપ્યા આટલા રૂપિયા, ભાઈને તરત જ બેગણી...

નેહા કક્કરને ભાઈએ રક્ષાબંધન પર આપ્યા આટલા રૂપિયા, ભાઈને તરત જ બેગણી રકમ આપી પરત

મુંબઈઃ નેહા કક્કર સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ રહે છે. તે સો.મીડિયામાં રૂટિન લાઇફની અપડેટ આપતી હોય છે. હાલમાં જ નેહાએ કહ્યું હતું કે રક્ષાબંધનના દિવસે તેને કેટલા રૂપિયા મળ્યા હતા. આટલું જ નહીં નેહાને જે રકમ મળી હતી, તેને બેગણી રકમ નેહાએ ભાઈ ટોનીને પરત આપી હતી.

નેહાને એક રૂપિયો મળ્યોઃ નેહા કક્કરે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે તેને રક્ષાબંધન પર કેટલા રૂપિયા મળ્યા. તસવીર શૅર કરીને નેહાએ કહ્યું હતું કે તેને એક રૂપિયો મળ્યો છે. એક રૂપિયો મળ્યા બાદ નેહાએ તરત જ ભાઈ ટોનીને 2 રૂપિયા આપ્યા હતા. તેણે પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે તે ભાઈને બે રૂપિયા આપે છે, કારણ કે તે ભાઈને બેગણો પ્રેમ કરે છે. આ બે રૂપિયાથી તે સારી રાખડી ખરીદી લે.

નેહા લાગે છે ઘણી જ સુંદરઃ વ્હાઇટ આઉટફિટમાં નેહા પરી જેવી સુંદર લાગતી હતી. ખુલ્લા કર્લી હેર, લાંબા ઇયરરિંગ્સ, નાકની નથ અને ચહેરા પરથી ટપકતું નૂર… નેહા આ તસવીરમાં બ્યૂટીફૂલ હતી.

‘ઇન્ડિયન આઇડલ’ શો અધવચ્ચે છોડ્યોઃ નેહા હાલમાં મીડિયાથી દૂર રહે છે. તેણે રિયાલિટી સિગિંગ શો ‘ઇન્ડિયન આઇડલ’ અધવચ્ચે છોડી દીધો હતો. નેહાને સ્થાને તેની બહેન સોનુ કક્કર જજ તરીકે જોવા મળી હતી.

સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતી ઇન્ડિયન સિંગરમાંથી એકઃ નેહા કક્કર ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે. તે તસવીરો તથા વીડિયો શૅર કરતી રહેતી હોય છે. નેહાના સો.મીડિયામાં 60 મિલિયન ફોલોઅર છે. નેહા કક્કર ભારતની સૌથી વધુ ફોલો કરનારી સિંગરમાંથી એક બની ગઈ છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the universe of endless possibilities! ? The thrilling content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exhilarating insights! ? Embark into this cosmic journey of discovery and let your thoughts roam! ? Don’t just explore, immerse yourself in the excitement! #BeyondTheOrdinary ? will thank you for this thrilling joyride through the realms of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page