Monday, April 15, 2024
Google search engine
HomeGujaratયુવતીની છેડતી કરનાર રોમિયા માટે ગુજરાત પોલીસે તૈયાર કરી ખાસ ટીમ!

યુવતીની છેડતી કરનાર રોમિયા માટે ગુજરાત પોલીસે તૈયાર કરી ખાસ ટીમ!

અમદાવાદ: મહિલા સુરક્ષાની વાતો વચ્ચે ફરી એકવાર પોલીસે મહિલા સુરક્ષા માટે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. અમદાવાદના 15 જેટલા પોલીસ સ્ટેશનમાં પ્રાયોગિક ધોરણે ‘She’ નામની પોલીસની ટીમ બનાવવામાં આવી છે.

આ ટીમ મોલ, થિયેટર, મંદિર, ગાર્ડન, રિવરફ્રન્ટ, એસજી હાઈવે સહિતના જાહેર સ્થળો પર આ ખાનગી ટીમ ફરશે અને રોમિયોને પકડવામાં આવશે. ત્યાર બાદ આ ‘She’ ટીમ અમદાવાદના 49 પોલીસ સ્ટેશનોમાં શરૂ કરવામાં આવશે.

મહિલા સુરક્ષા માટે શહેર પોલીસ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. શહેર ઉચ્ચ અધિકારીઓ અવનવા પ્રયોગો વારંવાર હાથ ધરે છે પરંતુ તે સફળ થતાં નથી. તેવામાં અમદાવાદના સેક્ટર-1 વિસ્તારમાં પોલીસે ‘She’ ટીમની રચના કરી છે.

આ ટીમમાં 4 મહિલા અને બે પુરુષ પોલીસ અધિકારી એક પોલીસ વાનમાં સાથે સાદા ડ્રેસમાં જોવા મળશે. આ ટીમ લોકોનો સંપર્ક કરશે અને જાહેર સ્થળો પર સતત પેટ્રોલિંગ અને વોચ રાખશે. આ ‘She’ ટીમ 15 પોલીસ સ્ટેશનોમાં કાર્યરત કરવામાં આવી છે.

આ પ્રયોગ સફળ થતાંની સાથે 49 પોલીસ સ્ટેશનમાં ચાલુ થશે. આ ટીમને અલગ વ્હીકલ આપવામાં આવશે અને તે મહિલાઓને મળશે તથા અન્ય લોકોનો સંપર્ક કરી અસામાજિક તત્ત્વો અને રોમિયોને પકડી પાડશે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket soaring into the galaxy of excitement! ? The thrilling content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exhilarating insights! #InfinitePossibilities ? into this thrilling experience of knowledge and let your thoughts roam! ? Don’t just explore, experience the thrill! ? ? will thank you for this exciting journey through the dimensions of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page