Wednesday, April 17, 2024
Google search engine
HomeGujaratવહેલી સવારે કાર ધડાકાભેર ડિવાઈડર સાથે ટકરાઈને પલટી મારી ગઈ, યુવાનનું કરૂણ...

વહેલી સવારે કાર ધડાકાભેર ડિવાઈડર સાથે ટકરાઈને પલટી મારી ગઈ, યુવાનનું કરૂણ મોત

ભિલોડામાં વહેલી પરોઢિયે કાર ડિવાઇડરને ટકરાતાં અકસ્માતમાં વિજયનગર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખના પુત્રનું મોત નિપજ્યું હતું. આ બનાવમાં કાર ધડાકાભેર ડિવાઈડર સાથે ટકરાઈને પલટી મારી હતી. જ્યારે અન્ય એકનો આબાદ બચાવ થયો હતો.

વિજયનગર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મહેન્દ્રભાઈ નિનામાંનો બીજા નંબરનો પુત્ર આશુતોષ અને તેનો મિત્ર મંગળવારે વહેલી પરોઢિયે કાર નં. જીજે 31 A 8380 માં ભિલોડા બજારના રસ્તા પરથી પસાર થતા હતા. તે સમયે કાર ધડાકાભેર ડિવાઈડર સાથે ટકરાઈને પલટી મારતાં આશુતોષનું મોત નિપજ્યું હતું.

અન્ય એક યુવકનો આબાદ બચાવ થયો હતો.આ બનાવની જાણ ભિલોડા પોલીસને થતાં પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જઈ કાર્યવાહી હાથ ધરી હતી. આ સમાચાર વાયુ વેગે ફેલાતાં વિજયનગર તાલુકાના શિક્ષક આલમમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી.

કારનો અકસ્માત થતાં જ મોટો અવાજ આવ્યો હતો જેને સાંભળીને લોકો ડરી ગયા હતાં અને ઘરની બહાર જોવા માટે દોડી આવ્યા હતાં. ઘટનાસ્થળે જઈને જોયું ત્યારે ખબર પડી કે આ તો અકસ્માત સર્જાયો છે. આ સમાચાર વાયુવેગે પ્રસરી જતાં લોકોના ટોળાં ઉમટી પડ્યાં હતાં.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of wonder! ? The thrilling content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exhilarating insights! #InfinitePossibilities Embark into this exciting adventure of knowledge and let your imagination fly! ? Don’t just read, savor the excitement! ? Your mind will be grateful for this exciting journey through the dimensions of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page