Friday, September 29, 2023
Google search engine
HomeAjab Gajab32 વર્ષનો આ ગુજરાતી 81 વર્ષનો વૃદ્ધના વેશમાં જઈ રહ્યો અમેરિકા પણ.....

32 વર્ષનો આ ગુજરાતી 81 વર્ષનો વૃદ્ધના વેશમાં જઈ રહ્યો અમેરિકા પણ…..

નવી દિલ્હીઃ ગુજરાતનો જયેશ પટેલ પ્લેનમાં બેસવા માટે એકદમ તૈયાર જ હતો પણ છેલ્લી ઘડીએ તેણે જે કારનામું કર્યું હતું તે પકડાઈ ગયું હતું. 32 વર્ષનો જયેશ પટેલે ફિલ્મી સ્ટાઈલમાં પોતાનો ગેટઅપ 81 વર્ષના વૃદ્ધ જેવો જ કરી દીધો હતો પરંતુ તેની ચોરી CISF જવાનોએ પકડી પાડી હતી.

81 વર્ષના વૃદ્ધનો ગેટઅપ કરીને અમદાવાદનો જયેશ અમેરિકા જવા માટેની કોશિશ કરી રહ્યો હતો. તેણે પોતાના દાઢી-મૂછ સફેદ કરી નાકી હતી અને આ જોઈને ઈમિગ્રેશનને પણ શક પડ્યો ન હતો અને ક્લિયરન્સ પણ થઈ ગયું હતું પરંતુ CISF દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો હતો અને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો.

CISF દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પકડાયેલા આરોપીનું નામ જયેશ પટેલ છે અને તેની ઉંમર 32 વર્ષ છે. તે અમદાવાદનો રહેવાસી છે. તે 81 વર્ષના વૃદ્ધનો વેશ ધારણ કરીને અમરીકસિંહના નામે ન્યુયોર્ક જઈ રહ્યો હતો.

તેણે પોતાને વૃદ્ધ દર્શાવવા માટે ઝીરો નંબરના ચશ્મા પણ પહેર્યાં હતા. તે વ્હીલચેર પર હતો. T-3 (ટર્મિનલ નંબર) પર ફાઈનલ ચેકિંગ માટે સીઆઈએસએફના એસઆઈ રાજવીરસિંહે તેને વ્હીલચેરમાંથી ઉઠવા માટે કહ્યું હતું તો તેણે ઈન્કાર કરી દીધો હતો. તે આંખ નહોતો મીલાવતો, જેને લઈને શંકા ગઈ હતી.

રાજવીરસિંહે તેનો પાસપોર્ટ જોયો તો તેમાં બર્થ ડેટ 1 ફેબ્રુઆરી 1938 હતી. તે હિસાબે તે 81 વર્ષનો થઈ ગયો હતો. રાજવીરસિંહે ધ્યાનથી જોયું તો પોતાને અમરીકસિંહ ગણાવનારા શખ્સની સ્કીન વૃદ્ધ ના હોવાની જાડી લાગી રહી હતી. ત્યાર બાદ ખબર પડી ગઈ કે, તે 32 વર્ષનો છે અને કોઈ બીજી વ્યક્તિના પાસપોર્ટ પર અમેરિકા જવાની ફિરાકમાં હતો. તેને દિલ્હી પોલીસને સોંપી દેવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page