Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalપુત્રે વર્ષો જૂનું માતાનું હેલિકોપ્ટરનું સપનું પૂરું કર્યું, વાંચીને તમે પણ કહેશો-'દીકરા...

પુત્રે વર્ષો જૂનું માતાનું હેલિકોપ્ટરનું સપનું પૂરું કર્યું, વાંચીને તમે પણ કહેશો-‘દીકરા હોય તો આવા’

માતા-પિતાની સેવા કરતાં શ્રવણ વિશે તમે વાંચ્યું કથાઓમાં વાંચ્યું હશે, પણ આવો જ એક શ્રવણ આજના યુગમાં સામે આવ્યો છે. એક દીકરાએ પોતાની વિધવા માતાની વર્ષો જૂની ઈચ્છા પૂરી કરી હતી. દીકરાએ પોતાની માતાના 50માં જન્મદિવસ પર સરપ્રાઈઝ આપી પહેલી વખત હેલિકોપ્ટરમાં ફેરવ્યા હતા. દીકરાની આ ગિફ્ટથી માતાની આંખોમાં આંસૂ આવી ગયા હતા અને કહ્યું કે ભગવાન આવો દીકરો બધાને આપે.

આ ખૂબ જ સુંદર કિસ્સો મહારાષ્ટ્રનો છે. થાણેના ઉલ્લાસનગરમાં રહેતી રેખા ગરડ નામની 50 વર્ષીય મહિલાને તેના દીકરાએ સરપ્રાઈઝ આપી હતી, જેની આજે ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. રેખા ગરડનું જીવન ખૂબ મુશ્કેલીમાંથી પસાર થયું હતું. રેખાના દીકરા નાના હતા ત્યારે તેના પતિનું મોત થયું હતું. એ વખતે તેનો મોટો દીકરો 7માં ધોરણમાં ભણતો હતો.

પતિના મોત બાદ રેખા ગરડ પર આભ તૂટી પડ્યું હતું. ત્રણ દીકરાના ઉછેર માટે તેણે લોકોના ઘરમાં કામ કરવું પડ્યું હતું. મોટા દીકરા પ્રદીપને આશ્રમની સ્કૂલમાં ભણાવ્યો હતો. પ્રદીપ પણ ખંત અને મહેનતથી ભણવાનું પુરુ કર્યું અને નોકરી કરવા લાગ્યો. પ્રદીપ જ્યારે 12માં ધોરણમાં હતો ત્યારે તેના ઘરની ઉપર એક હેલિકોપ્ટર ઉડી રહ્યું હતું. ત્યારે તેની માતાએ કહ્યું હતું કે શું તે ક્યારેય હેલિકોપ્ટરમાં બેસી શકશે કે નહીં.

માતાની વાત દીકરાના મનમાં ઉતરી ગઈ હતી અને સમય વિતતો ગયો. પ્રદીપ નોકરી કરવા લાગ્યો અને ધીમે ધીમે સફળતા મળવા લાગી. પ્રદીપ પરિવાર સાથે ચાલીમાંથી નીકળી ફ્લેટમાં રહેવા લાગ્યો. આ દરમિયાન પ્રદીપના લગ્ન થયા અને બે બાળકોનો પિતા પણ બન્યો. જોકે માતાની હેલિકોપ્ટરમાં બેસવાની વાત દીકરાના મનમાંથી હજી ગઈ નહોતી.

એક દિવસ પ્રદીપને આઈડિયા આવ્યો કે માતાના 50માં જન્મદિવસ પર તેમને હેલિકોપ્ટરની સફર કેમ ન કરાવવામાં આવે. પ્રદીપે બધી તૈયાર કરી અને તેની માતાને સીધી જુહુના એરબેઝ પર લઈ ગયો. તેણે તેની માતાને એવું કહ્યું હતું કે આપણે સિદ્ધિ વિનાયકના દર્શન કરવા જવાનું છે. પણ એરબેઝ પહોંચીને જ્યારે દીકરાએ માતાને સરપ્રાઈઝ આપી તો માતાના આંખમાં ખુશીના આંસૂ વહેવા લાગ્યા હતા.

દીકરાની સરપ્રાઈઝ ગિફ્ટથી માતા પોતાની ભાવનાઓ પર કાબૂ રાખી શકી નહોતી. દીકરો આવી સરપ્રાઈઝ ગિફ્ટ આપશે એવી તેમને સપનામાં પણ કલ્પના નહોતી. દીકરાની ગિફ્ટ બાદ રેખા ગદરે કહ્યું- ભગવાન આવો દીકરો બધાને આપે. આખા પરિવારે હેલિકોપ્ટરની માજા માણી હતી.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of endless possibilities! ? The captivating content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of inspiring insights! #InfinitePossibilities Embark into this cosmic journey of discovery and let your thoughts fly! ? Don’t just read, immerse yourself in the thrill! ? Your brain will be grateful for this exciting journey through the worlds of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page