Friday, April 12, 2024
Google search engine
HomeGujaratરાજપુરોહિત પરિવારે પાવાગઢ મંદિરમાં કરોડોનું દાન કર્યું, મસમોટી સોનાની છત ચડાવી

રાજપુરોહિત પરિવારે પાવાગઢ મંદિરમાં કરોડોનું દાન કર્યું, મસમોટી સોનાની છત ચડાવી

પાવાગઢમાં મહાકાળી માતા મંદિરમાં હિંમતનગરના રાજપુરોહિત પરિવારે આજે દેવ દિવાળી પર્વે 1.11 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું અને 1.25 કિલોની સોનાની છત માતાજીને અર્પણ કરી હતી. પાવાગઢ મંદિરમાં આજે દોઢ લાખ લોકોએ દર્શન કર્યાં હતા.

મહાકાળી માતાના મંદિરે પ્રથમ વખત અન્નકુટ મહોત્સવ યોજાયો
દેવ દિવાળી પર્વ નિમિત્તે પાવાગઢ મહાકાળી માતાના મંદિરે પ્રથમ વખત અન્નકુટ મહોત્સવ યોજાયો હતો. જેમાં માતાજીને 120 વાનગીઓ પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. વહેલી સવારે 6થી 8 વાગ્યા દરમિયાન વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસાદ વરસ્યો હતો. જેને પગલે રોપ વે સેવા બંધ કરાવવાની ફરજ પડી હતી અને 4 કલાક બાદ 10 વાગ્યે રોપ સેવા શરૂ કરવામાં આવી હતી.

ભક્તો શાંતિમય માહોલમાં માતાજીના દર્શન કર્યાં
અન્નકુટને કારણે સવારે 10થી 12 વાગ્યા સુધી મંદિરના દર્શન ભક્તો માટે દર્શન બંધ કરાવવામાં આવ્યો હતો. ભક્તોએ કલાકો સુધી લાઇનોમાં ઉભા રહીને પણ શાંતિમય માહોલમાં માતાજીના દર્શન કર્યાં હતા.

મંદિરને 1.11 કરોડનો ચેક અર્પણ કર્યો
મૂળ રાજસ્થાનના અને હાલ હિંમતનગરમાં રહેતા અને પશુઓના કેટલફૂડનો વ્યવસાય કરતા બાબુલાલ સોનાજી રાજપૂરોહિત, તેમના ચિંતન, અમૃત અને ભાવેશ સહિત રાજપૂરોહિત પરિવારે મંદિરના ટ્રસ્ટીઓને 1.11 કરોડનો ચેક અર્પણ કર્યો હતો અને 60 લાખ રૂપિયાની કિંમતની 1.25 કિલોની સોનાની છત માતાજીને અર્પણ કરી હતી.

અત્યાર સુધીની આ ઐતિહાસિક દાનની રકમ મળી છે. સુખી સમૃદ્ધ લોકોએ માતાજીના મંદિરમાં દાન કરવુ જોઇએ તેવી રાજપૂરોહિત પરિવારે અપીલ કરી હતી.

શ્રદ્ધાળુઓએ જીવના જોખમે ખાનગી જીપોમાં મુસાફરી કરી
આજે દોઢ લાખ જેટલા યાત્રાઓળુ ઉમટી પડ્યા હોવા છતાં એસટી બસ સેવા ન મળતા શ્રદ્ધાળુઓને જીવના જોખમે ખાનગી જીપોમાં મુસાફરી કરવાનો વારો આવ્યો હતો. એસટી બસમાં 15 રૂપિયા ટિકિટ છે, ત્યારે જીપચાલકો 50 રૂપિયા લઇને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા હતા.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the galaxy of wonder! ? The thrilling content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exciting insights! #InfinitePossibilities Dive into this thrilling experience of knowledge and let your imagination roam! ✨ Don’t just explore, immerse yourself in the thrill! ? Your brain will be grateful for this thrilling joyride through the worlds of discovery! ?

  2. I tried my luck on this gambling site and won a considerable amount of earnings. However, later on, my mother fell gravely ill, and I wanted to take out some money from my account. Unfortunately, I experienced problems and was unable to withdraw the funds. Tragically, my mom passed away due to this casino site. I earnestly plead for your assistance in bringing attention to this issue with the online casino. Please assist me to find justice, to ensure others do not face the anguish I’m facing today, and avert them from undergoing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page