Tuesday, April 23, 2024
Google search engine
HomeFeature Rightગુજરાતના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

ગુજરાતના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

અમદાવાદ: ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ સ્થળોએ સોમવારે ભારે વરસાદ પડશે. જોકે રવિવારે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી જેને કારણે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા છે. આ ઉપરાંત દ્વારકાના ભાણવડમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ખાસ કરીને અરવલ્લી અને સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર અને બોટાદમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.


હવામાન વિભાગે જણાવ્યું હતું કે, કચ્છના અખાત અને આસપાસના વિસ્તારોમાં લો-પ્રેશર સર્જાયેલું છે. જે પૂર્વ-ઉત્તર-પૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યું છે અને આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાત ઉપર ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. આ સિસ્ટમ સક્રિય થતાં આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of wonder! ? The thrilling content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of inspiring insights! #InfinitePossibilities Embark into this thrilling experience of knowledge and let your mind fly! ✨ Don’t just enjoy, immerse yourself in the excitement! #FuelForThought Your mind will be grateful for this exciting journey through the dimensions of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page