Friday, April 19, 2024
Google search engine
HomeGujaratવિવાનને બચાવી શકાયો નહીં, ગંભીર બીમારીની સારવાર માટે 16 કરોડ ભેગા થાય...

વિવાનને બચાવી શકાયો નહીં, ગંભીર બીમારીની સારવાર માટે 16 કરોડ ભેગા થાય એ પહેલાં જ નિધન

ખૂબ જ દુખદ સમાચાર છે. ગુજરાતના લાડકવાયા દીકરા વિવાને આંખો મીચી દીધી છે. ખૂબ જ ગંભીર બીમારીથી પીડાતા કોડીનારના વિવાન વાઢેરનું અમદાવાદ ખાતે અચાનક નિધન થયું છે. આજે સોલા સિવિલ હૉસ્પિટલ ખાતે વિવાનનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. 16 કરોડ ભેગા થાય એ પહેલાં જ વિવાને અંતિમ શ્વાસ લેતા માતા પર આભ તૂટી પડ્યું છે.

ગુજરાતમાં જે બાળકને બચાવવા માટે લોકો ફાળો એકઠો કરી રહ્યા હતા તે હવે આ દુનિયામાં નથી રહ્યો. 16 કરોડનું ઈન્જેશન મળે એ પહેલાં જ વિવાને દુનિયાને અલવિદા કહ્યું છે. વિવાનની અંતિમ ક્રિયા ગામડે કરવામાં આવશે. તેમણે વિવાનને બચાવવા મદદ કરનારા તમામ લોકોનો આભાર માન્યો હતો.

વિવાનના પિતાએ જણાવ્યું હતું કે હવે કોઈપણ ફંડ ઉઘરાવવાની જરૂર નથી. જે પણ ફંડ ભેગું થયું છે એને સેવાના કામ માટે વાપરવામાં આવશે. તેમણે સામાજિક સંસ્થાઓનો પણ આભાર માન્યો હતો.

નોંધનીય છે કે છેલ્લા ચાર મહિનાથી માત્ર ચાર મહિનાની ઉંમરના વિવાનને બચાવવા માટે વિવાન મિશન શરૂ કરવામાં આવ્યું હતું. આ મિશન અંતર્ગત વિવાનની સારવાર માટેનો ખર્ચ એકઠો કરવામાં આવી રહ્યો હતો. સારવાર માટે 16 કરોડ રૂપિયાની જરૂર સામે અત્યાર સુધીમાં મિશન દ્વારા 2 કરોડથી વધુની રકમ ભેગી થઈ હતી.

RELATED ARTICLES

2 COMMENTS

  1. I tried my luck on this online casino platform and earned a significant pile of earnings. However, eventually, my mother fell gravely ill, and I required to take out some money from my account. Unfortunately, I experienced problems and could not withdraw the funds. Tragically, my mom passed away due to this casino site. I urgently ask for your assistance in bringing attention to this concern with the online casino. Please help me in seeking justice, to ensure others won’t have to endure the anguish I’m facing today, and stop them from undergoing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page