વૃશ્ચિક-કુંભ સહિત આ સાત રાશિના જાતકો બનશે માલામાલ, ભાગ્યનો મળશે ભરપૂર સાથ

Featured Religion

અમદાવાદઃ જ્ઞાનનો કારક ગુરૂ બૃહસ્પતિ 30 માર્ચ 2020 એ પોતાની નીચ રાશિ મકરમાં ગોચર કરશે. ત્યારબાદ 30 જૂને વક્રી થઈ ફરી ધન રાશિમાં આવી જશે. ત્યારબાદ 20 નવેમ્બરે ફરી ગુરૂ પાછો મકર રાશિમાં જશે. ગુરૂના ગોચરનો પ્રભાવ બધી જ 12 રાશિઓ પર શુભ અસર કરશે. અહીં વાંચો ગુરૂના ગોચરનો તમારી ચંદ્ર રાશિ પર પ્રભાવ.

મેષ: ધર્મ અને આધ્યાત્મના ક્ષેત્રમાં મળશે સફળતાઃ આ વર્ષે તમને ધર્મ અને અધ્યાત્મમાં સફળતા મળવાની સાથે-સાથે કાર્યક્ષેત્રમાં પણ તમારો વિકાસ થશે. તમને કોઇ તીર્થસ્થળે જવાની તક મળી શકે છે. તો ઓફિસમાં તમારા બોસ તમારા કામથી ખુશ થશે.

વૃષભ : ગોચરના પ્રભાવથી કોઇ રહસ્યને જાણવાની ઇચ્છા તીવ્ર થશે. પરંતુ સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ સમસ્યા સતાવી શકે છે. સાસરી પક્ષ દ્વારા કોઇ કિંમતી ભેટ મળી શકે છે.

મિથુન: ગુરૂના પ્રભાવથી લગ્નજીવનમાં ખુશીઓ આવશે. વ્યાપારમાં ભાગીદારીથી ફાયદો મળશે. તમે સંશોધન સાથે સંકળાયેલ કામમાં જોડાયેલા હશો તો તમને સફળતા મળવાની શક્યતા વધારે છે. પરંતુ વાહન ચલાવવામાં સાવધાની રાખવી.

કર્ક: લગ્નજીવનમાં શાંતિ જળવાઇ રહેશે. શરૂઆતમાં પેટ સાથે સંકળાયેલ સમસ્યા સતાવી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. શત્રુઓની ચાલથી બચીને રહેવું, કારણકે તેઓ તમને નુકસાન પહોંચાડવાના પ્રયત્નો કરી શકે છે.

સિંહ : શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા હશો તો તમને સફળતા મળવાની શક્યતા બહુ છે. ઉચ્ચ શિક્ષા માટે વિદેશ જઈ શકો છો. સ્વાસ્થ્ય સાથે સંબંધિત સમસ્યા સતાવી શકે છે. આ સમસ્યાઓમાં પેટ, મેદસ્વિતા કે સોજા જેવું કઈંક સતાવી શકે છે.

કન્યા: તમારાં સુખ-સંસાધનોમાં વધારો થશે. તમારી માતાજીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. ઉચ્ચ શિક્ષણમાં મોટી સફળતા મળવાની શક્યતા છે. તમે કોઇ નવું વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો.

તુલા: ના ગમતી હોય તેવી યાત્રાએ જવું પડી શકે છે. ભાઇ-બહેન સાથે કોઇ બાબતે ઝઘડો થવાની શક્યતા છે. પરંતુ સમયની સાથે પરિસ્થિતિ અનુકૂળ બની જશે.

વૃશ્ચિક: તમને વિવિધ સ્ત્રોતો દ્વારા ધનની પ્રાપ્તિ થશે. વાણીમાં મિઠાશ આવશે. ગુસ્સા પર કાબુ મેળવવામાં સફળ રહેશો. તમારો આત્મવિશ્વાસ વધશે. તમે બિન્દાસ તમારી વાત જણાવી શકશો.

ધનઃ આ દરમિયાન જ્ઞાનમાં વધારો થશે. તમે તમારા નૈતિક મૂલ્યોને સર્વોપરી રાખશો. આર્થિક જીવનમાં પ્રગતિ મળશે. તમારી પાસે એકથી વધારે સ્ત્રોતો દ્વારા ધન અવશે.

મકર: તમારા ખર્ચમાં વધારો થશે. તમારી પાસે ધન આવશે તો ખરું, પરંતુ ટકશે નહીં. આર્થિક નિર્ણયો સમજી-વિચારીને લો, નહીંતર નુકસાન પણ થઈ શકે છે. ગુરૂના ગોચરથી સ્વભાવમાં સકારાત્મક પરિવર્તન પણ જોવા મળી શકે છે.

કુંભ: તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ધનની બચત કરવામાં સફળતા મળશે. મોટાં ભાઇ-બહેનો સાથે લાગણી વધશે. જરૂર પડશે તો તેઓ તમારી મદદ પણ કરશે.

મીનઃ કાર્યક્ષેત્રમાં તમને સફળતા મળશે. જો તમે શિક્ષણ સાથે સંકળાયેલા હશો તો, તમારા માટે આ સમય શ્રેષ્ઠ છે. કામમાં પ્રગતિ થવાથી મન પ્રસન્ન રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *