Tuesday, April 23, 2024
Google search engine
HomeFeature Rightદાદી, નાની કે પછી કોઈ રસોઈયો પણ નહીં કહી શકે, ટેસ્ટી ભોજન...

દાદી, નાની કે પછી કોઈ રસોઈયો પણ નહીં કહી શકે, ટેસ્ટી ભોજન બનાવવાની આ 10 Tips

અમદાવાદઃ યાર, તું શું જમવાનું બનાવે છે? ક્યારેક મારી મમ્મીના હાથનું ભોજન લે, મજા આવી જશે. આવી વાતો આપણી આસપાસ થતી રહેતી હોય છે. આપણને જે ટેસ્ટ જોઈએ તે ઘણીવાર મળતો નથી. તો અમે આજે તમારા માટે ખાસ કિચન ટિપ્સ લઈને આવ્યા છીએ. આ ટિપ્સથી તમારા ભોજનનો ટેસ્ટ એકદમ બદલાઈ જશે.

1. ભજીયાઃ ચા સાથે ભજીયા બધાના ફેવરિટ હોય છે. આથી જ ભજીયા ટેસ્ટી બનાવવા માટે તેનું મિશ્રણ તૈયાર કરતી વખતે તેમાં થોડું દૂધ ઉમેરો. એક વાત ધ્યાનમાં રાખો ભજીયાના મિશ્રણમાં મીઠુ નાખ્યા બાદ જ દૂધ મેળવવું. ભજીયા એકદમ ક્રિસ્પી થશે.

2. ખીરઃ ખીર બનાવતી વખતે ચપટી મીઠું નાખો, તેનાથી ખીર બહુ ગળી લાગશે નહીં અને ખીરને ઘટ્ટ કરવા માટે મકાઈનો લોટ મિક્સ કરો.

3. આલુ પરાઠાઃ આલુ પરાઠા ટેસ્ટ બનાવવા માટે તેના સ્ટફિંગમાં કસૂરી મેથી તથા મેગી મસાલા મિક્સ કરો.

4. કઢી બનાવતી વખતે દહીં ફાટી જતું હોય છે. આમ ના થાય તે માટે જ્યારે કઢી સ્ટવ પર મૂકો પછી સતત તેને હલાવો અને પછી મીઠું નાખો. દહીં ફાટશે નહીં.

5. એક વાસણમાં પાણી ભરેલું હોય તેમા પનીર રાખો. પનીર એકદમ તાજું રહશે. પાણી થોડાં-થોડાં કલાકે બદલતા રહો.

6. ઈડલી અથવા ઢોંસા બનાવતી વખતે મિશ્રણમાં એક ચમચી મેથી નાખો. તેનાથી ઢોંસા તથા ઈડલી ટેસ્ટી બનશે.

7. ભાત બનાવતી વખતે પાણીનો અંદાજ રાખવો મુશ્કેલ છે. તેથી જ ભાત બનાવતી વખતે એક ચમચી તેલ તથા લીંબુનો રસ નાખવો. ભાત એકદમ સફેદ તથા છૂટા થશે.

8. નૂડલ્સ બાફતી વખતે એકદમ ચીપકી જાય છે. તેથી બાફી લીધા બાદ ચાળણીમાં ફ્રિજમાં રાખેલા ઠંડા પાણીથી નૂડલ્સ ધોવા. આમ કરવાથી નૂડલ્સ એકબીજાને ચીપકશે નહીં.

9. પ્રોટીનથી ભરપૂર દાળ ઘણા લોકો ખાતા નથી. દાળને ટેસ્ટી બનાવવા માટે દાળમાં ચપટી હળદર તથા ચાર-પાંચ ટીપા બદામનુ તેલ નાખો, દાળ એકદમ ટેસ્ટી બનશે.

11. ઘણાં લોકો કેક ઘરે બનાવતા હોય છે. કેક ઘરે બનાવો તો એચ ચમચી ખાંડને પાણીમાં ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે ભૂરા રંગની ના થઈ જાય. પછી આ પાણીને કેકના મિશ્રણમાં મિક્સ કરો. કેકનો સ્વાદ તથા રંગ બંને સારા થશે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of wonder! ? The captivating content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a source of inspiring insights! #AdventureAwaits Dive into this cosmic journey of discovery and let your imagination fly! ? Don’t just enjoy, experience the excitement! #FuelForThought Your brain will be grateful for this thrilling joyride through the realms of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page