Wednesday, April 10, 2024
Google search engine
HomeRecipeકેવી રીતે બનાવવામાં આવે છે પંચકુટી દાળ? ડિનરમાં બનાવો ને ગરમાગરમ પરોઠા...

કેવી રીતે બનાવવામાં આવે છે પંચકુટી દાળ? ડિનરમાં બનાવો ને ગરમાગરમ પરોઠા સાથે સર્વ કરો

અમદાવાદઃ પંચકુટી દાળને પંચમેળ દાળ પણ કહેવામાં આવે છે. આ એક રાજસ્થાની દાળ છે અને રાજસ્થાનમાં દરેકના ઘરમાં બને છે. આ દાળમાં પાંચ અલગ અલગ દાળોનો ઉપયોગ થતો હોવાથી આ દાળને પંચકુટી દાળ કહેવામાં આવે છે. આ દાળને ગરમાગરમ રોટલી સાથે સર્વ કરો.

સામ્રગીઃ
1/4 કપ અડદની દાળ
1/4 કપ તુવેર દાળ
1/4 કપ ચણા દાળ
1/4 કપ મસૂર દાળ
1/4 કપ મગની મોગર
2 ટામેટા (બારીક કાપેલા)
2 લીલા મરચાં (વચ્ચેથી કાપેલા)
2 સૂકા લાલ મરચા
આદુ (એક ચમચી બારીક પીસેલું)
2 તેજ પત્તા
1/2 નાની ચમચી હળદર
1 નાની ચમચી ધાણાજીરું
1 નાની ચમચી જીરું
1 નાની ચમચી ગરમ મસાલો
1/4 નાની ચમચી હિંગ
1 ચમચી આમચૂર પાવડર
1 મોટી ચમચી લીંબુનો રસ
મીઠું
લાલ મરચું
ખાંડ (ચપટી)
ઘી
કોથમીર (બારીક સમારેલી)

રીતઃ
1. પંચમેળ દાળ બનાવવા માટે તમામ દાળને મિક્સ કરીને એક કલાક સુધી પલાળીને રાખો.
2. કલાક બાદ દાળોને પ્રેશર કૂકરમાં ત્રણ કપ પાણી સાથે મીઠું નાખીને બાફો. ત્રણ સિટી વગાડો.
3. હવે, કઢાઈમાં બે ચમચી ઘી ગરમ કરીને તેમાં જીરું નાખે. જીરું તતડવા લાગે એટલે સૂકું લાલ મરચું, આદું, લીલું મરચું તથા ટામેટા નાખીને બરોબર મિક્સ કરો.
4. ટામેટા નરમ સાથ ત્યાં સુધી મધ્યમ આંચ પર ચઢવો.
5. ટામેટા સોફ્ટ થાય એટલે તેમાં તેજ પત્ત, હિંગ, હળદર, ધાણાજીરું, આમચૂર, ગરમ મસાલો નાખીને ત્રણથી ચાર મિનિટ ચઢવા દો.
6. હવે આમાં બાફેલી દાળ નાખીને સારી રીતે હલાવો. મીઠું નાખો અને પાંચ મિનિટ સુધી ચઢવા દો.
7. કોથમીર નાખીને ગેસ બંધ કરો.
8. તૈયાર છે પંચમેળ દાળ. ગરમાગરમ પરોઠા કે રોટલી સાથે સર્વ કરો.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket launching into the universe of wonder! ? The thrilling content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of inspiring insights! #MindBlown ? into this cosmic journey of knowledge and let your thoughts soar! ✨ Don’t just enjoy, experience the thrill! ? Your mind will be grateful for this thrilling joyride through the worlds of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page