Wednesday, April 17, 2024
Google search engine
HomeGujaratસમગ્ર ગુજરાતમાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

સમગ્ર ગુજરાતમાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ: હવામાન વિભાગે તારીખ 3થી 5 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારેથી અથિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હાલમાં દક્ષિણ ગુજરાતના આકાશમાં સમુદ્રની સપાટીથી 2થી 3.5 કિ.મી. સુધીના વિસ્તારમાં હવાના ચક્રવાતની સ્થિતિ સર્જાયેલી જોવા મળી છે. જ્યારે બંગાળની ખાડીનું લો પ્રેસર આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં પરિણમશે.

ગુજરાત ઉપર ત્રણ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. બે અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય છે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમા આગામી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ કેટલાંક વિસ્તારમાં પડશે. ગુજરાતમા અત્યાર સુધીનો સરેરાશ 15.13 ટકા વરસાદ નોંધાયો છે અને સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમા નોંધાયો છે.

ત્રણ સિસ્ટમને કારણે આવતીકાલથી આગામી તારીખ 5 જુલાઈ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને મધ્ય પ્રદેશને અડીને આવેલા છોટા ઉદેપુર, પાવી, જેતપુર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં આ સમયમાં તોફાની વરસાદની શક્યતા છે.

આ વરસાદ તારીખ 6 જુલાઈ બાદ શાંત પડવાની શક્યતા છે. ખાસ કરીને 3 અને 4 જુલાઈએ ભારે વરસાદ રહેશે અને 5મી જુલાઈએ છૂટાછવાયો વરસાદ રહેશે. ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of excitement! ? The thrilling content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exhilarating insights! #MindBlown Dive into this cosmic journey of imagination and let your thoughts soar! ? Don’t just explore, immerse yourself in the thrill! ? Your brain will be grateful for this exciting journey through the dimensions of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page