Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalફ્રૂટવાળાએ લારી પર 11 હજાર ખર્ચીને CCTV લગાવ્યા, કારણ જાણીને તમને પણ...

ફ્રૂટવાળાએ લારી પર 11 હજાર ખર્ચીને CCTV લગાવ્યા, કારણ જાણીને તમને પણ લાગશે જોરદાર ઝાટકો

નવાદાઃ આજના સમયમાં નાનામાં નાની દુકાને પણ સીસીટીવી હોય છે. દુકાનદાર પોતાની દુકાનમાં ચોરી થાય તો ચોર તરત જ પકડાઈ જાય તે માટે સીસીટીવી રાખતા હોય છે. હવે તો ઘરમાં પણ સીસીટીવી હોય છે. જોકે, જો તમને એમ કહેવામાં આવે કે એક ફ્રૂટની લારી ચલાવતા વેપારીએ સીસીટીવીનો ઉપયોગ કર્યો તો તમે શું કરશો? આટલું જ નહીં તેને 11 હજાર ભેગા કરીને સીસીટીવી લગાવ્યા હતા. તેણે પોતાની લારીની સુરક્ષા માટે નહીં પણ અલગ જ કારણોસર સીસીટીવી કેમેરો લગાવ્યો હતો.

11 હજાર રૂપિયામાં લગાવ્યાઃ સીસીટીવી કેમેરા આજના સમયમાં ઘણઆં જ મહત્ત્વના થઈ ગયા છે. જોકે, 2019માં આ ફ્રૂટવાળો ઘણો જ ચર્ચામાં આવ્યો હતો. આ ફ્રૂટવાળાએ ચોરીથી બચવા માટે નહીં, પરંતુ પોતાની ઈમાનદારી સાબિત કરવા માટે સીસીટીવી કેમેરો લગાવ્યો હતો.

ક્યાંની છે ઘટનાઃ આ ઘટના બિહારના નવાદા શહેરમાં આવેલા હિસુઆ બજારના મંગલા માર્કેટની છે. અહીંયા એક ફ્રૂટવાળાએ પોતાની લારીની ઉપર સીસીટીવી કેમેરા લગાવ્યા છે. આ ફ્રૂટવાળાનું નામ શુભમ છે. શુભમ આખા માર્કેટમાં સીસીટીવીને કારણે ચર્ચામાં આવી ગયો હતો. તેણે પોતાની ઈમાનદારી સાબિત કરવા માટે સીસીટી લગાવ્યા છે. હવે લોકોના મનમાં એવો થાય છે કે સીસીટીવી તથા ઈમાનદારીને શું કનેક્શન છે.

ગ્રાહકે શુભમ પર ચોરીનો આક્ષેપ મૂક્યો હતોઃ કેટલાંક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે શુભમની લારી પર એક ગ્રાહક આવ્યો હતો. તે પોતાનો મોબાઈલ ભૂલી ગયો હતો. જોકે, તેને ખ્યાલ નહોતો કે તે મોબાઈલ ક્યાં ભૂલી ગયો છે. અલબત્ત, તેણે પછી એવો દાવો કર્યો કે તે શુભમની લારી પર જ મોબાઈલ ભૂલી ગયો હતો. તેણે શુભમ પર મોબાઈલ ચોરીનો આક્ષેપ કરીને પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ શુભમ તથા તેના ભાઈને પોલીસ સ્ટેશન લાવી હતી અને પૂછપરછ કરી હતી. જોકે, પુરાવાના અભાવે પોલીસે બંનેને છોડી મૂક્યા હતા.

આ ઘટના બાદ સીસીટીવી કેમેરા લગાવ્યોઃ શુભમને આ ઘટના બાદ સીસીટીવી કેમેરો લગાવવાનો આઈડિયા આવ્યો હતો. તેણે 11 હજાર રૂપિયા ભેગા કરીને કેમેરો ખરીદ્યો. ત્યારબાદ તેણે ટીવી નજીકમાં આવેલી ભાઈની કાપડની દુકાનમાં મૂકી દીધું હતું. બંને ભાઈઓએ કહ્યું હતું કે ચોરીના આક્ષેપથી તેમના સન્માનને ઠેસ પહોંચી હતી. હવે જો તેમની પર આવો કોઈ પણ પ્રકારની ચોરીનો આક્ષેપ કરવામાં આવે તો તે ઈમાનદારી સાબિત કરી શકે.

RELATED ARTICLES

7 COMMENTS

  1. I played on this online casino site and succeeded a significant cash, but eventually, my mom fell sick, and I required to withdraw some funds from my casino account. Unfortunately, I encountered difficulties and was unable to withdraw the funds. Tragically, my mom passed away due to this casino site. I implore for your support in bringing attention to this site. Please assist me to achieve justice, so that others do not undergo the suffering I am going through today, and prevent them from crying tears like mine. ????

  2. I played on this casino platform and managed a significant amount, but later, my mother fell sick, and I required to cash out some earnings from my account. Unfortunately, I encountered difficulties and couldn’t finalize the cashout. Tragically, my mom died due to such gambling platform. I implore for your assistance in lodging a complaint against this online casino. Please help me in seeking justice, so that others do not face the hardship I am going through today, and prevent them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page