માનવતાને લજવતો એક કિસ્સો સામે આવ્યો છે. મુંગા પશુ પર એક વિકૃત હેવાનના અત્યાચારના બનાવે બધાને હચમાવી દીધા છે. એક વૃદ્ધ વ્યક્તિ કૂતરા સાથે અપ્રાકૃતિક સેક્સ માણતો ઝડપાઈ ગયો હતો. વૃદ્ધની આ ગંદી હરકત એક મહિલાએ કેમેરામાં કેદ કરી લીધી હતી. મહિલાના આ પગલાથી વૃદ્ધ ઉશ્કેરાઈને લોખંડનો સળિયો લઈને તેને મારવા દોડ્યો હતો. મહિલાએ ભાગી ઘરમાં છૂપાઈને જીવ બચાવ્યો હતો. આ મામલામાં પોલીસે ફરિયાદ નોંધી છે, એટલું જ નહીં આરોપીને પણ ઝડપી લીધો હતો.
આ શરમજનક બનાવ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં સામે આવ્યો છે. આ આખી ઘટનાની માહિતી પીપીલ્સ ફોર એનિમલ (PFA)ની અધ્યક્ષ સુરભી રાવતે આપી હતી. સુરભીએ જણાવ્યું હતું કે તેને મેઈલ દ્વારા એક વીડિયો મળ્યો હતો, જેમાં એક વ્યક્તિ સ્ટ્રીટ ડૉગ સાથે ગંદુ કામ કરી રહી હતી. આ વ્યક્તિની ઉંમર અંદાજે 55 વર્ષ આસપાસ છે. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આ વ્યક્તિ ગંદુકામ કરતી હતી ત્યારે ફર્સ્ટ ફ્લોર પર ઉભેલી મહિલાએ પોતાના મોબાઈલમાં આ ઘટનાનો વીડિયો શૂટ કરી લીધો હતો.
ફર્સ્ટ ફ્લોર પર ઉભેલી મહિલા વીડિયો બનાવતા બનાવતા નીચે તરફ જાય છે. દરમિયાન આરોપી વ્યક્તિની નજર મહિલા પર પડે છે. જે જોઈને તેના હોશ ઉડી જાય છે. તે પોતાના બચાવમાં મહિલાને કહે છે કે તે સ્ટ્રીટ ડૉગને મારી રહ્યો છે.
મહિલાએ જ્યારે કહ્યું કે હું તારી કરતૂત ક્યારની જોઈ રહી છું અને બધુ મોબાઈલમાં રેકોર્ડ કરી લીધું છે, આ સાંભળીને આરોપી ગુસ્સે થઈ જાય છે. આરોપી પોતાની પાસે રહેલા લોખંડના સળિયાથી મહિલાને મારવાનો પ્રયાસ કરે છે અને સીડીઓ ચડીને તેનો પીછો કરે છે. મહિલા ત્યાંથી ભાગીને પોતાના ઘરમાં ઘુસી જાય છે.
આ અંગે પીપીલ્સ ફોર એનિમલની અધ્યક્ષ સુરભી રાવતે જણાવ્યું હતું કે આરોપી ગાઝિયાબાદના વસુંધરામાં સેક્ટર-15માં રહે છે. તેની ઓળખ થઈ ગઈ છે. આરોપી સામે ઈન્દિરાપુરમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
પોલીસને જણાવવામાં આવ્યું છે કે આ ગુનો આઈપીસીની કલમ-377 અને પશુ ક્રુરતા અધિનિયની કલમ-11A અંતર્ગત આવે છે. પોલીસે વીડિયો અને ફરિયાદના આધારે કેસ નોંધ્યો હતો. બાદમાં આરોપીની ધકપકડ કરી હતી.