Wednesday, April 17, 2024
Google search engine
HomeAjab Gajabનાઈઝીરિના એરપોર્ટ પર ટેકઓફ કરી રહેલા પ્લેનના પાંખીયા પર ચડી ગયો એક...

નાઈઝીરિના એરપોર્ટ પર ટેકઓફ કરી રહેલા પ્લેનના પાંખીયા પર ચડી ગયો એક યુવાન પછી શું થયું?

નાઈઝીરિના લાગોસ શહેરના એરપોર્ટ પર એક અજીબો-ગરીબ ઘટના બની હતી. લાગોસમાં આવેલા એરપોર્ટ પર જ્યારે પ્લેન ટેકઓફ કરવાની તૈયારી કરી રહ્યું હતું તે દરમિયાન એક શખ્સ વિમાનની પાંખ પર ચડી ગયો હતો. અધિકારીઓએ આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે, શખ્સને આ રીતે ચડતા જોઈને વિમાનમાં બેસેલા મુસાફરો પણ ડરના માર્યા સીટ પરથી ઊભા થઈ ગયા હતા.

નાઈઝીરિયાની સમાચાર એજન્સી અનુસાર, શુક્રવારે મુર્તલા મુહમ્મદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉભેલું અઝમાન એર ફ્લાઈટનું એક વિમાન ટેકઓફ કરવા માટે ક્લીયરેંસ મળવાની રાહ જોઈ રહ્યું હતું તે દરમિયાન એક શખ્સ પાંખ પર ચડતો જોવા મળ્યો હતો. આ દ્રશ્યો જોઈને વિમાનમાં બેસેલા સૌ કોઈ ચોંકી ગયા હતાં.

અઝમાન એરે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, અજાણ્યા શખ્સને વિમાનની તરફ આવતો જોઈને પાયલટે પહેલા તો એન્જિન ડાઉન કરી દીધું હતું અને જ્યારે તેણે જોયું કે તે શખ્સ તો ચાલ્યો જ આવે છે ત્યારે તેણે એન્જિન બંધ કરી દીધું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

 

View this post on Instagram

A post shared by Amb. Otto Orondaam (@otto_orondaam) on


વિમાનની અંદર રહેલા એક શખ્સે ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો, જેમાં શખ્સને વિમાનની પાંખ પર ચડતો જોઈ શકાય છે. ઘટના બાદ એરપોર્ટ પરના અધિકારીઓએ તેની ધરપકડ કરી લીધી હતી અને હાલ તેની પૂછપરછ ચાલી રહી છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of endless possibilities! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of inspiring insights! #InfinitePossibilities Embark into this cosmic journey of knowledge and let your mind soar! ? Don’t just enjoy, immerse yourself in the thrill! #BeyondTheOrdinary Your brain will be grateful for this thrilling joyride through the dimensions of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page