Sunday, April 14, 2024
Google search engine
HomeNationalચંદ્રયાન-2 મિશન 100 ટકા સફળતાની ખૂબ નજીક: ઈસરોના ચીફ કે. સિવન

ચંદ્રયાન-2 મિશન 100 ટકા સફળતાની ખૂબ નજીક: ઈસરોના ચીફ કે. સિવન

નવી દિલ્હીઃ ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર પહોંચે તેની ફક્ત ગણતરીની મીનિટો પહેલાં જ તેનો સંપર્ક તૂટી ગયો હતો પરંતુ વૈજ્ઞાનિકોને હજુ પણ આ ચંદ્રયાન-2ને લઈને આશા જીવંત છે. જી હાં, ઈસરોના વૈજ્ઞાનિકો હજુ પણ હિંમત હાર્યાં નથી. ઈસરોના ચીફ કે. સિવને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, લેન્ડર સાથે ફરી સંપર્ક સ્થાપિત કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.


ભારતના ચંદ્રયાન-2 મિશનને શનિવારે વહેલી સવારે ત્યારે ઝટકો લાગ્યો જ્યારે લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટીથી ફક્ત 2 કિમી ઉપર હતું અને ઈસરો સાથેનો તેનો સંપર્ક તૂટી ગયો હતો. હાલ વૈજ્ઞાનિકો આંકડાકીય વિશ્લેષણ કરી રહ્યા છે.


ઈસરોના પ્રમુખ કે. સિવને કહ્યું હતું કે, લેન્ડર વિક્રમ સાથે ફરી સંપર્ક કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ચંદ્રયાન-2 મીશન આખું ફેઈલ નથી તે 95 ટકા તો સફળ જ રહ્યું છે. તેમણે કહ્યું કે, ચંદ્રયાન-2નું ઓર્બિટર 7.5 વર્ષ સુધી કામ કરી શકશે તો આ સાથે તેમણે કહ્યું કે ઈસરોના ગગનયાન સહિતના તમામ મિશન તેની નિશ્ચિત તારીખે જ પૂરા કરવામાં આવશે.


આ સાથે ઈસરોના પૂર્વ અધ્યક્ષ જી. માધવન નાયરે પણ માન્યું કે આ મિશન એક મોટી ઉપલબ્ધી છે. ઓર્બિટર ચંદ્રની કક્ષામાં સામાન્યરૂપે જ કામ કરી રહ્યું છે. લેન્ડર વિશે કોઈ ખાસ ચિંતા કરવાની જરૂર નથી મિશન 95 ટકા તો સફળ થયું જ છે. ઓર્બિટર અંતરિક્ષમાં છે અને સારી રીતે કામ કરે છે.


નાસાના પૂર્વ અંતરિક્ષ યાત્રી જેરી લિનેગરે કહ્યું હતું કે, ચંદ્રયાન-2 મિશન અંતર્ગત વિક્રમ લેન્ડરના સોફ્ટ લેન્ડિંગ માટે ભારતના સાહસિક પ્રયાસો ભવિષ્યમાં તેને ખૂબ જ સહાયક થશે. તેમણે કહ્યું કે, ‘આપણે આનાથી નિરાશ થવાની જરૂર નથી. ભારત કઈંક એવું કરવા પ્રયાસ કરી રહ્યો છે જે ખૂબ જ અઘરું છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of wonder! ? The captivating content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exhilarating insights! #AdventureAwaits Embark into this exciting adventure of knowledge and let your thoughts fly! ? Don’t just read, savor the thrill! #BeyondTheOrdinary ? will thank you for this exciting journey through the worlds of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page